SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓએ વિહાર તો કરવો જ પડે છે. એ વિહારમાં ખુલ્લા પગે ચાલવાનું હોવાથી પગમાં શ્રમ સહન કરવાની શક્તિ હોવી જ જોઈએ. કોઈ પણ રથ ગાડી કે વાહનનો પરિગ્રહ વધે છે, એથી એનો ઉપયોગ સાધુ માટે ઉચિત જ નથી. કારણકે પરાધીનતા પેદા થાય છે, નદી કે સમુદ્ર પાર કરવા માટે નૌકાનો ઉપયોગ કરવો પડે તો તે વાત જાદી છે. સાધારણ રીતે પગથી ચાલીને વિહાર કરવો એજ વ્યવહારિક છે. ઉત્તમ માર્ગ છે, અને પગે ચાલીને વિહાર ક૨વાથી થાક લાગશે એમ વિચારી સાધુએ ગભરાવું ન જ જોઈએ. એ જ રીતે શૈયા પરિષહ ઉપર જીત મેળવવી જોઈએ. સાધુઓએ રૂની શૈયાની આશા ન રાખવી. માટીનું બનેલું આ શરીર છે. એને માટી ઉપર સુવાડવાની આદત જ પાડવી જોઈએ સાધુઓએ જગતને આનંદમાં રાખવા આનંદનો સંદેશ આપવા, જગતના બધા ત્રાસ આનંદથી ભોગવવા જોઈએ. આસન પણ એક પરિષહ છે. દિનચર્યામાં જ્યારે થાક લાગે છે ત્યારે આસન ઉપર પણ થાક અથવા વ્યાકુળતા લાગતી જ હોય છે. મનુષ્ય એક જગ્યા ઉપર બેસી બેસીને ઉંઘી જાય છે, હાથ પગ હલાવવા ઝુલાવવા માંગે છે. એ સમયે એને વશમાં રાખવા આવશ્યક છે. સભા વગેરે જાહેર સ્થળોમાં તો એની આવશ્યકતા છે જ, અને બીજાં ઘણાં સ્થાનો પર એનો ઉપયોગ થાય છે, તે દિવસે યક્ષ મંદિરમાં ગોશાળો જ્યારે યુવાનોના હાથે ખૂબ માર ખાઈ ઢીલો થઈ ગયો, ત્યારે હું નિશ્ચયથી આસન પરિષહ પર વિજય મેળવીને સુરક્ષિત બન્યો હતો. તેથી જ શ્રમણનું માન રહ્યું હતું. મુદ્દાની વાત એ છે કે સાધુએ ચાહે ચાલવું પડે કે એક આસન પર બેસવું પડે, કે જ્મીન ઉપર સૂવું પડે તો એવી પરિસ્થિતિ ઉપર તેનામાં વિજય મૈવવાની શક્તિ હોવી જ જોઈએ. અને એણે એવી દરેક શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. મારપીટ અથવા વધ આદિ સ્થિતિ સહન કરવાની શક્તિ પણ સાધુમાં હોવી જોઈએ. સાધુએ તો જનતાના આચાર વિચારમાં ક્રાંતિ કરવાની છે અને જનતાના ચિત્તમાં અને માનસમાં પોતાના મિત્તેજિતાની છાપ પાડવાની છે સાધુને પોતાનો સ્વાર્થ નથી કે જેને લીધે અને કંઈ સાથે પણ સંઘર્ષ કરવો પડે એને જે કાઈ કરવાનું છે, તે જનતા માટે જ કરવાનું છે, માટે તેણે વધુ પરિષદ્ધ ને પણ જીતવો જરૂરી છે. શારીરિક રોગ પણ એક પરિષહ છે. રોગની શરીર ઉપર જે અસર પડે છે, એનો તો શો ઉપાય ? પણ રોગ આવે તો ધીરજ રાખવી, એજ રોગ ઉ૫૨નો વિજય છે. જે વ્યક્તિ શરીર અને આત્માને ભિન્ન સમજે છે એણે શરીરની વિકૃતિથી આત્માને વિકૃત ન કરવો જોઇએ. આ દસ પરિષહ એવા છે કે જેને તમે શારીરિક પરિષહ કહી શકો. કેમકે તેના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શરીરને અભ્યાસ કરાવવી પડે છે. અથવા શરીરમાં સહિષ્ણુતાની જરૂર હોય છે. આવા પરિષહોને જીતવામાં ખરો ભાગ તો મનને જ ભજવવો પડે છે. મને લાગતું હતું કે આ દસ પરિષહ શરીરના છે, તે પૂર્ણ છે. પરંતુ આજે વિહારમાં ચાલતાં ચાલતાં ગોશાળાના પગમાં એક શ્રીમદ્ જવખારોતરિ અભિનદન અયગુજરાતી વિભાગ Jain Education International લાંબો કાંટો ખૂંચી ગયો. એટલે તેતો બહુ જ અસ્વસ્થ થઈ ગયો. મેં તેને ઘણી જ ધીરજ આપી ત્યારે તેણે કહ્યું ॥ પ્રભુ, હું બિમારીથી નથી ડરતો, ડાંસ, મચ્છર, માંકડથી નથી ડરતો પણ આ મોટો લાંબો કાંટો તો કાંટો જ છે ।। મેં એને નીચે બેસાડ્યો ને શાંતિથી કાંટો કાઢ્યો ને એને ધી૨જ આપી, પણ પછી મને લાગ્યું કે કાંકરા, પત્થર, કાંટા, ઘાસ, ઐ પણ સાધુને તો પરિષદ્ધ જ છે. અને તે શરીર સાથે સંબંધ રાખે છે. ને જેમાં ધીરજ રાખવી અતિ જરૂરની છે. આથી શરીરને લગતા અગિયાર પરિષહો મેં નિશ્ચિત કર્યા કે શરીર - પ્રધાન આ અગિઆર પરિષહો સાધુએ જીતવા જ જોઈએ. કેટલાક પરિષની તી મન પ્રધાન છે, જ્યારે હું મ્લેચ્છ દેશોમાં ગયો, ત્યાં મને બિલકુલ નગ્ન જોઈને બધા ચિડવતા હતા. મારી સામે હસીને મને ચિડવતા હતા. એ છોકરાઓ મને આમ ચિઢવે તેથી મને શરીરનો ક્લેશ તો થતો નહિ. પરંતુ મનને કષ્ટ થતું હતું. છતાં મેં તો ઉપમા ભાવથી એ બધું સહન કર્યું ને કરતો હતો. નગ્નતા એ તો એક અપલક્ષણ છે. કોઈ પણ સમાજ તદ્દન નગ્ન ફરનારની ઉપેક્ષા જ કરે છે. અરે એક લંગોટીભર ફરનારાની પણ હાંસી ઉડાવે છે. મેલાં ઘેલાં કપડાં કે ફાટ્યાં તૂટ્યા કપડા પોયા હોય તોય લોકો મશ્કરી કરે છે. કારણકે લંગોટીભેર ફરનારને પણ સમાજ તો નાગો જ કહે છે. પણ આ બધી. ઉપેક્ષાઓથી સાધુએ જરાયે ડરવું ન જ જોઈએ કારણકે આજે દેશમાં ગરીબીને કારણે ઘણા બધા લોકો નગ્ન અવસ્થા કે નાગા જેવી સ્થિતિમાં ફરે જ છે, તો મના જેવી સ્થિતિમાં હું કેમ એમનો ભાગીદાર ન થાઉં ? આમ વિચારવું જોઈએ જેથી આપણને નગ્નતા ખટકી નિહ. આજે દેશમાં અને પુષ્કળ છે. ને વસ દુર્લભ છે. અતિ દુર્લભ છે. એથી ઉપવાસની ઉપેક્ષાએ નગ્નતામાં (ઓછાં વસ્ત્રો માં) રહેવું વધુ જરૂરી છે. અને નગ્નતામાં કોઈ શારીરિક કષ્ટ તો પડવાનું જ નથી. ને તેથી એની સમસ્યા જ નથી. ફક્ત મનને જીતવાની જ સમસ્યા છે. છતાં પણ કોઈ એવો પણ યુગ આવશે જ્યારે અન્ન કરતાં વો દેશમાં વધારે હશે ત્યારે દેશ કાળ ભાવ વગેરે ઉપર પરિસ્થિતિ જોઈને વિચાર કરવો પડે, પણ આજે તો નગ્નતા પરિષહ ઉપર વિજય પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. આ પરિષદ્ધ પણ એક માનસિક પરિષદ્ધ છે. મેં જ્યારે દિશા મહણ કરીને જ્યારે બિટા દવા જતો હતો ત્યારે ઘણી બધી. સુંદરીઓ ને નવદૈવનાઓએ મને ઘેરી લીધી હતો. એ વેળાએ એમના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે મારે માથાના કેશ ઉખાડી નાંખીને (લોંચ કરીને) ફેંકી દેવા પડ્યા હતા. ખરી રીતે આ પરિષહ અતિ કઠીન છે. એથી એને કામ પરિષહ અગર મદન પરિષદ્ધ કહેવો જોઈએ. કારણકે પુરુષોની જેમ સીઓએ પણ આવા પરિષહનો થોડો વત્તો સામનો તો કરવો જ પડે તેમ છે. છતાં પણ હું એને સ્ત્રી પરિષહ કહું છું. કારણકે સ્ત્રી પુરુષના શરીરમાં અંતરની દૃષ્ટિએ સ્ત્રી પુરુષની મનોવૃત્તિમાં જ અંતર છે. કોઈ સ્ત્રી એમાં પોતાનું અપમાન સમજશે, જાણે તેનું સ્વમાન ઘવાયું છે. પરંતુ કોઈ સ્ત્રી કોઈ પુરુષ પાસે કામ વાસના કરે તો એનું અપમાન તો નહિજ સમજે. આવી અવસ્થામાં સ્ત્રી પરિષહ જીતવામાં કઠણાઈ છે. એ કારણે મુખ્યતાની દ્રષ્ટિએ મેં એનું નામ સ્ત્રી પરિષહ આપ્યું. સાધક જીવનમાં એક જાતની શુષ્કતા માલુમ પડે છે, ઘણા લોકો એથી પૂજા પ્રતિમાં સ્વાદિષ્ટ ભોજનની તથા કેટલીક બીજા 59 For Private & Personal Use Only जयन्तसेन जड़ी यही देती जीवन सार ॥ आज्ञो भंजक मानवी, तजे नहीं अभिमान । www.jainelibrary.org
SR No.230176
Book TitleBavis Parishah
Original Sutra AuthorN/A
AuthorRasikbhai S Vakil
PublisherZ_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf
Publication Year
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Achar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy