________________
ઘડીએ ન ધારેલું બને, દા. ત. રામચંદ્રજીનું વનગમન, અચાનક લૉટરી લાગી જતાં ગરીબનું ધનવાન બની જવું. અવશ્ય સુખ કે દુઃખ આપનારું કર્મ જૈન પરિભાષામાં ‘નિકાચિત’ કહેવાય છે. નિયતિ એ નિકાચિત કર્મનું પરિણામ બતાવતું કારણ છે.
અન્ય ઉદાહરણથી આ પાંચ સમવાય કારણો વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે. એક વિદ્યાર્થી યુનિવર્સિટીની ડીગ્રી. પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તે માટે અભ્યાસની કાળ મદિા સ્વીકારવી પડે છે, વિદ્યાર્થીના સ્વભાવનો સ્વીકાર કરવો પડે છે, અનુકૂળ કર્મ અને નિયતિનો પણ સ્વીકાર કરવો પડે છે. ઉદ્યમનો પણ સ્વીકાર કરવો પડે છે. કોઈ પણ કાર્ય પાછળ આ પાંચેય કારણો અવશ્ય વિદ્યમાન હોય છે. તેમાં કોઈ કારણ ગૌણ કે કોઈ મુખ્ય હોઈ શકે છે, પરંતુ કોઈ કારણનો સર્વથા અભાવ તો ન જ હોય.
૫. પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી સન્મતિ તર્ક ' માં લખે છે કે
कालो सहाव नियई पुव्वकयं पुरिस कारणेगंता।
મિચ્છાઁ તે , સમાસનો હોત્તિ સમત્ત || ૩ - ૫૩ || કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ ઉદય એ પૈકી કોઈ એકનો એકાન્ત પક્ષ કરવામાં મિથ્યાત્વ છે. એ પાંચેયને યોગ્ય રીતે સ્વીકારાય તે સમ્યક્ત્વ છે. તે જ્ઞાનક્રિયાનો સમન્વય
મુક્તિની સાધના માટે જ્ઞાન અને ક્રિયા બંનેનો સમન્વય આવશ્યક ગણાય છે. વિશેષાવશ્યક ભાષ્ય’ માં કહયું છે કે, ક્રિયા વિનાનું જ્ઞાન હણાયેલું સમજવું અને જ્ઞાન વગરની ક્રિયા હણાયેલી સમજવી. ઉદાહરણ તરીકે દેખવા છતાં પાંગળો અને દોડવા છતાં આંધળો બંને બળી મૂઆ, જ્ઞાન અને ક્રિયા બેના સંયોગથી જ ફળસિદ્ધિ થાય છે. અન્યના ખભા પર પંગુ બેસે અને પંગુના કહેવા પ્રમાણે અન્ય ચાલે તો નગરે પહોંચી શકાય. તરવાની વિદ્યા જાણનાર તરવાની ક્રિયા વિના પાર ઉતરી શકે નહિ. જ્ઞાન વિહુણી ક્રિયા આંધળી છે અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળું છે. બંને ભળવાથી રથના બે પૈડાની જેમ મોક્ષરૂપી ઈષ્ટ નગરે પહોંચી શકાય છે. નિશ્ચય અને વ્યવહાર દ્રષ્ટિ
જીવના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એ જૈનધર્મમાં અંતિમ ધ્યેય મનાયું છે. જે દ્રષ્ટિ વસ્તુના મૂળ કે તાત્ત્વિક સ્વરૂપને સ્પર્શે છે, તે નિશ્ચય દ્રષ્ટિ કહેવાય છે. વસ્તુની વ્યાવહારિક અવસ્થાને સ્પર્શતી દ્રષ્ટિ તે વ્યવહાર દ્રષ્ટિ કહેવાય છે. વ્યવહાર દ્રષ્ટિ ક્રિયાયુક્ત છે. નિશ્ચય દ્રષ્ટિ જ્ઞાન યુક્ત છે. નિશ્ચય દ્રષ્ટિથી ધ્યેય નક્કી થાય છે.
