SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ દાર્શનિક પુરાવા નથી મળતો એટલે રાજા તેને, ચારને કરાતી સજા નથી કરતા, પણ અભયકુમાર આથી નાસીપાસ નથી થતા. તે તે નવીન મુકિત જ અજમાવે છે. રૌહિણેયને ઉત્કટ પ્રકારનો મઘ પાઈને બેહોશ બનાવે છે ને પછી રાજમહેલમાં સ્વર્ગનું જીવંત વાતાવરણ રચી દે છે. સ્વર્ગના એક દેવવિમાનના સ્વામી તરીકે બેહોશ હણેયને ગોઠવી દે છે. ચોપાસ સ્વર્ગની અપ્સરાઓને દેવદેવીઓ રૂપે સુનિપુણ સેવકગણને ગેાઠવે છે. એ બધા કર્ણમધુર શબ્દોથી રવિને જગાડે છે. અર્ધજાગૃત દશામાં આ બધું સાંભળીને રીતિજ્ઞેષને, પોતે સાથે જ દેવતમાં હોવાનો ભ્રમ ઘડીભર વાય છે. ઈંગિતાકારથી જ માનવ-મનને પરખનારા સેવકો આ સમજી જાય છે ને તે સાવધપણે-ભૂલ ન થાય તેવી તકેદારીયો, ખુણે છે : હે સ્વામિન અમને દેવલોકના ! અધિપતિ મહારાજાએ મેક્લ્યા છે, અમારે અહીં નવા ઉત્પન્ન થનાર દેવને યોગ્ય કૃત્યો કરવા લઈ જવાનાં છે; પણ એ પૂર્વે આપ કૃપા કરીને અમને કહા કે ગતજન્મમાં આપે કયા કયા શુભ-અશુભ કૃત્યો કરેલાં ? રૌહિણેય બડભાગી હતો, જો સ્હેજ વધુ સમય તેની અર્ધભાનાવસ્થા ચાલુ રહી હાત તા તે બધું જ પોતાનું ચાર-ચરિત્ર કહી દેતા. પણ તેના મગજ પરથી પેલા ઉત્કટ મઘની અસર ધાર્યા કરતાં વહેલી ઉતરી ગઈ. સેવકોના પ્રશ્ન સાંભળતાં જ તે એકદમ સાવધાન થઈ ગયો. ઘડીભર આ બધું તેને સાચું તે લાગ્યું પણ વળતી જ પળે તેને શંકા જાગી કે આ બધી અભયકુમારની માયાજાળ તો નહીં હોય? તે નક્કી તો ન કરી શક્યો પણ તેણે ચેતીને ચાલવાનો નિર્ણય તેા કર્યો જ. આ જ વખતે, અનાયાસે એને પેલા કામણ મહાવીરનાં અનિચ્છાએ સંભળાઈ ગયેલાં વચનો યાદ આવી ગયાં. એણે વિચાર્યું: દેશનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાતો કહેલી, તે જો આ લાકોમાં સંભવતી હોય તે આ બધું સાચું, અન્યથા અભય મંત્રીની માયા. એણે ભગવાનનાં વચને યાદ કરી કરીને બારીકાઈથી બધું જોવા માંડયું. તરત એને પ્રતીતિ થઈ કે ના, આ લોકો ‘દેવ’ ન હોઈ શકે. આ લોકો તો ભગવાન મહાવીરે વર્ણવેલા દેવા કરતાં વિપરીત - સામાન્ય માણસ જેવા લાગે છે! બસ, હવે માયાના જવાબ. માયાથી આપવાના રોહિણેય નિશ્ચય કરે છે. નિષ્કામાં પણ નિર મનાતા મહાર સાયનાં હ્રદયપરિવર્તનનું પ્રારંભિક બીજ એની આ વિચારણામાં જોવા મળે છે. જે વ્યકિતનો પડછાયો પણ એને ત્યાજ્ય હતા, જેને માટે એ ‘મહાવીર’કે‘શ્રામણ મહાવીર' જેવા શબ્દોના તે પણ હૈયામાં હોય તેટલી સઘળી તોછડાઈથી પ્રયોગ કરતા હતા, એવા એ જ મહાવીર માટે આ પળામાં એના અંતરમાં ઊંડે ઊંડે, અવ્યકત આદર અનાયાસે જ ઊગતા દેખાય છે. એ આદર જ એને “દેવાનું સ્વરૂપ વર્ણવતાં ભગવાન મહાવીરે જે વાતો કહેલી” એવા અને “આ લોકો તા ભગવાને વર્ણવેલા દેવા કરતાં વિપરીત એવા વિચાર કરવા પ્રેરે છે. જો એને મહાવીર પ્રત્યે અવ્યકત આદર જાગ્યો ન હોત તો એ એક વિચારનિપુણ માનવીને છાજે તેવી સભ્ય વિચારણા ન કરી શકયો હોત અને ‘મહાવીર'ને માટે આદરસૂચક ‘ભગવાન’ શબ્દનો સ્વાભાવિક પ્રયોગ ન કરી શક્યો હોત. એના મનમાંથી ‘મહાવીર’ પ્રત્યેની તોછડાઈ નામશેષ બની રહી હતી, એનું સૂચન ‘ભગવાન’શબ્દ કરે છે. નાટકમાં પણ મુનિ રામભદ્ર વિયોઢારા હિત મળવાન: સંવતવ્યત તેમ જ “યદો ! માવńતર્વાંગ સ્વાવાદ્યા તે” આમ લખીને રીહિગેયનાં હૃદયપરિવર્તનનો પ્રારંભ, પૂરી સાહજિકતાથી ગ્રંથી દીધા છે, પૈકાકો માટે પણ, આ બીનો, ઐહિકને પોતાને માટે આ ભિકત જેટલી અવ્યકત છે, તેટલી જ અવ્યકત રહે છે. વી. નિ. સં. ૨૫૦૩ Jain Education International અને પ્રેક્ષકોને સ્પષ્ટપણે ભાન ન થાય (કેમ કે એવું ભાન થાય તે રસ-ક્ષતિ થાય) એ રીતે હૃદયપરિવર્તનનો પ્રારંભ થવા દેવો, એમાં જ નાટકકારની નિપુણતા છે ને! અહીં બીજી પણ એક વાત છે. નાટકમાં અભિનય કરનાર વ્યકિત, તે જે પાત્રનો અભિનય કરતી હોય, તેની સાથે સહજઅકૃત્રિમ ભાવે એકાકાર બની જાય એટલે કે ઈતિહાસ કાળમાં થઈ ગયેલી તે વ્યક્તિ છે. પોતે જ છું” એવા અનુભવ – પૂરી સાહજિકતાથી, કરે તો જ તે અભિનેતા વ્યકિતનો અભિનય પૂર્ણતયા સફળ બને અને પ્રેક્ષકો પણ તદાકાર બનીને રસાનુભવ કરે. યુદ્ધ રૌìય માં પણ, પણ, નેપથમાં વિરાજે ભગવાન મહાવીરનું પાત્ર ખૂબ સામાંથી પોતાનું 'મહાવીર' સાથેનું તાદાત્મ્ય અનુભવતું લાગે છે, ને એ તાદામ્ય જ એની પાસે ધીરગંભીર સ્વરે શ્લોકગાન કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. એ તાદાત્મ્ય જપ્રેક્ષકોને ‘વીર’વાણી સાંભળી રહ્યાની અનુભૂતિ કરાવે છે. એ અનુભૂતિ કરતી વખતે કે તેમાંથી બહાર નીકળ્યા પછી પણ પ્રેક્ષકોને એવો વિચાર નથી આવતો કે ‘આહ, આ તો વીતરાગની આશાતના, કરી !' બલ્કે, આ સંયોજન એમને સુશિષ્ટ, સાંસ્કારિક અને સ્વાભાવિક જ લાગે છે, જે નિતાંત નિર્દોષ હોઈ શકે. એ તાદાત્મ્યનાં કારણે અત્યારની