SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ -મહેાત્સવ-અ થ ચડાના મુશળથી ભય પામીને તુ પ્રથ'ડાને શરણે ગયા, પણ અત્યારે મારાથી હણાતા તું કાને શરણે જઈ શકે તેમ છે ?” આમ કહીને તે ઘેટાને વારંવાર મારવા લાગી. ઘેટાના પોકારથી લાકો એકઠા થઈ ગયા અને બેલ્યા, “ રે નિર્દય ! આ પશુને શા માટે મારે છે?’’ ત્યાર પછી તેણીએ મંત્રેલુ' પાણી ઘેટા પર છાંટયુ'. એટલે તરત ઘેટો જટાધારી તાપસ થઈ ગયા. તે જોઈ માસાએ તાપસને પૂછ્યું, “હું પૂજ્ય ! આ શું ?” ત્યારે તેણે પાતાના વૃત્તાંત કહ્યો. તે સાંભળી લેાકેા આશ્ચર્ય પામ્યા. ભય પામેલા તાપસ ત્યાંથી નાસી ગયા. વિદ્યુલ્લતા વિચાર કરે છે કે મને ધિક્કાર છે કે મે' નિરપરાધી તાપસને માર્યા ! લેાકમાં મારી નિંદા થઈ અને પતિના વિયાગ થયો. મઢન વિચારવા લાગ્યા કે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવા યાગીઓ પણ સમર્થ નથી. તેથી ચંડા, પ્રચંડા ને વિદ્યુલ્લતા એ ત્રણેને તજીને હવે હું આત્મહિત કરીશ. આ પ્રમાણે વિચારી મન શેઠ હસ`તી નગરીએ પહેોંચ્યા. છઠ્ઠી ઢાળ—ત્યાં ઉદ્યાનમાં તેણે આદિજિષ્ણુ નું ચૈત્ય જોયું. ભગવાનની સ્તુતિ કરીને તે રગમ'ડપમાં બેઠા. તે વખતે સુંદર વેષવાળા એક યુવાન તેની પાસે આવીને બેઠા. તેને દુઃખી જોઈ ને મને પૂછ્યું : “હું મિત્ર! તુ` કેણુ છે અને શા માટે નિ:શ્વાસ મૂકે છે ?” તે એલ્યેા : “મારું દુઃખ પછી કહીશ. પહેલાં તમે કોણ છે તે કહેા.” ત્યારે લા સાથે મદન શેઠે પેાતાના સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી ધનદેવ નામના તે યુવાન ખેલ્યા : “ તમારા દુઃખ કરતાં મારુ' દુઃખ અલ્પ છે.” મને કહ્યું, “ તમારા વૃત્તાંત કહેા.” એટલે ધનદેવ આ પ્રમાણે કહેવા લાગ્યા : સાતમી ઢાળ—“ આ નગરીમાં ધનપતિ નામે શ્રેષ્ઠી હતા. તેને લક્ષ્મી નામની ભાર્યા હતી. તેમને બે પુત્રી હતા: પ્રથમ ધનસાર, ખીજો ધનદેવ. બન્નેને સર્વ કળા ભણાવી એ કન્યાઓ પરણાવી. તેમના કેટલેાક કાળ આનંદમાં વ્યતીત થયા. તેમનાં માતાપિતા જૈનધર્મનું આરાધન કરી સ્વગે ગયાં. બન્ને ભાઈ એ પરસ્પર સ્નેહથી રહેતા, પરંતુ સ્ત્રીઓ કલહ કરતી હતી. તેથી ધનાક્રિક વસ્તુએ વહેંચીને તે જુદા રહેવા લાગ્યા. નાનાભાઈ ને ઉદ્વેગ પામેલા જોઈ ને માટા ભાઈ એ ઉદ્વેગનું કારણ પૂછ્યું, ત્યારે નાનાભાઈ એ પેાતાની સ્ત્રી તરફ અસતાષ બતાવ્યા, તેથી મેાટાભાઈ એ રૂપગુણયુક્ત એવી બીજી કન્યા શેાધી તેની સાથે ધનદેવને પરણાવ્યેા. દુઃ આઠમી ઢાળ——નવી સ્રી સાથે ધનદેવ ભાગ ભગવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે પણ સ્વેચ્છાચારી નીકળી. એક દિવસ બન્ને સ્ત્રીઓનું ચરિત્ર જાણવાની ઇચ્છાથી ધનદેવે કહ્યું : “ મને આજે જવર આવ્યા છે.” અને પછી તે સૂઈ ગયા, નાસિકાના ઘેર શબ્દ લાવવા લાગ્યા. તેને નિદ્રાવશ થયેલા જાણી મેાટી સ્રીએ નાનીને કહ્યું : “બહેન, ઝટ બધી સામગ્રી તૈયાર કર.” પછી બન્ને જણી એક આમ્રવૃક્ષ પર ચઢી. તે વખતે ધનદેવ પણ ગુપ્ત રીતે આમ્રવૃક્ષના કાટરમાં બેસી ગયા. પછી તે સ્રીએએ મ`ત્રજાપ કર્યો, એટલે એ આંખે આકાશમાં ઊડીને રત્નદ્વીપના રત્નપુર નગરમાં ગયા. બન્ને જણી નગરમાં ઇચ્છા પ્રમાણે આશ્ચર્યા જોવા લાગી. ધનદેવ પણ તેમની પાછળ ગયા, અને તેમનું આવું ચરિત્ર જોઈ ને આશ્ચય પામ્યા. નવમા ઢાળ—તે નગરમાં શ્રીપુંજ નામના શ્રેષ્ઠી હતા. તેને ચાર પુત્રો ઉપર એક શ્રીમતી નામની પુત્રી હતી. તેના અત્યારે લગ્નોત્સવ ચાલતા હતા. તેને પરણવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230187
Book TitleMadan Dhandev Ras
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy