SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ કાનજીભાઈ પટેલ ૫ બ્રીડનકને સ્થાને કેટલાક ભયજનકસંગ્રામ દિવસ્તુદશ નથી ઉત્પન્ન થતા ભયાનક રસ ગણાવે છે. પરન્તુ ભયાનક તે તેના કારણભૂત રસ રૌદ્રનું જ અંગ છે. માટે તેની પૃથક સત્તા નથી.' એમ કહી તેને અહીં રૌદ્ર રસની અત ત ગઝુતાં જુદે નગણુવા જણાવ્યુ છે. (અતુ. હેમ. વૃત્તિ પૃ ૧૩૫). સૂત્રકારે જેને પ્રશાંત રસ કહ્યો છે તે શાંતરસનું નામાન્તર છે એમ માનવામાં વાંધા નથી. અનુયોગદ્દારસૂત્રમાં પ્રશાંત રસની સ્વીકૃતિમાં માત્ર ધાર્મિક દૃષ્ટિ છે, તને નાટક કે કાવ્ય સાથે કઈ સંબંધ નથી એવુ મંતવ્ય ૐ1, એસ, કે. ડેએ દર્શાવ્યુ છે. (Sanskrit Poetics Vol. I p. 36 f. n ) પણ ડૅા, વી, રાઘવને તેમના આ મતનું ખંડન કર્યું છે. ( The Number of Rasas, page 23 ). સેાના વિશેષક્રમ : ભરતમુનિએ શૃંગાર, હાસ્ય, ક ુણુ, રૌદ્ર, વીર, ભયાનક, ખીભત્સ અને અદ્ભુત એ પ્રકારે રસાને ક્રમ આપ્યા છે ( ના. શા. ૬/૧૫). અભિનવભારતીમાં તે ક્રમનું કારણુ વિગતથી જણાવવામાં આવ્યું છે. શુ`ગાર દરેકને અતિ સુલભ અને સુપરિચિત હેાવાથી સૌને માટે હદ્ય છે, માટે શૃંગારને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. (અનુ. હેમ, વૃત્તિ પૃ. ૧૩૪-૩૫ ૫૨ અનુયોગદ્દારસૂત્રના ટીકાકારે પણ આને ઉલ્લેખ કર્યાં છે. ) હાસ્ય એ શૃંગારનેા અનુગામી છે, માટે શૃંગાર પછી હાસ્યનું સ્થાન છે. હુ!સ્યથી વિપરીત સ્થિતિ કરુણુની છે. એથી તેનું સ્થાન હાસ્ય પછીતુ છે. કરુણતુ... નિમિત્ત રૌદ્રરસ હોવાથી કરુણ પછી રૌદ્રરસનુ` સ્થાન છે. એ પછી કાળ, અર્થ અને ધર્મપ્રધાન વીરરસ આવે છે. વીરરસનુ મુખ્ય કાર્ય ભયમીતને અભય પ્રદાન કરવાનું હાઈ વીરરસની સાથે તેના વિરાધી ભયાનકને સ્થાન આપવામાં આવે છે. વીરરસના પ્રભાવથી ખીભત્સ દશ્ય ઉપસ્થિત થાય છે, એથી ભયાનક પછી ખીસસને મૂકવામાં આવે છે. કહ્યુ` છે કે “ અંતમાં અદ્ભુતને સ્થાન આપવુ જોઈએ.” : પર્યંતે ર્તવ્યો નિત્યં સોડમ્રુત: II ( ના. શા. ૧૮.૪૩ ) : એથી આઠ રસામાં છેલ્લું સ્થાન અદ્ભુતનું છે. ત્યાર પછી ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગના સાધનભૂત પ્રવૃત્તિ ધર્માથી વિપરીત નિવૃત્તિધર્મપ્રધાન અને મેાક્ષફળવાળા શાંત રસ આવે છે. ( તા. શા−ગા. એ. સિ, પૃ. ૨૬૭). અનુયોગદ્દારસૂત્રકારે શૃંગારને સ્થાને વીરરસને પ્રથમ સ્થાન આપ્યું છે. એ માટે તેમણે કોઈ કારણ નથી આપ્યું. પણ ટીકાકાર મલધારી હેમદ્રે આપેલ કારણ વિશેષ નોંધપાત્ર છે. તેમના જણાવ્યા પ્રમાણે વીરરસના પાઠ પહેલેા રાખવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે લેાકોને તપ અને કનિગ્રહ કરવામાં જે પ્રેરણાત્મક ગુણુ હાય છે તે ફક્ત વીરરસમાં જ હોય છે. હારે। ગુણુ કરતાં પણ વધારે પડતો ત્યાગ ગુણુ મનાય છે. તપ અને શ્રુત પશુ મેાક્ષ આપનારાં છે. અનુ. હેમ, વૃત્તિ, પૃ. ૧૩૫ ) વળી, વિચાર કરતાં જણાય છે કે જૈનધર્મના આ આચાર્ય નિજ ધર્માંના મહાપુરુષ ભગવાન મહાવીર સ્વામીનુ શૃંગાર રસ વિષયક કોઈ ઉદાહરણ મળી શકે જ નહી. તેથી તને રથાને વીરરસથી જ ક્રમને આરભ કર્યા હોય. વીરરસની ચર્ચા જો પ્રથમ થાય તા પ્રથમ મહાવીર સ્વામીનું ઉદાહરણ શકય બને. વળી, ‘ મહાવીર' માં ‘વીર ’ શબ્દને સમાવેશ થઈ જાય છે. ઉપરાંત, વીરરસના ત્રણે પ્રકારા – ધર્મ વીર, દાનવીર, યુદ્ધવીર્—તે સમાવી શકાય તેવુ એક જ ઉદાહરણુ અને તે પણુ મહાવીર સ્વામીનું પ્રથમ આવે તેા તે વિશેષ ઉપયુક્ત ગણાય. આથી સૂત્રકારે વીરરસને પ્રથમ સ્થાન આપ્યું હોય એમ બને. વીર્ પછી શુંગાર આવે છે. અદ્ભુત રસ શૃગાર પછી તરત જ તેમણે મૂકયો છે. રૌદ્રના ક્રમ એ જ રાખ્યા છે; જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230213
Book TitleRas Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size814 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy