SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સૌહાર્દમૂતિ શ્રી મોતીલાલ કાપડિયા ૧૩૯ તેમનાં લખાણોનો મોટો ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓના સવિસ્તર વિવેચનો રૂપે છે. આધ્યાત્મિક અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચનો માટે પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતા. સૌથી પ્રથમ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રમ” ઉપરનું તેમનું વિવેચન સન ૧૯૦૯માં પ્રગટ થયું અને એ અત્યન્ત લોકપ્રિય બન્યું. ત્યાર પછી “આનંદઘન પદ્યરત્નાવલિ'નો પહેલો ભાગ બહાર પડ્યો. આ દળદાર ગ્રંથમાં શ્રી આનંદધનજીનાં પચ્ચાસ પદોનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. જૈન મુનિ શ્રી સિદ્ધર્ષિગણિએ રચેલ “ઉપમિતિ ભવપ્રપંચ કથા’ સંસ્કૃત ભાષાસાહિત્યનો એક પ્રસિદ્ધ અને ભવ્ય ગ્રંથ છે. તેનો આદ્યા અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડયો. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિનાં જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને અંતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. “શાનસુધારસ” નામના વૈરાગ્યરસપ્રધાન રોય મહાકાવ્યનું તેમણે ઉલાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડૉ. બુલરે લખેલા શ્રીમદ્ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દેષ્ટિએ યોગ, નવયુગનો જૈન, યશોધર ચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, ‘બહોત ગઈ થોડી રહી’ વગેરે તેમણે રચેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકો આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. ઈ. સ. ૧૯૪૮ ના ઑગસ્ટ માસની મોટી બીમારી પછીથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમરતિ’ નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. શ્રી આનંદધનનાં બાકીનાં પદો અને ચોવીસી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પોતાનું કાર્ય પૂરું કર્યું. મહાવીર સ્વામી વિષે જે કાંઈ કાવ્યો, સ્તવનો, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહીત કરવાની તેમની ઇચ્છા હતી. આ ઇચ્છા મુજબ આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાખી હતી. તેમાંથી મહાવીર સ્વામીના પૂર્વભવને લગતો પહેલો વિભાગ તેમણે પૂરો કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે થોડા સમય પહેલાં શરૂ કર્યો હતો. આમ તેમનું અપ્રગટ સાહિત્ય પણ થોબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણાખરા ગ્રંથો પુનર્મુદ્રણની પ્રતીક્ષા કરી રહ્યા છે. સાહિત્યલેખનની શૈલી : તેમના લેખનસાહિત્યનો સમગ્રપણે વિચાર કરતાં માલુમ પડે છે કે તેઓ આમજનતાના માનવી હતા. તેમની આંખ સામે ઓછું ભણેલી અને ઓછી સમજણવાળી ભદ્ર જનતા હતી. આવા જનસમાજને ધર્મમાર્ગે, અધ્યાત્મને પંથે, વૈરાગ્યના રસ્તે વાળવાની તેમના દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત તેઓ ફરીફરીને કહેતા. એક જ તત્ત્વને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં તેઓ કદી થાકતા નહોતા. ધર્મકથામાં પુનરુક્તિ એ દોષ નથી એમ તેઓ માનતા. સામાન્ય જનતા ટૂંકામાં ન જ સમજે એવો તેમનો અનુભવ હતો. પરિણામે તેમની લેખનશૈલી સાદી, સરળ, જાતજાતના ટુચકાઓથી ભરેલી અને પ્રસ્તુત વિષયને સાધારણ રીતે વિસ્તારથી આલેખવા તરફ સદા ઢળેલી રહેતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249018
Book TitleSauhard Murti Motilalji Kapadia
Original Sutra AuthorN/A
AuthorAtmanandji
PublisherZ_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf
Publication Year1988
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Story
File Size300 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy