________________
- ૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ પ્રથિવી મહિલાને હદે હાર સૈર અભિરામ રે; સરિતા પસરી સહિઈ દેવી પસરે કામ રે. મેઘ ઘટા મહિષી વલી પૃથિવી ને આકાશે રે;
પય ઝરંતી ગાજે ઘણું શ્યામ વરણ સુપ્રકાશે રે. આ ઉપરથી કવિની સ્પષ્ટ રીતે ચમકતી કાવ્યરસિકતા કેના ખ્યાલ બહાર રહે એમ છે? આ ઉપરાંત એમણે ગદ્યની રચના કરી છે. શ્રી યશોવિજયજીકૃત સીમંધરજિનના ૩૫. ગાથાના સ્તવન પર બાલાવબોધ ર –૨૦ સં. ૧૮૩૦; “ગૌતમકુલક” ઉપર બાલાવબોધ રચે છે–સં. ૧૮૪૬; તેમ યશોવિજયજી કૃત મહાવીર સ્તવને બાલાવબોધ સં. ૧૮૪માં, “ગૌતમપૃચ્છા” બાલાવબોધિની સં. ૧૮૮૪માં અને સંયમશ્રેણિ સ્તવન પર ટબાની રચના કરી છે.
કવિશ્રી પિતાની નાની-મોટી તમામ કૃતિઓમાં પિતાના ગુરુનું “ઉત્તમ” શબ્દ દ્વારા સ્મરણ કરતા હોય છે. એ તેમની અસાધારણ ગુરુભક્તિ જ કહેવાય?
જિન ઉત્તમ ગુણેતા પદ્મને સુખ દિતા. ' વાંચનાર તથા સાંભળનારને જે કવિતાને સમૂહ રસ પેદા કરે તેને સાધારણ રીતે રાસ કહેવામાં આવે છે. પ્રસ્તુત રાસમાં મદન અને ધનદેવનું કથાનક સરસ રીતે વર્ણવાયેલ છે, એટલે આ કવિતાનું “રાસ” નામ સાર્થક બનેલ છે.
ભાષા
" ભાષા અંગે વિશેષ લખવા જેવું નથી, કારણ કે આ રાસની ભાષા ૧૯મા સૈકાના મધ્યકાળની છે, એટલે લગભગ ચાલુ ગુજરાતી ભાષા જેવી છે; રાસ વાંચતાં તરત સમજાય તેવી સુગમ છે. કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પંડિત છે તેથી રાસમાં કેટલીક જગાએ સંસ્કૃત અને પ્રાકૃત શબ્દ જોવા મળે છે. પરંતુ સંદર્ભ જોઈને વાંચનારે કે સાંભળનાર તે શબ્દોના અર્થ તરત સમજી શકે એમ છે.
આધાર શ્રી પદ્યવિજયજીએ પિતાની મતિકલ્પનાથી આ રાસ રચ્યું નથી, પરંતુ પૂર્વાચાર્યોએ આ કથાનકની રચના કરી છે, તેના આધારે પિતે રાસની રચના કરી છે. તે માટે તે રાસના અંતે આ રીતે ઉલેખ કરે છે –
તસ આસન સહાગુરુ એ જાણે જૈન સિદ્ધાંત; શ્રી ગુરુ ઉત્તમવિજ્યજી એ રે વૈરાગી એકાંત. તસ પદપદ્મ ભ્રમર સમો પવવિજય વર નામ; ગુરુકિરપાથી કીધલે રે એહ રાસ અભિરામ. પંચમ સુમતિ જિનેસરૂરે તેહના ચરિત્ર મંઝારી
શ્રી જયાનંદચરિત્રમાંથી રે ભાગે એ અધિકાર. પાંચમા તીર્થકર સુમતિનાથના ચરિત્રમાં તેમ શ્રીજયાનંદકેવલીચરિત્રમાં આ કથાનક આવેલ છે તેના આધારે આ રાસની રચના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org