SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમાનુયોગશાસ્ત્ર અને તેના પ્રણેતા સ્થવિર આર્ય કાલક [ ૧૨૫ णाणुप्पाया य तित्थप्पवत्तणाणि य संघयण संठाणं उच्चत्त आउं वनविभागो सीसा गणा गणहरा य अज्जा पवत्तणीओ संघस्स चउविहस्स वा वि परिमाण जिण-मणपज्जव-ओहिनाण-सम्मत्तसुयनाणिणो य वाई अणुत्तरगई य जत्तिया य सिद्धा पाओवगया य जे जहिं जत्तियाई भत्ताइ छेयइत्ता अंतगडा मुणिवरुत्तमा तमरओघविप्पमुक्का सिद्धिपहमगुत्तरं च संपत्ता, एए अन्ने य एवमाइया भावा मूलपढमाणुओगे कहिया आघविज्जति पण्णविज्जति परूविज्जति, से तं मूलपढमाणुओगे। से कि त गडियाणुओगे? २ अणेगविहे पण्णते, तं जहा-कुलगरगंडियाओ तित्थगरगंडियाओ चकहरगडियाओ दसारगडियाओ वासुदेवगंडियाओ हरिवंसगंडियाओ भद्दबाहुगंडियाओ तवोकम्मगंडियाओ चित्ततरगंडियाओ उस्सप्पिणीगंडियाओ ओसप्पिणीगडियाओ अमर-नर-तिरियनिरयगइगमणविविहपरियट्टणाणुओगे, एवमाइयाओ गंडियाओ आघविज्जति पण्णविज्जति परूविज्जंति, से तगंडियाणुओगे।। સમાવાયાહૂત્ર, મૂત્ર-૨૪૭. અનુગ શું છે? અનુયોગ બે પ્રકારે છે: મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ, મૂલપ્રથમનુયોગ શું છે? મૂલપ્રથમાગમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકમાં અવતાર, દેવલેથી ગુજરવું, જન્મ, મેરુ ઉપર જન્માભિષેક, રાજ્યપ્રાપ્તિ, દીક્ષાની પાલખી, દીક્ષા, તપસ્યા, કેવલજ્ઞાનપ્રાપ્તિ, ધર્મ પ્રવર્તન, સંધયણ, સંઠાણ, ઊંચાઈ, આયુષ્ય, શરીરને વર્ણવિભાગ, શિષ્યો, સમુદાય, ગણધરો, યા, પ્રવર્તાિનીઓ-સમુદાયની આગેવાન સાખીઓ-ચતુર્વિધ સંધની જનસંખ્યા, કેવળજ્ઞાની, મનઃ પર્યાયજ્ઞાની, અવધિજ્ઞાની, ચતુર્દ શપૂર્વધરો, વાદીઓ, અનુત્તરવિમાનગામીઓની અને સિદ્ધોની સંખ્યા, જેટલા ઉપવાસ કરી સિદ્ધિમાં ગયા ઈત્યાદિ ભાવોનું વર્ણન પ્રથમાનુગામાં કરાયું છે. ગંડિકાનુયોગ એટલે શું ? ગંડિકાનુગ અનેક પ્રકારે છે–કુલકરગંડિકાઓ, તીર્થકરચંડિકાઓ, ચક્રવતગંડિકાઓ, દશારગંડિકાઓ, વાસુદેવચંડિકાઓ, હરિવંશગંડિકાઓ, ભદ્રબાહુગંડિકાઓ, તપ કર્મગંડિકાઓ, ચિત્રાંતરચંડિકાઓ, ઉત્સર્પિણીગંડિકાઓ, અવસર્પિણીસંડિકાઓ, દેવ-મનુય-તિર્યંચ નરકગતિ પરિભ્રમણ આદિને લગતી ચંડિકાઓ ઈત્યાદિ હકીકતો ચંડિકાનુગમાં કહેવાઈ છે • નંદિસૂત્રમાં સુત્ર ૫૬માં સમવાયાંગ સૂત્રને મળતો જ પાઠ છે. ઉપર એકીસાથે જે અનેક ઉતારાઓ આપવામાં આવ્યા છે તે “પ્રથમાનુયોગ શું છે?” તે વિષે વિશિષ્ટ પ્રકાશ પાથરનારા ઉલ્લેખ છે. આજે કોઈક કોઈક વિરલ વ્યક્તિઓને બાદ કરતાં ભાગ્યે જ કોઈને ખબર હશે કે “પ્રથમાનુયોગ એ ધર્મકથાનુયોગને લગતો વિસ્તૃત અને વિશિષ્ટ ગ્રંથ હતો.” એ ગ્રંથ આ યુગમાં જ અપ્રાપ્ય થઈ ગયો છે એમ નથી, પરંતુ સૈકાઓ પૂર્વે તે નષ્ટ થઈ ગયો છેખોવાઈ ગયો છે. આજે માત્ર એ ગ્રંથ વિશેની સ્કૂલ માહિતી પૂરી પાડતા કેટલાક વીખરાયેલા ઉલ્લેખો જ આપણા સામે વર્તમાન છે. આમ છતાં આ વિરલ ઉલેખે દ્વારા આપણને કેટલીક એ ગ્રંથ અંગેની અને તે સાથે કેટલીક બીજી પણ મહત્ત્વની હકીકતો જાણવા મળી શકે છે. આપણે અનુક્રમે તે જોઈ એ : ૧. ઉપર આપેલાં પ્રાચીન અવતરણો પૈકી ત્રીજા અને ચોથા ઉલ્લેખથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કાળમાં એટલે સૂત્રકાળમાં પ્રથમાનુયોગ નામનો ગ્રંથ હતો જ, જેને નંદિસૂત્રકાર અને સમવાયાંગવકારે મૂલપ્રથમાનુયોગ નામથી ઓળખાવેલ છે. પરંતુ કાળબળે તે લુપ્ત થઈ જવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230168
Book TitlePrathamanuyog Shastra ane Tena Praneta Sthavir Aryakalaka
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Ascetics
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy