________________ પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખ તથા પ્રશસ્તિલેખ [ 321 : પ્રશસ્તિલેખાંક 4: આના રચયિતા કવિ સાર્વભૌમ હરિહર પંડિત છે. આ પ્રશસ્તિમાં વસ્તુપાલની દાનશીલતા અને યશસ્વિતાને સુંદર રીતે વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા જણાવી છે. વરતુપાલે સંગ્રામસિંહને પરાજિત કર્યાનો ઉલ્લેખ પણ અહીં છે. વસ્તુપાલે કરેલા શંખનુપપરાભવના પ્રસંગને વર્ણવતું શંખપરાભવ નાટક આ હરિહર પંડિતે રચ્યું છે. પ્રશસ્તિ લેખાંક 5: માત્ર ચાર કાવ્યાત્મક આ પ્રશસ્તિના રચયિતા મહામાત્ય વરતુપાલના પરમ મિત્ર યશવીર મંત્રી છે. આમાં વસ્તુપાલને ગુણવાન મિત્રો પ્રત્યેનો આંતરભક્તિયુક્ત સ્નેહ અને વસ્તુપાલમાં એવી કોઈ વસ્તુ નથી જે જગતમાં કોઈને પણ અપ્રિય હોય, આ બે હકીકત મુખ્યતયા જણાવી છે. ઉપરાંત વસ્તુપાલની સૂકિતઓ (સુભાષિતો) શ્રેષ્ઠતમ હતી તેનો પણ નિર્દેશ અહીં જાણી શકાય છે. પ્રશસ્તિ લેખાંક 6H આ પ્રશસ્તિ ઠ૦ લૂણસિંહના પુત્ર ઠકર અસિહ–ઠાકુર અરિસિંહે–રચેલી છે. અહીં વસ્તુપાલની સચ્ચરિત્રતા, ધર્મભાવના અને દાનશીલતા વર્ણવીને તેની કીર્તિની વ્યાપકતા તથા વીરતા જણાવી છે. પ્રશસ્તિલેખાંક 7: આમ નામના પંડિતના ભાઈ દેદર નામના પંડિતે આ પ્રશસ્તિ રચી છે. અહીં વસ્તુપાલમાં લક્ષ્મી-સરસ્વતીનું ઐક્ય બતાવ્યું છે. ઉપરાંત તેની સુક્તિઓ, રાવંતે મુખી કાર્યદક્ષતા, વીરતા, દાનશીલતા અને વિદ્વત્તાનો અહીં નિર્દેશ કર્યો છે તેમ જ તેના યશને સર્વદિશવ્યાપી જણાવ્યું છે. - પ્રશસ્તિલેખાંક 8H માત્ર એક જ પદ્યમય આ પ્રશસ્તિ જગસિંહ પંડિતે રચી છે. અહીં વસ્તુપાલને આલંકારિક રીતે પુરુષ જણાવેલ છે. પ્રશસ્તિ લેખાંક 9 : આ પ્રશરિતના કર્તા ભૃગુકચ્છ(ભરૂચ)નિવાસી ધ્રુવ અટકવાળા ઠક્કર વીકલના પુત્ર ઠક્કર વૈરસિંહ છે. અહીં વસ્તુપાલને મહાન યુદ્ધો, શ્રેટ પરોપકારી અને વિદ્વાન જણાવેલ છે. પ્રશસ્તિલેખાંક 10 ? આ પ્રશસ્તિમાં એના રચનારનું નામ આપ્યું નથી. અંતની પુપિકા ઉપરથી જાણી શકાય છે કે માંધાતૃનગરમાં આવેલા મડેશ્વર નામના શિવાલયના શિલાલેખની આ પ્રશસ્તિ છે. આનાં પહેલાં બે પદ્ય શંકરની પૂજા-ભક્તિરૂપે છે અને બાકીનાં ત્રણ પદ્ય વસ્તુપાલની વે છે. આમાં વસ્તુપાલનું નામ નથી તેમ જ અંતિમ પાંચમે પદ્યમાં પ્રશસ્તિના મુખ્ય નાયકને શીલા નામની પત્ની જણાવી છે તેથી આ પ્રશસ્તિ વરતુપાલની હશે કે કેમ, તેવી શંકા થાય તે વાભાવિક છે. સંભવ છે કે શિલાલેખ ઉપરથી પરંપરાએ ઉતારા થતાં મૂળ પ્રશસ્તિને કેટલેક ભાગ લેખકેના દોષે ભુલાઈ જવાથી લુપ્ત થયું હોય. બાકી જે પોથીમાં વસ્તુપાલની પ્રશસ્તિઓનો જ સંગ્રહ Sત આવતી આ પ્રશસ્તિ વસ્તુપાલની જ હોવી જોઈએ એમ માની શકાય. ઉપરાંત, વસ્તુપાલે રિના પુનરુદ્ધાર તેમ જ શિવનાં પૂજા-દર્શન કર્યાના ઉલ્લેખો તો તેના સમયની જ કૃતિઓમાં , તેથી પ્રસ્તુત પ્રશસ્તિ વતુપાલની ન હોય તેમ માનવાને કોઈ કારણ નથી. આ પ્રતિપાદન જે સાચું હોય તો વસ્તુપાલની પત્ની સંખના નામને સુસંસ્કૃત કરી કદાચ શીલા તરીકે અહીં નિર્દિષ્ટ કર્યું હોય તેવું અનુમાન થઈ શકે. આ પ્રશસ્તિઓના કર્તાઓ પછી આચાર્યશ્રી નરેન્દ્રપ્રભસૂરિ, આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિ, ગુર્જરેશ્વરપુરોહિત શ્રી મેશ્વરદેવ, કવિ સાર્વભૌમ હરિહર પંડિત, મંત્રી યશવીર અને કફકર અરિસિંહના સંબંધમાં જ્ઞો. 41 * ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org