________________ વિશેષાવશ્યક મહાભાષ્ય-રપ ટીકાનું અસ્તિત્વ [135 આટલું જાણ્યા-વિચાર્યા પછી એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગ્રંથપ્રમાણની દૃષ્ટિએ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકા કરતાં કેટયાચાયય ટીકા મોટી છે ખરી; અર્થાત એક ટીકા 10250 શ્લેક જેટલી અને બીજી 13700 શ્લેક જેટલી છે; તે છતાં, તાત્વિક દૃષ્ટિએ જોતાં, ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ વિસ્તૃત અને મહત્ત્વની છે. કેટલીક કથાઓ અને કેટલીક ગાથાઓ કે જેને ક્ષમા મહ૦ ટીકામાં સુગમ જણાવીને છેડી દીધી હોય તેની વ્યાખ્યા, વિવેચન કે સૂચન આમાં ભલે હોય, પરંતુ બાકીનાં દરેક તાવિક કે ચર્ચિક સ્થળો વગેરે અંગે તો ક્ષમાશ્રમણમહત્તરીય ટીકા જ ચડિયાતી છે. ઊડતી નજરે બનેય ટીકાનાં સંખ્યાબંધ સ્થળને સરખાવતાં ક્ષમાશમણુ–મહત્તરીય ટીકા કરતાં ખાસ વિશેષ ગણી શકાય તેવું કેટયાચાર્યાય ટીકામાં કશું જ મારા જોવામાં આવ્યું નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ દેખાયું છે કે, લગભગ ક્ષમાશ્રમણ-મહત્તરીય ટીકાને સામે રાખીને જ કેટયાચાર્ય મહારાજે પોતાની ટીકાનું નિર્માણ કર્યું છે. મેં જે સંખ્યાબંધ સ્થળોની સરખામણી કરી છે તે દરેક સ્થળે ક્ષમા. મહ૦ ટીકા કરતાં કેટયાચાયય ટીકામાં સંક્ષેપ જે જોવામાં આવ્યો છે, એટલું જ નહિ, પણ પ્રમાણ તરીકે આપેલાં ઉદ્ધરણે પણ ક્ષમા મહ૦ ટીકા કરતાં ક્યાંય નવાં જોવામાં આવ્યાં નથી કે ખાસ વિશેષ પણ કશું કરવામાં આવ્યું નથી, આ વિશેનું બનેય ટીકાઓનું વિશેષ અંતઃપરીક્ષણ બીજી વાર કરવા વિચાર રાખે છે. વિદ્વાનોને હું આનંદસંદેશ આપું છું કે પ્રસ્તુત ક્ષમાશ્રમણ—મહત્તરીય ટીકાને શ્રીજિનાગામપ્રકાશિની સંસદ દ્વારા સવાર પ્રકાશમાં મૂકવા બનતું કરવામાં આવશે. વડોદરા, ફાગણ શુદિ 2. (“શ્રી આત્માનંદ પ્રકાશ, ફાગણ, સં. 2004) Jain Education International www.jainelibrary.org