વ્યવહાર દ્રષ્ટિથી સાધનાનો ક્રમ સેવાય છે. “નિશ્ચય દ્રષ્ટિ હૃદયે ધરી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પ્રાણીઆઈ લેશે ભવનો રે પાર” (ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ.) નિશ્ચય ધ્યેય બતાવે છે અને વ્યવહાર ધ્યેય લક્ષ્ય સુધી પહોંચાડે છે, માટે બંને શ્રી વીતરાગ શાસનને માન્ય છે. એકલા જ્ઞાનથી મોક્ષ નથી, તેમ એ કલી ક્રિયાથી પણ મોક્ષ નથી. બંને પરસ્પર સાપેક્ષ છે. અને જ્યાં
અપેક્ષા છે ત્યાં સ્યાદ્વાદ છે, એ નક્કર સત્ય છે. પ્રમાણ અને નય
પ્રમાણ એટલે જ્ઞાન અને નય એટલે પ્રમાણ ભૂત જ્ઞાનનું અંશરૂપ જ્ઞાન વસ્તુના સમગ્ર રૂપે થતા બોધને જૈન પરિભાષામાં ' પ્રમાણ ” કહેવાય છે. અંશે થતા બોધને ‘નય’ કહેવાય છે. પ્રમાણના પાંચ પ્રકાર છે. ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪ મન:પર્યવ જ્ઞાન પ. કેવલ જ્ઞાન. જૈન દર્શનમાં અવધિ, મન : પર્યાવ અને કેવલ એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન છે, જ્યારે મતિ ને શ્રુત બંને પરોક્ષ જ્ઞાન છે. સમુદ્રનું બિંદુ સમુદ્ર ન કહેવાય, તેમ અસમુદ્ર પણ ન કહેવાય, કિંતુ સમુદ્રનો અંશ કહેવાય. તે પ્રમાણે નય પ્રમાણનો અંશ છે. જેટલા વચનના પ્રકારો થઈ શકે, તેટલા નયના પ્રકારો થાય. પરંતુ જૈન દર્શનમાં બહુ જાણીતા એવા સાત નયો છે. મુળ રૂપે તો નયના મુખ્ય બે ભેદ છે ૧. દ્રવ્યાર્થિક નય અને ૨. પયયાર્થિક નય. મૂળ પદાર્થ ને ‘ દ્રવ્ય ' કહેવામાં આવે છે. મૂળ દ્રવ્યમાં થતા ફેરફારને પયય કહેવામાં આવે છે દ્રવ્યાર્થિક નય એટલે વસ્તુના મૂળ દ્રવ્ય પર લક્ષ્ય આપતો વિચાર. પયયાર્થિક નય એટલે વસ્તુના પરિવર્તન પર લક્ષ્ય આપતો વિચાર દ્રવ્યની પ્રધાનતા. માનનારો નય તે દ્રવ્યાસ્તિક કે દ્રવ્યાર્થિક નય કહેવાય, અને પયિની પ્રધાનતાવાળો જે નય તે પયિાસ્તિક કે પયયાર્થિક નય - કહેવાય. દ્રવ્યાર્થિક નયના નૈગમ નય, સંગ્રહ નય અને વ્યવહાર નય એમ ત્રણ ભેદો પડે છે. પાયયાર્થિક નયના ઋજુ-સૂત્ર-નય, શબ્દ નય, સમભિરૂ નય અને એવભૂત નય. એમ ચાર ભેદો પડે છે. એ રીતે સાત નય કહેવાય છે. ૧. નૈગમન - વસ્તુમાત્રમાં સામાન્ય અને વિશેષ અંશરૂપ ધર્મ હોય છે. તે તે અપેક્ષાએ વસ્તુ સામાન્ય રૂપે તેમ જ વિશેષ રૂપે જણાય છે. આ કાર્ય નૈગમ નય કરે છે. દા. ત. વસ્ત્ર, વસ્ત્ર તરીકે તે સામાન્ય છે, પરંતુ ખમીસ તરીકે તે વસ્ત્ર વિશેષ છે. એમાંયે બીજાં ખમીસની સાથે આ ખમીસ સામાન્ય છે પરંતુ સફેદ હોવાથી બીજા રંગીન કરતાં એ વિશેષ છે. આ રીતે સામાન્ય તેમજ વિશેષરૂપે જ્ઞાન નૈગમ નયથી થાય છે. ૨, સંગ્રહ નય- આ નયથી વસ્તુ માત્રને સામાન્ય રૂપે જાણી શકાય છે. દા. ત. ચર્મ ચક્ષુથી દેખાતા જગતના સઘળા પદાર્થો અનિત્ય છે. જેની ઉત્પત્તિને વિનાશ સંભવે તે અનિત્ય ગણાય. અને જેની ઉત્પત્તિ કે વિનાશ કોઈ કાળે થતો નથી, તેમજ એક સ્થિર સ્વભાવ જેનો છે, તે નિત્ય પદાર્થ છે. આ સંગ્રહ નય વિશ્વનાં સઘળા પદાર્થોને પોતાના ઉદાર પેટાળમાં સમાવે છે. સત્તા રૂપે બધાય પદાર્થને એકરૂપે આ નય માને છે. સામાન્ય સ્વરૂપે માને છે. નદી સમુદ્ર કુવો તળાવ બધુંજ જળ છે, અહીં સમગ્રને સામાન્ય તરીકે જાણ્યું તે સંગ્રહ નયજ્ઞાન ૩. વ્યવહાર નય - આ નય લોકવ્યવહાર મુજબ વસ્તુને વિશેષ રૂપે જાણે છે. સતું રૂપ વસ્તુને જડ અને ચેતન એમ બે પ્રકારે દર્શાવી આ પ્રકારોનું અનેક ભેદો પૂર્વક વિસ્તૃત વિવેચન કરવાનું આ નયનું કામ છે. આ નય પૃથકરણ કરે છે. સંગ્રહ નયમાં એકીકરણનો મનોવ્યાપાર કરે છે, વ્યવહાર નયમાં પૃથક્કરણનો
પિતાના સેના, રવિ દાદની રાજધાની માગણી
| પ૯
अज्ञानी बनकर फॅसा, किया बहुत संभोग । जयन्तसेन बिना दमन, उदित हो कई रोग ।।
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only