________________
૨૯૮ ]
જ્ઞાનાંજલિ ૧. વરતુપાલ-તેજપાલે શત્રુંજય ઉપર ઉજજયંતાવતાર, રતંભનક તીથવતાર, સત્યપુર તીથવતાર, નંદીશ્વરાવતાર અને શકુનિકાવિહારાવતારના નામે પાંચ તીર્થસ્મારક મંદિરે કરાવ્યાં હતાં, ઇન્દ્રમંડપ કરાવ્યો હતો, કપર્દિયક્ષના મંદિરને જર્ણોદ્ધાર કરાવ્યો હતો, તેજપાલની પત્ની અનુપમાન નામનું અનુપમા સરોવર બંધાવ્યું હતું, અને મૂળનાયક શ્રી આદીશ્વરભગવાનના મંદિર સામે પૂર્વ-પશ્ચિમ ભાગમાં પોતાની અને પોતાના ભાઈ એની મૂર્તિઓ સહિત એક પળ કરાવી હતી.
૨. વસ્તુપાલનાં માતા-પિતા અને ભાઈઓનાં નામોને ઉલેખ. ૩. વરતુપાલ-તેજપાલને શ્રીસંધ પ્રત્યે અનન્ય બહુમાનવાળે ભક્તિભાવ.
૪. વતુપાલ, ગૂર્જરેશ્વર મહારાજા વિરધવલ, લાવણ્યાંગ-ણિગ (વસ્તુપાલના મોટા ભાઈ), મલ્ટદેવ-માલદેવ (વસ્તુપાલના મોટા ભાઈ), તેજપાલ (વરતુપાલના નાના ભાઈ), જૈત્રસિંહ (વસ્તુપાલના પુત્ર), અને લૂણસિંહ (તેજપાલના પુત્ર)ની ગુણાનુવાદપૂર્વક યશોગાથા.
બને શિલાલેખોને શિલા ઉપર લખનાર ખંભાતનિવાસી વાજડને પુત્ર ધ્રુવક અટકવાળે જયતસિંહ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ જયસિંહનું અપરનામ જૈત્રસિંહ હતું અને તે કાયસ્થ વંશીય વાલિગના પુત્ર સહજિગના પુત્ર વાજડને પુત્ર હતો એ હકીક્ત જાણી શકાય છે.
પહેલા શિલાલેખને કેતરનાર બકુલસ્વામી નામના શિલ્પીને પુત્ર ધ્રુવક અટકવાળે પુરુષોત્તમ છે. ગિરનારના શિલાલેખોના આધારે આ પુરુષોત્તમ વસ્તુપાલ શત્રુંજય ઉપર બાંધેલા ઇદ્રમંડપ અને નંદીશ્વરાવતારના મુખ્ય શિલ્પી સોમદેવના પુત્ર બકુલસ્વામીને પુત્ર હતો એ જાણી શકાય છે.
બીજા શિલાલેખન કરનાર કુમારસિંહ નામને સૂત્રધાર છે. આ કુમારસિંહ સૂત્રધાર વાહડને પુત્ર હતો તે હકીકત ગિરનારના શિલાલેખ ઉપરથી જાણી શકાય છે. ૩
આજ સુધીમાં ઉપલબ્ધ થયેલા વસ્તુપાલના શિલાલેખોની લિપિ અને ઉકીર્ણન સુંદર છે. પિતાના શિલાલેખનું લિપિસૌષ્ઠવ બરાબર જળવાય તે માટે લેખનકળામાં સિદ્ધહરત લેખકની અને તદનુસાર તે લેખને સુંદર રીતે કેતરનાર સૂત્રધારની વસ્તુપાલ ખાસ પસંદગી કરતા હતા. આજે ઉપલબ્ધ થતા વસ્તુપાલના શિલાલેખમાં લેખક અને ઉત્કીર્ણક કલાકારોના નામવાળા જે લેખો શત્રુજ્ય, ગિરનાર અને ખંભાતમાંથી મળ્યા છે, તેમાં લેખક અને ઉકીર્ણક ઉપર જણાવેલા જ છે. લૂણવસહી(આબૂ) ના શિલાલેખમાં લેખકનું નામ નથી તેથી તેમાં જણાવેલ ઉકીર્ણક સૂત્રધાર કેહણના પુત્ર ધાંધલનો પુત્ર ચંડેશ્વર લિપિમાં અને કોતરવામાં સિદ્ધહસ્ત હશે એમ લાગે છે. આવી, કોઈના પણ કાર્ય સાથે તેના નામને અમર કરવાની વસ્તુપાલ જેવી મહાનુભાવતા વિરલ વ્યક્તિઓમાં જ હોય છે.
બીજા શિલાલેખમાં આવતી શત્રુંજય ઉપર પોળ કરાવ્યાની હકીક્ત સિવાયની બન્ને શિલાલેખોની હકીકતો વસ્તુપાલના સંબંધમાં રચાયેલા સાહિત્યમાં અને પ્રશસ્તિ લેખોમાં મળી આવે છે, એટલું જ નહિ, પણ આ શિલાલેખોમાં જેને ઉલ્લેખ નથી તેવી વસ્તુપાલ સંબંધી હકીકતો આજે મોટા પ્રમાણમાં મળી આવે છે. તેને સંક્ષિપ્ત નિર્દેશ કરતાં પહેલાં પ્રસ્તુત બને શિલાલેખોનો ભાવાર્થ સહિત અક્ષરશઃ પાઠ અને વસ્તુપાલને લગતા અદ્યાવધિ અપ્રસિદ્ધ દસ પ્રશસ્તિલેખો અને તેને ટૂંક પરિચય આપ ઉચિત લાગે છે.
૧. જુઓ ગિરનાર ઈસ્ક્રિપ્શન્સ, નં. ૨, ૨૧ ૨૯. ૨. જુઓ ગિરનાર ઈસ્ક્રિપશન્સ, નં. ૨, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૬-૨૭, ૨૮–૨૯. ૩. જુઓ ગિરનાર ઈન્ઝિશન્સ, નં. ૨, ૨૧-૨૩, ૨૭૨૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org