છેલ્લી પરિસ્થિતિમાં રૌહિણેયને ‘ભગવાન તો તે દિવસે જુદું કહેતા હતા, ને આ ગોકોનું સ્વરૂપ તો જ છે' એવી પ્રતીતિ સંભવે છે. તા, રણેયના ભિનય કરતી વ્યક્તિ પણ પોતે જુદી વ્યકિત છે. રોહિણેય નથી.' એવો અનુભવ જો કરતી હોત તો તેના અભિનય કાં તો કૃત્રિમ બનત, કાં તો તે શિથિલતા ભાગવત. પરિણામે પ્રેક્ષકોને રસાસ્વાદ ન મળત. પણ અહીં એવું નથી. અહીં તે પ્રેક્ષકો માત્ર રસાસ્વાદ જ નહિ પણ રસની સમાધિ મેળવી ચૂકયા જણાય છે, અને અભિનેતામાં પણ શિથિલતા કે કૃત્રિમતા નથી લાગતી, એ જોતાં સમજાય છે કે, એ અભિનેતાએ સ્વાનુભવથી જ સંવેદ્ય એવી સહજતાથી ઈતિહાસકાલીન ‘રોહિણેય નામની વ્યકિત સાથે અભેદ સાધ્યા છે. આ જ નાટકકારની ઉ સિદ્ધિ છે. પાછા મૂળ વાત પર આવીએ. પેલા દેવાની કૃત્રિમતા પારખીને રોહિણેય પણ એમને કૃત્રિમ જવાબો આપીને અભયકુમારની ધાર ણાને ધૂળમાં મેળવે છે. સામ - દામ - દંડ - ભેદ અજમાવીને થાકેલા અભયકુમાર રાજાને સૂચવે છે કે ‘આ ચાર છે એવી ખાતરી નથી થતી, માટે અને છોડી દેવા જોઈએ, પણ તે પહેલાં આપ એને અમત્સરભાવે સાચી વાત પૂછે તો સારું. આમ કરવા માટે રાજાની સંમતિ મળતાં જ રૌહિણેયને રાજા સમક્ષ હાજર કરાય છે. એ વખતે રાજા ને મંત્રી સિવાય કોઈ હાજર નથી રહેતું. રાજાએ પૂછ્યું: “ભાઈ! અમને ખાતરી છે કે તમે જ રૌહિણેય ચાર છે, પણ પુરાવાના અભાવે તમને છોડી મૂકવા પડે છે. તમને શિક્ષા કરવા કે બાંધી રાખવા અમે અસમર્થ છીએ પણ તમે મારી એક વાતનો સાચો જવાબ આપશે? શું ખરેખર તમે રીહિય નથી? ડરશે। મા, તમને અભયદાન છે, જે સત્ય હોય તે કહેજો.” રાજા પૂછે છે. વિશ્વાસથી પૂછે છે. ઉભયનું ગૌરવ જળવાય એ રીતે પુછે છે એની પૂછવાની રીત અને તે તેનું એકાંત, એ બધું જોતાં લાગે છે કે માનવ જીવનમાં વિશ્વાસ એ અદ્રિતીય અને અમોઘ શકિત તત્ત્વ છે. કઠોર કે પાપી જન ઉપર પણ તમે વિશ્વાસ મુકો તો તે પોતાનાં કુકર્મના એકરાર કરતાં નહિ અચકાય. બલ્કે કુકર્મો કરવાનું છોડી પણ દેશે. કારણ કે સાચ વિશ્વાસ હમેશાં પ્રેમ-મૂલક જ હોય છે. ભય-મૂલક નહિં જ For Private & Personal Use Only ૧૩ www.jainelibrary.org
SR No.230119
Book TitleJain Dharmna Prachar Mate Natak Kalano Upayoga
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & Art
File Size632 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy