________________ નગીન જી. શાહ 55 ઈશ્વરવાદીઃ ભાઈ, ઈશ્વર તે કર્મને વશ રહીને જગતની રચના કરી રહ્યો છે. એથી એ કઈ જાતની નહિ બનવા જેવી રચના કરી શકે જ નહિ. અનીશ્વરવાદીઃ થયું. જે ઈશ્વર પણ કમને વશ રહેતો હોય તો એ ઈશ્વર શાને ? સર્વ શક્તિવાળા પ્રભુ શાને ? ઈશ્વરવાદીઃ ભાઈ, જરા ભૂલ થઈ ગઈ, ખરું તે એ છે કે ફક્ત દયાને લીધે જ ઈશ્વર જગતને રચવાની - ભાંજગડ કરી રહ્યો છે - કારણ કે, એ તો મહાદયાળ છે. અનીશ્વરવાદી: જો ઈશ્વર દયાને લીધે જ જગતને બનાવી રહ્યો હોય તો એ આખા જગતને સુખી શા માટે ન કરે છવમાત્રને સુખ આપવું એ દયાળુ પુરુષનું કામ છે. પરંતુ જગતમાં સુખ તો સરસવ જેટલું અને દુઃખ ડુંગર જેટલું જણાય છે. એથી આવા જગતને જોઈને કોઈ પણ એમ તે ન જ ક૯પી શકે કે, ઈશ્વર ફક્ત દયાની લાગણીથી જ આને (જગતને) બનાવી રહ્યો છે, ઈશ્વરવાદીઃ જો કે, ઈશ્વર તો દયાળુ હોવાથી બધાને સુખી જ સરજે છે, પરંતુ એ બધા જીવો પોતપોતાના કર્મોને લીધે પાછા દુઃખી થાય છે એમાં ઈશ્વર શું કરે ? અનીશ્વરવાદી: થયું. આ તે તમારા જ કહેવા પ્રમાણે ઈશ્વર કરતાં પણ કર્મોનું બળ વધુ જણાય છે. ત્યારે ભાઈ, હવે ઈશ્વરને જવા દઈને જે એને ઠેકાણે કર્મોને માને તો વાંધો છે? પંડિતજીને આ અનુવાદશ વાંચ્યા-સાંભળ્યા પછી સૌને પ્રતીતિ થશે કે પંડિતજી દર્શનના કઠણ વાદ્યને પણ ગુજરાતીમાં સરળ અને સહજ રીતે ઉતારે છે. તેમના અનુવાદમાં તરજુમિયાપણું નથી. ગુજરાતી ભાષામાં અનુવાદ કરતી વખતે તે ભાષાની પિતાની જે લઢણે છે તેમને તે અનુસરે છે. સંસ્કૃત ભાષાની લઢણે ગુજરાતીમાં જેમની તેમ લાવવાથી અનુવાદ લિષ્ટ બની જાય છે. સંસ્કૃતમાં કમાણપ્રયોગ સારે લાગે છે પરંતુ તેને ગુજરાતી અનુવાદ કરતાં જે તે પ્રયોગ બદલી કર્તરિ ન કરવામાં આવે તે અનુવાદમાં અસ્વાભાવિકતા અને કિલષ્ટતા પ્રવેશે છે. બીજુ, સંસ્કૃત ભાષામાં અત્યંત લાઘવ છે. ઘણી બધી વાત ટૂંકમાં કહી શકાય છે. તેથી જ્યારે સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદ પંડિતજી કરે છે ત્યારે ગુજરાતી ભાષાને સ્વભાવ પ્રમાણે જરૂરી વિસ્તાર પણ તે કરે છે. વળી, પૂર્વપક્ષ-ઉત્તરપક્ષને તરત જ ખ્યાલ આવે એ આશયથી પંડિતજીએ અનુવાદમાં સંવાદશૈલી અપનાવી છે. પંડિતજીએ અનુવાદમાં જ્યાં તક મળી ત્યાં મૂળના અર્થને અનુસરતા ગુજરાતી પદ્યને દાખલ કરી અનુવાદને રોચક કર્યો છે. દેહ અને આત્માને એક માનતા ચાર્વાકનું મૂળ માં જ્યાં ખંડન છે ત્યાં અનુવાદમાં તેમને નીચેનું પદ્ય મૂકવાની જે તક મળી તેને તેમણે સરસ ઉપયોગ કર્યો છે. તે પદ છે પરમબુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂલ દેહ મતિ અ૯પ, દેહ હેય જે આતમા ઘટે ન આમ વિકલ્પ. એમણે કરેલ આ અનુવાદ જૈનદર્શન વિશે અભ્યાસીને સારી માહિતી આપે છે અને બધા જ મહત્ત્વના સિદ્ધાન્તોની વિશદ ચર્ચા કરે છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર મુનિઓના વેશ અને આચાર, જિનેશ્વરદેવસ્વરૂપ, ઈશ્વરવાદ, સર્વજ્ઞવાદ, કવલાહારવાદ, જીવાદિનવતત્ત્વ, આત્મવાદ, પુદ્ગલ તત્વ, પ્રમાણુવાદ અને અનેકાન્તવાદનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે અને તે તે સ્થાને વિરોધી વદન નીરાસ પણ સવિસ્તર કર્યો છે. તેથી જૈનદર્શનને સમજવા આ અનુવાદ અતિ ઉપયોગી છે. દર્શનના અભ્યાસીઓને ઉપયોગી એવાં પૂ. પંડિતજીએ કરેલાં આ બે મોટાં કાર્યોનું સ્મરણ કરી હું તેમને મારી ભાવપૂર્વક જ્ઞાનાંજલિ આપું છું. આભાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org