Book Title: Mahavir no Syadwad
Author(s): Jayendra Shah
Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ||5) ભગવાન મહાવીરનો સ્યાદ્વાદ (શ્રી જયેન્દ્રભાઈ શાહ, મુંબઈ) bh ભરતોત્રમાં આ અવસર્પિણી કાળના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર દેવે અગાઉના તીર્થંકરોના બોધની પરંપરામાં અહિંસા અને અનેકાન્તવાદની વિશ્વને આપેલી ભેટ અમૂલ્ય છે. અહિંસા અને અનેકાન્ત-વાદ પરસ્પર આધારિત છે. અનેકાન્ત દ્રષ્ટિ વિના અહિંસાનું પૂર્ણ પાલન અસંભવિત છે. સૂક્ષ્માતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિ, સંપૂર્ણ જીવદયા, કર્મબંધ અને મોક્ષની મીમાંસા, અનેક દ્રષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન, એ પ્રભુ મહાવીરની વિશ્વને મળેલી અમૂલ્ય અને અદ્વિતીય બૌધ સંપત્તિ છે. પ્રસ્તુત લેખમાં વસ્તુને અનેક દ્રષ્ટિકોણથી સમજવાની સ્યાદ્વાદ કે અનેકાન્તવાદની વ્યાપક દ્રષ્ટિ જૈન દર્શનમાં કેવી રીતે વ્યક્ત થઈ છે ? વ્યવહાર તેમજ અધ્યાત્મમાં આ દ્રષ્ટિનું શું મહત્વ છે? તે જોઈએ.. .. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી સિદ્ધ હેમ શબ્દાનું શાસન માં સ્યાદ્વાદની વ્યાખ્યા આ રીતે આપે છે. दूत्त्यव्ययम्, अनेकान्त घोतकम्, ततः स्यादवाद:अनेकान्तवादः नित्या नित्या धनेक धर्मशबलैकवस्त्वभ्युपगम इति યાવત્ । - સ્વાતુ એ અય છે, જે અનેકાન્ત અર્થનું ઘોતન કરે છે. એ ઉપરથી સ્યાદ્વાદ એટલે અનેકાન્તવાદ. એટલે કે, નિત્યઅનિત્યાદિ અનેક ધર્મોનો એક વસ્તુમાં જે સ્વીકાર કરવો, તેનું નામ સ્યાદ્વાદ કહેવાય. પંડિત સુખલાલજીએ નોંધ્યુ છે કે, અનેકાન્ત વિચારસરણીનો ખરો અર્થ એ છે? સત્ય દર્શનને લક્ષ્યમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસ વર્તુળમાં યોગ્ય રીતે સ્થાન આપવું. વસ્તુના અનંત ધર્મો છે. ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુઓથી એકબીજાના વિરોધી દેખાતા ધર્મોનો સ્યાદ્વાદમાં સ્વીકાર થાય છે. દા. ત. એક જ પુરુષ જાદી જુદી અપેક્ષાએ સંબંધ વિશેષે પિતા, પુત્ર, કાકા, મંત્રી, મામી, સસરી, જમાઈ તરીકે ઓળખાય છે. હાથીના એક એક અવયવને ઓળખીને તેને હાથીનું પૂર્ણરૂપ સમજી હાથીનું વર્ણન કરનારા અંધજનો, આંશિક શાનને પૂર્ણ જ્ઞાન માનતા હતા, તેથી તેમનો અભિપ્રાય ખોટો હતો. એક ઢાલની એક બાજુ સોનાની અને બીજી બાજુ ચાંદીની મઢેલી છે. તેને બે બાજુ જોનારા જુદા જાદ્ય માણસો જુદી રીતે જાએ, તે અપૂર્ણ દર્શન છે. બંને બાજોએ જોનારનું દર્શન પૂર્ણ દર્શન છે. વસ્તુના અનેક ધર્મોના વિચાર વિનિયમથી તેનું જ્ઞાન સંપૂર્ણ બને છે. અનેક ધર્મોના સમન્વયથી વસ્તુ સ્વરૂપ સાચું સમજાય Jain Education International શ્રી જયેન્દ્રભાઈ શાહ શ્રીમદ્ જનીનમ. ભિમન પ્રફ્યુજરાતી વિભાગ FLAT છે. · સાત્ * એટલે અમુક અપેક્ષાએ, અને વાદ એટલે કથન. અપેક્ષા પૂર્વક કથન એટલે