SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ કાનજીભાઈ મ. પટેલ હવે જ્યારે રૂ૫, વય, વેશ અને ભાષાના વિપરીતપણુથી હાસ્યરસ ઉત્પન્ન થાય છે, એમ સૂત્રકાર અને ટીકાકાર (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૫) ની વ્યાખ્યા વાંચીએ છીએ ત્યારે લાગે છે કે ભરતની વ્યાખ્યામાંથી કેટલીક બાબતે ગાળી નાખીને સૂત્રકારે આ વ્યાખ્યા તૈયાર કરી હશે. નાટયશાસ્ત્રમાં આર્યા ઉદ્દત કરી છે કે –“ વિતાવાગૈવિશ્વાશ્ચ વિશ્વ | દારૂતિ ચસ્મારHIણેયો સો દુ: || ” (ના. શા. ૬/૫૦). એમ પણ ઈ શકે કે સંસ્કૃત નાટકને ફક્ત વિદુષક તનની દષ્ટિમાં હોય. વિદુષકની વ્યાખ્યા છે : વિતાવવોઃ ટ્રાચવા વિદ્રુપ” આ ઉપરથી સૂત્રકારે પોતાની વ્યાખ્યા આપી હેય. ભરતમુનિ અનુસાર હાસ્યરસ આમસ્થ અને પરસ્થ એમ બે પ્રકારનો હોય છે. (ના. શા. પૃ. ૩૧૩) સૂત્રકાર આ બાબતમાં મૌન સેવે છે. ભરતમુનિએ સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત અને અતિસિત એવા હાસ્યના છ ભેદ દર્શાવ્યા છે. (ના. શા. ૬/૫૩) આમાંથી કોઈને સીધે નિર્દેશ સૂત્રકાર કરતા નથી, પણ જ્યારે તેઓ કહે છે કે મુખનું વિકસિત થવું, પેટનું પ્રૂજવું, અટ્ટહાસ્ય વગેરે હાસ્યનાં લક્ષણો છે. ત્યારે તેમના મનમાં આ પ્રકારનો કદાચ ખ્યાલ હશે. સૂત્રકારે આપેલું ઉદાહરણ એ હાસ્યનું રમણીય ઉદાહરણ છે. રાત્રે પત્નીના નેત્રનું કાજળ તેના દિયરને ગાલ ઉપર લાગેલું જોઈને ભાભી ખડખડાટ હસી પડે છે. અહીં શૃંગારની છાંટ પણ આહૂલાદક છે. ૮, કરુણરસઃ કરુણરસની ભરતમુનિની ચર્ચા આ પ્રમાણે છેઃ સ જ વાપરાવાનિત છત્તરવિકામિનારવિધવવિદ્રોપધાતવ્યસનરંથો અર્વિમા સમુપાયા (ના.શા. પૃ. ૩૧૭) સૂત્રકાર કહે છે કે પ્રિયને વિયોગ, બંધ, વધ, તાડન, વ્યાધિ, વિનિપાત અને પરચક્રના ભયથી કરુણરસ ઉત્પન્ન થાય છે. અનુ. ટીકાકારની વ્યાખ્યા પણ આવી જ છે. (અનુ. હેમ. વૃત્તિ પૃ ૧૩૫) અહીં પરચકના ભય સિવાયની અન્ય વાતો ભરતમુનિની ચર્ચાને મળતી આવે છે. શોક, વિલાપ, મુખશુષ્કતા, રુદન વગેરે કરુણરસનાં લક્ષણ છે, એમ સૂત્રકાર જે કહે છે તે કરુણરસને અભિનય કેવી રીતે કરો એ વાત દર્શાવે છે. સૂત્રકારનું કરુણરસનું ઉદાહરણ સાદું છે. તેમાં પુત્રીની કરુણદશાનું વર્ણન છે. ૯, પ્રશાન્ત રસ : “શાન્તોડ નવમો રતઃ' એ વાત પાછળથી આવી છે. ભરતમુનિએ નાટકના આઠ રસોની ચર્ચા કરી હોવાથી “નાદ અષ્ટસ: સ્મૃતા:” એમ કહ્યું છે. શાંત રસના સૌથી પ્રબળ વિરોધી ધનંજય અને ધનિકે પણ શાંતરસ નિવૃત્તિપ્રધાન હોય છે અને અભિનયમાં તો પ્રવૃત્તિનું પ્રાધાન્ય હોય છે એમ જણાવી નાટકમાં શાંતરસને સ્વીકાર કર્યો નથી. પણ દશરૂ૫કની એ ચર્ચાથી એટલું જ સિદ્ધ થાય છે કે નાટકમાં શાંતરસની ઉપયોગિતા નથી; પણ એથી શાંતરસને અભાવ ન માની શકાય. શ્રી રામસ્વામી શાસ્ત્રીના મત પ્રમાણે “મને નદિ સાઃ તાઃએવા ભરતમુનિના કથનનો આશય માત્ર નાટકમાં આઠ રસોનું પ્રતિપાદન કરવાને છે; કાવ્યમાં શાંતરસ હોઈ શકે છે. એટલે કે કાવ્યમાં નવ રસ સ્વીકૃત છે. અનુયોગદ્વારસૂત્રકારે ‘ઇવિ વરસા quTત્તામાં નવ રસ એટલે કે શાંત રસને સ્વીકાર કર્યો છે તે ઉક્ત ભાવનાને અનુરૂપ જ છે, ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230213
Book TitleRas Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size814 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy