SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ સિંહ: સિંઘ : સિંગ, સંગ (માનસિંગ, અભેસિંગ) કુષ્માણ્ડ: કુંભંડ: કૌભાંડ આ વલણ નાસિક્ય વ્યંજન અને ૨ કે સંયુક્ત નહીં પણ નિકટનિકટ હોય ત્યારે પણ કવચિત પ્રવર્તે છે. પ્રાચીન ભૂમિકામાં પણ આનું ઉદાહરણ છે : વૈદિક સૂનર “પ્રસન્ન” : સં૦ સુન્દર, ઉપરાંત સં. શામલિ, પ્રા. સિંબલિ, ગુ. શીમળો. સં. બ્રહનલ : અપ૦ વિહંદલ: ગુજ, વ્યંડળ. કેટલાંક ગુજરાતી ઉદાહરણ આ વલણ અમુક અંશે પ્રબળ હોવાના ઘોતક છે. (આમાં પરવર્તી ધ્વનિ કે લૂ સિવાય કવચિત છે) સંવ ચૂર્ણ : પ્રા. ચુન્ન : ગુજ. ચૂંદડી (હિંદી ચુનરી) વાનર : અ૫૦ વનર : ગુજ. વાંદર, વાંદરો પંચદશ : પન્નરહ : પંદર પર્ણ : પન્ન : પાંદડું રતન : રન્ન + લ : નલ, રાંદલ ગુજ૦ મીની, મીડી, મીંદડી ઉપરાંત ચામડું, ગામડું, આમના વિરોધે ચાંબડું, ગાંડું, આંબળું, (આમલક) એવાં ઉચ્ચારણને પણ અહીં નિર્દેશ કરી શકાય. નિકટવર્તી અક્ષરોના નાસિકય વ્યંજન અને કાર વચ્ચે વ્યંજનાગમ થયાનાં પણ એક ઉદાહરણ મળે છે : અભિજ્ઞાન : અહિન્માણ : અહિંતાણ: એંધાણ મદનલ : મયણહલ : મીંઢણુ, મીંઢોળ અંધાણમાં પરવત ધ્વનિ ણ છે. સુરતી ઉરચારણું બંધે (<બહે= બંને), બંધેવી (<બહેવી =બનેવી), જાંદરડી (<જાનડી, વિમલપ્રબંધમાં જાંદ્રણી), નાંધલું, નાંધડિયું, (નાડુ, લન્હ, ક્લર્ણ) ઉપરની પ્રક્રિયા બતાવે છે. આમાં દીર્ઘ નાસિકય વ્યંજનનું પ્રબળ ઉચ્ચારણ પરિવર્તન માટેની આવશ્યક શરત જણાય છે. નાસિક્યના ઉરચારણ વેળા બધી હવા માત્ર નાસિકા વાટે નીકળવાને બદલે ઉત્તરાંશમાં તે મુખ વાટે નીકળતાં નાસિકય પછી સ્પર્શ વર્ણ નીપજેલો છે. મૂળનો એક વ્યંજન બેમાં વિભક્ત થાય છે એ રીતે જોતાં આ પરિવર્તન દ્વિભાજન (split)ના પ્રકારનું ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230149
Book TitleNasikya Pachi Vyanjanagama ane Sarupya
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & Grammar
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy