SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ પં. શ્રી રમણીકવિજયજી શ્રી પદ્મવિજયજી વિરચિત મદન ધનદેવરાસ કર્તાના ગુરુનું નામ મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી છે. કર્તા શ્રી પદ્મવિજયજી કિદ્વારક પંડિત શ્રી સત્યવિજયજીની પરંપરામાં થયેલા છે. તેમનો પરિચય આ પ્રમાણે છે :- અમદાવાદમાં શામળાની પિાળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં એની ભાર્યા ઝમકુથી વિ. સં. ૧૭૯૨ ના ભાદ્રપદ શુદ બીજને દિને એક પુત્રને જન્મ થયો. એનું નામ પાનાચંદ રાખ્યું. છ વર્ષની વયે માતા મરણ પામી. વિ. સં. ૧૮૦પના મહા સુદ પાંરામને દિને, ૧૩ વર્ષની વયે, પાનાચંદે મુનિવર્ય શ્રી ઉત્તમવિજયજી પાસે રાજનગરમાં દીક્ષા લીધી. નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. પછી ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો અને સૂરતમાં સુવિધિવિજયજી પાસે શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) તથા કાવ્ય, અલંકાર આદિનો અભ્યાસ કર્યો. ઉપરાંત, એમણે તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું. પછી તપગચ્છના વિજયધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં વિ. સં. ૧૮૧૦માં પદ્મવિજયઅને પંડિત પદ આપ્યું. ત્યાંથી સંઘ સાથે ગિરનાર, નવાનગર, શત્રુંજય તીર્થની યાત્રા કરીને તેઓએ ભાવનગરમાં ચોમાસું કર્યું. વિ. સં. ૧૮૧૩ અને ૧૮૧૪નાં માસાં સૂરતમાં કર્યો. તે પછી તેઓના ગુરુશ્રીએ એમને બુહરાનપુર મોકલ્યા. ત્યાં ચોમાસું કરી દક્ષિણ દેશમાં કેટલોક સમય વિચરી તેઓએ બુહરાનપુર આવી સ્થાનકવાસી સાથે વાદ કર્યો. સં. ૧૮૧૫-૧૬નાં ચોમાસાં ત્યાં કરી ૧૭નું ચોમાસું ખંભાતમાં કર્યું. પછી શત્રુંજય આવી રૂપચંદ ભીમના જિનપ્રાસાદમાં અનેક બિંબની પ્રતિષ્ઠા કરાવી. ઘોઘા જઈ ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. પાટણમાં ચોમાસું કરી સિદ્ધપુર, પાલનપુર—એમ ફરીને સંઘ સહિત આબુની યાત્રા કરી. પછી રાધનપુર બે ચોમાસાં કરી સં. ૧૮૨૧માં સિદ્ધપુરમાં ચોમાસું કરી રાજનગર ને સૂરત ગયા. સૂરતના તારાચંદ સંઘવીને સિદ્ધાચલમાં ૨૯૫ બિંબની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થઈ તે પદ્મવિજયજીએ પૂરી પાડી. પછી સમેતશિખરની યાત્રા કરી મકસુદાબાદમાં પ્રતિષ્ઠા કરી. સં. ૧૮૨૫માં નવસારી ચોમાસું કરી ગુરુ ઉત્તમવિજયજી સાથે રાજનગરમાં આવ્યા. અહીં સં. ૧૮૨૭માં ગુરુ દિવંગત થયા. પછી પિોતે સં. ૧૮૩૦માં સાણંદ સમાસું કરી રાજનગરમાં ત્રણ ચોમાસાં કર્યા. પછી બે માસાં વીસનગરમાં કર્યો. પાટણ આવી પ્રેમચંદ લવજીએ કાઢેલા સંઘ સાથે સિદ્ધાચલ ગયા. સં. ૧૮૩૮ અને ૧૮૩૯ માં લીમડીમાં ચોમાસા કર્યા. અહીંથી વિસનગર ગયા અને ત્યાં ચોમાસું કર્યું. સં. ૧૮૪૩માં રાધનપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી વીરમગામમાં ચૈત્યપ્રતિષ્ઠા કરી તે જ વર્ષના જેઠ માસમાં રાધનપુરના દેવરાજ મસાલીએ ગોડીજીની યાત્રા માટે કાઢેલા સંઘ સાથે ગયા. સં. ૧૮૪૪ ના માઘ વદિ ૮ ગુરુવારે પાટણમાં બિંબપ્રતિષ્ઠા કરી. પછી રાધનપુર, પાટણ વગેરે સ્થાનમાં ચોમાસાં કરી સં. ૧૮૪૮માં રાધનપુર ચોમાસું કરી ત્યાંથી વિમલાચાલ જઈ લીબડી થઈ સૂરત આવી રદેર જઈ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. ખંભાત આવી ફરી સિદ્ધાચલની યાત્રા કરી લીંબડી આવ્યા. ત્યાં પણ સ્થાનકવાસી સાથે વાદ કર્યો. પછી હૃદયરામ દીવાને કાઢેલ ગોડીજીના સંઘ સાથે જોડાઈ યાત્રા કરી લીંબડી ચોમાસું કર્યું. પછી સં. ૧૮૫૩માં રાજનગરમાં ચોમાસું કર્યું. અહીં શ્રીમાલી લમીચંદ શેઠે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા ૧૮૫૪ના મહા વદિ ૫ ને સોમવારે કરાવી, તેમાં ૪૭૨ જિનમૂતિઓ અને ૪૯ સિદ્ધચકની પ્રતિષ્ઠા કરી, પછી રાજનગરના ઓસવાળ હર્ષચંદ સંઘવીએ સિદ્ધાચલને મોટો સંઘ કાઢયો. સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy