Book Title: Bavis Parishah
Author(s): Rasikbhai S Vakil
Publisher: Z_Jayantsensuri_Abhinandan_Granth_012046.pdf

View full book text
Previous | Next

Page 1
________________ 20931 Sé F Fe બાવીસ પરિષહ (ભગવાન મહાવીરના જીવનનો પ્રેરક પ્રસંગ આત્મકથન રૂપે) (શ્રી રસીકભાઈ સોમાભાઈ વકીલ, મુંબઈ) મ્લેચ્છોની ભૂમિ પર, અનાર્ય દેશમાં મેં ફરીથી એકવાર ભ્રમણ કરીને ખાસ અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. અને એથી શઠ વજ્રભૂમિ, અશુદ્ધ ભૂમિ, અને લાટ દેશમાં જઈને ખૂબ જ ફર્યો, Posts to t shi અહીં મારી ખાત્રી થઈ કે, ધર્મ પ્રચાર માટે આ ભૂમિ તો બિલકુલ અયોગ્ય છે. અહીંના લોકો તો તદ્દન હિંસક અનવર જેવા છે, કાંઈ પણ કારણ વિના દ્વેષ કરે છે. અને સ્વભાવે અતિ નિર્દય છે, છતાંયે મેં મારો નવમો ચાતુર્માસ અહીં વિતાવ્યો. કે જેથી મારી તપસ્યાનો પ્રભાવ એમના ઉપર પડે. પરંતુ કાંઈજ પ્રભાવ ન પડ્યો. કારણ કે એ લોકોમાં જડતા ઘણી છે. નડી ખાવા . અહીંના લોકોએ તો મને ફાડી ખાવા માટે મારા ઉપર શિકારી કૂતરાઓ છોડી મુક્યા. કેટલીયે વાર મને પત્થરો માર્યા. અને ગાળોનો વરસાદ તો લોકોના મોંમાંથી ચાલુ જ હતો, ગૌશાળો નો બીકથી ગભરાઈને ચિંતાતુર થઈને ફરતો ને અકળાઈ જતો ને અહીંથી જતી રહેવાનો વિચાર કરતો પરંતુ તેને લા આવી કે એક વખત તો ભાગી જવા પછી પાછા આવવું પડેલું. એટલે બીજી વખત એની જવાની હિંમત ચાલી નહિ. આ સ્થળે ચાતુર્માસ ગાળવાની મારી એક ખાસ ગણત્રી હતી કે જ્યારે હું મારા સંઘમાં સાધુ સંસ્થા સ્થાપું ત્યારે એ સાધુઓએ કેટલી કેટલી અડચણો અને બાધાઓને જીતવી પડશે, એનો મને ખ્યાલ આવે. ઘણી અડચણો ને બાધાઓ તો મારી જીવનયાત્રામાં આવી છે, જે મેં બધીય જીતી લીધી છે. તે બધાનો વિચાર કરી સાધુ ધર્મની અંદર વ્યવસ્થિત રીતે વણી લેવી પડશે, કારણ કે સાધુઓને તો આવી અડચણોને નડતરો તો આવવાની જ છે. આજ કાલ મનુષ્ય એને જીતવાની શક્તિ નહિ રાખે તો જનસેવાના માર્ગમાં આગળ વધવામાં અને પૂરેપૂરી રીતે સાધુ માર્ગનું પાલન કરવાનું તેને અતિ કઠણ પડશે. એવું પણ બને કે આવાં કષ્ટોને જીતવાનો અવસર દરેક સાધુને ન પણ મળે. છતાંયે જો એવો અવસર આવે તો એને જીતવાની દરેક સાધુની શક્તિ હોવી જોઈએ. ખરી રીતે તો એને જીતવામાં શારીરિક શક્તિની એટલી બધી આવશ્યકતા નથી. માનસિક શક્તિની જરૂર છે. મન જો બળવાન હોય તો આ બધી બાધાઓને અને અંતરાયોને સાહજિક રીતે જીતી શકાય છે. અને મન જો હોય તો શરીરમાં સહનશક્તિ વધારે હોવા છતાંય આ પરિષીને, આ બાધાઓને જીતી શકાતી બળવાન Jain Education International શ્રીમદ્ જયન્તસેનસૂરિ અભિનદન ગ્રંથ ગુજરાતી વિભાગ 31 99 PENG D 6 Dise Apx નથી. અને જીતવા માટે સંયમશીલતા અને તપસ્વીપણું જરૂરનું છે, આ પરિષઓને અને બાધાઓને જીતવામાં શારીરિક અસમર્થતાનો એટલો બધો વિચાર નથી કરવાનો. જેટલી માનિસક અસમર્થતા અને અસંયમતાનો ક૨વાનો છે. ભૂખ, તરસ, ઠંડી અને ગરમી, આ ચાર પરિષહો તો સ્પષ્ટ છે. મેં આ ચાર ઉપર તો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. ઉપવાસ કરવાનો તો મને પૂરો અભ્યાસ થયો છે. અને તેથી મારા આત્મગૌરવના સંયમની પૂરી રક્ષા થઈ છે. કેટલીયે વખતે એવા સંજોગો આવ્યા હતા કે હું ભિક્ષા લઉં તો ઘણું અપમાન સહેવું પડે. અને તેથી શ્રમણો વિષે લોકોના મનમાં હીન ભાવના ઉત્પન્ન થઈ જાય, પણ એવા અવસરો વેળા મેં ઉપવાસો કર્યાં. તેથી દીનતા, અને લાચારી જેવી સ્થિતિથી બચાવ થયો. અને તેથી શ્રમણોનું ગૌરવ વધ્યું. ને ભવિષ્યમાં સત્ય પ્રચારમાં સાર્થક થયું છે. ભૂખ પર વિજય પ્રાપ્ત કરવા ફક્ત ઉપવાસ પૂરતો નથી. પણ જીભના સ્વાદના વિજયની પણ જરૂર છે. ભિક્ષામાં જેવું ભોજન મળ્યું અને કેટલા પ્રમાણમાં મળ્યું એટલાથી જ પેટનું ભાડું આપવું જરૂરી છે. અને એટલામાં જ સંતોષથી ચલાવી લેવું જરૂરી છે." એમ કરવાથી મનુષ્ય દરેક પરિસ્થિતિમાં સ્વ અને પર કલ્યાણના કાર્યોમાં લાગી રહે છે. અને અધિક ભૂખ્યા રહેવાથી પિત્ત પ્રકૃતિ થવાનો ભય લાગે તો થોડું પણ ખાઈને સ્વાદહીન વસ્તુ લઇને મનુષ્ય ભૂખ પર વિજય પ્રાપ્ત કરી શકે છે. દરેક સાધુને આનો અભ્યાસ તથા મનોબળ જોઈએ જ, એવી રીતે ઠંડી અને ગરમીની બાબતમાં પણ અભ્યાસ કરવાથી ઘણી સહનશીલતાની આદત પડી જાય છે, શરીરને તો જે આદત પાડો તેમ શરીર તમારૂં કહેવું કરશે. એક વાત છે કે શરીર સ્વસ્થ રાખવું જરૂરી છે એ તો ધ્યાનમાં રાખવું જ જોઈએ. પરંતુ ઘણીવાર એવું બને છે કે શરીર તો સહન કરવાને તૈયાર હોય છે, પરંતુ મન સહન કરવાને તૈયાર નથી હોતું. આ નિર્બળતા છે. તેને તો કાઢવી જ પડશે. For Private & Personal Use Only ડાંસ, મચ્છર, માંકડ, આદિનું કષ્ટ પણ એક પરિષહ જ છે, જેને જીતવું પડે જ, સાધુઓએ તો પ્રાયઃ એકાન્ત સ્થળેજ રહેવું પડે છે. એવાં એકાન્ત સ્થળોમાં તો ડાંસ, મચ્છર, કીડા, મંકોડા, માંકડનું જ રાજ્ય હોય છે. અત્રેના મ્લેચ્છ અને અનાર્ય દેશોમાં નો મારે પ્રત્યેક દિવસે એવાં કષ્ટોનો સામનો કરવાનું ચાલુ જ હોય છે. અને જો એવા ઉપદ્રવોનો સામનો કર્યો ન હોત તો, તો હું એક દિવસ પણ અહીં રહી શક્યો ન હોત, એ કારણથી સ્વ પર કલ્યાણની દૃષ્ટિએ દશમશક પરિષહને જીતવો અતિ આવશ્યક છે. સાધુ માટે ભિક્ષાનું ગૌરવ જાળવીને વહોરવું જોઈએ. તેને માટે અભ્યાસ અને મનોબળની જરૂર છે. जयन्तसेन आज्ञा घर, चलना नित्य उमंग ॥ आज्ञा है संजीवनी, भाव रोग हरनार । www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3