________________ 170 શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ-ગ્રંથ દર્શનને અપૂર્વ તત્ત્વવિનિશ્ચય પિોકારે છે, નિગ્રંથ વીતરાગ શાસન પ્રત્યેનો પરમ પ્રેમ ઉલસે છે, અદ્ભુત વૈરાગ્ય વિલસે છે, અલૌકિક તત્ત્વજ્ઞાનના ચમત્કાર ચમકે છે, ન્યાયવાદિતા-સત્યવાદિતાના રણકાર રણકે છે, મધ્યસ્થ નિષ્પક્ષપાત ન્યાયદષ્ટિ ઝબકે છે, પરમ કરુણામય હદય ધબકે છે, સમદશી–વિશ્વબંધુત્વ ભાવ ભપકે છે, અનુપમ સશીલની સૌરભ મહકે છે. આ મહાદર્શનપ્રભાવક ગ્રંથમાં શ્રીમદે અનન્ય શાસનદાઝથી પદે પદે વીતરાગ શાસનની મહાપ્રભાવના કરી છે, પણ કેટલાંક વિશિષ્ટ સ્થળોએ તો જગના ચોગાનમાં જિનદર્શનની મહાપ્રતિષ્ઠા કરી જગતમાં જિનશાસનને ડંકો વગડાવ્યો છે. - શ્રીમદે પિતે આ ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ આ “સાહસ કર્યું છે. * * એ ફળદાયી થશે.” ખરેખર ! આ “સાહસ ”—મોક્ષમાર્ગનું પ્રભાવન કરનારું આવું ભગીરથ કાર્ય–શ્રીમદ્ જે કોઈ વિરલ ઓલિ જ કરી શકે એવું ખરેખર સાહસ તો હતું જ, અનેભાવિ બનાવોએ બતાવી આપ્યું તેમ, તે મહર્ષિની આર્ષવાણ પ્રમાણે અપૂર્વ ફળદાયી થયું જ,–તે એટલે સુધી કે શ્રીમદ્ રાજચંદ્ર-કલ્પવૃક્ષનું આ અમૃતફળ (nectarfruit) યાવચંદ્રદિવાકરૌ અમર રહે એવું અમૃત ( most immortal, nectar incarnate) બની ગયું ! 5, ચપાટી રેડ, મુંબઈ, 7 ના નાના = = " કે . છે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org