સ્યાદવાદ. અનેકદ્રષ્ટિ યુક્ત કથન, એટલે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ જે વના તે અનેકાન્તવાદ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય. . વિશ્વવંદ્ય વિષે વિભુ સર્વજ્ઞ ભગવાન મહાવીરદેવ પ્રત્યેક પદાર્થના મુખ્ય ત્રણ ધર્મો કહ્યા છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય. ઉત્પાદ એટલે ઉત્પત્તિ. વ્યય એટલે નાશ અને ધૌ એટલે સ્થિતિ. શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સૂત્ર છે કે . કે હવા-ચય-પ્રાવપુરા મૃત્યુ " આ સૂત્રને દ્રષ્ટાંતની મદદથી સમજીએ તો, સૌનાની કંઠીને તોડીને એમાંથી કુંડળ બનાવવામાં આવે છે. ત્યારે કંઠીનો નાશ અને કુંડલની ઉત્પત્તિ થઈ કહેવાય. પરંતુ કુંડલની ઉત્પત્તિ નવી નથી. કંઠીનો આકાર બદલાયો અને કુંડળનો થયો. કંઠી અને કુંડલ, બંને સુવર્ણરૂપમાં તો એક જ છે. કુંડલ રૂપે ઉત્પત્તિ, કંઠી રૂપે નાશ અને સુવર્ણની સ્થિતિ, એ ત્રણેય બાબતો આ ઉદાહરણમાં સ્પષ્ટ થઈ. જે મૂળ વસ્તુ સ્થાયી છે. તેને જૈન ર્વિભાષામાં ' દ્રવ્ય " કહેવામાં આવે છે. અને જેની ઉત્પત્તિ અને નાશ થાય છે તેને · પચિય " કહેવામાં આવે છે. દ્રવ્યથી દરેક પદાર્થ નિત્ય છે અને પર્યાયથી એટલે અવસ્થા ભેદથી દરેક પદાર્થ અનિત્ય છે. આમ વસ્તુને એકાન્ત નિત્ય કે અનિત્ય નહિ માનતાં નિત્યાનિત્યરૂપે જોવાની શૈલી એ સ્યાદ્વાદ છે. વસ્તુ માત્ર મૂળ દ્રવ્ય રૂપે સ્થાયી યાને નિત્ય છે. અને અવસ્થા ભેદે અનિત્ય છે. આનો પણ સાર એ છે કે દ્રવ્યની અપેક્ષાએ દરેક પાછું નિત્ય અને સ્થાયી છે અને પક્ષિયની અપેક્ષાએ રિવર્તનશીલ છે. વસ્ત્રના તાકામાંથી કોટ પાટલૂન બનાવ્યા હોય તો ત્યાં તે વસ્ત્રના તાંતણાના અણુઓ પરમાણુઓ મૂળ દ્રવ્ય રૂપે કાયમ છે, કારણ કે પરમાણુઓનો કદાપિ નાશ થતો નથી. કોટ પાટલૂનના રૂપમાં તે ઉત્પન્ન થયું છે. તાકો અને કોટ પાટલૂન એ વસ્ત્રનાં અવસ્થાંતરો થયાં. એક જ માણસ બાળક મટીને યુવાન, યુવાન મટીને વૃદ્ધ થાય છે. માણસ તરીકે બધી અવસ્થામાં સમાન છે. એ રીતે આત્મા મૂળ દ્રવ્ય રૂપે નિત્ય છે. તેની અવસ્થાઓમાં પરિવર્તન થતું હોવાથી પર્યાયની દ્રષ્ટિએ અવસ્થા ભેદે આત્મા અનિત્ય છે. એક મનુષ્ય મટીને દેવ થયો. બંને અવસ્થામાં તે આત્મા રૂપે એક જ છે. આ આત્માના મનુષ્ય પર્યાયનો નાશ થયો અને દૈવ પશ્ચિમની ઉત્પત્તિ થઈ, એમ કહેવાય. આ રીતે જૈન દર્શનમાં આત્માને નિત્ય અને અનિત્ય, યાને પરિણામી માનવામાં આવ્યો છે તો, જો આત્માને માત્ર નિત્ય જ માનવામાં આવે તો તેમાં સુખ દુઃખની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, જુદાં જુદાં પરિવર્તનો સમજાવી શકાશે નહિ. આત્માને નિત્ય માનીને પણ જો પરિણામી ૫૭ For Private & Personal Use Only काम विषय आशक्ति में मिले नहीं आराम । जयन्तसेन इसे तजे, जीवन सुख का धाम ॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6