SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ જાયસી અને હેમરત્નની રચનાઓમાં તફાવત જાયસી પદ્મિનીના વાસ્તવિક આત્માને પિછાનતો ન હતો. એને એના લોકવિદ્યુત તિહાસનું પણ વિશેષ જ્ઞાન ન હતું; એ ચિત્તોડના રાજા રતનસેનને ચૌહાણ માને છે. જાયસી કેવળ કાવ્યની દૃષ્ટિએ આ કથાનું આલેખન કરે છે. એના ભાવોમાં આત્મીયતાનો આભાસ નથી, એ વાંચતાં કવિતાનો આસ્વાદ તો મળે છે, પરંતુ કથામાં આવતાં પાત્રોના આલેખનમાં કોઈ પોતાપણાનું સંવેદન થતું નથી. એનાં વર્ણનો ખૂબ લાંબાં-લાંબાં અને ઉપમા વગેરે અલંકારોથી ભરેલાં છે. જાણે કવિ આ કથા નિમિત્તે પોતાની કાવ્ય-શકિતને દેખાડવા માગતો હોય એવો જ આભાસ આ રચના વાંચતાં થાય છે. જાયસીએ કેટલાંક વર્ણનો તો એવો મુસલમાની ઢોળ ચડાવીને લખ્યાં છે કે જે સંસ્કારી, ધર્મનિષ્ઠ હિંદુને સાંભળવાં કે વાંચવાં ન ગમે. હેમરત્નની રચના સહજ, અકૃત્રિમ, હૃદયંગમ અને ભાવોદ્બોધક છે. પદ્મિની, રાજા રતનસેન, ગોરા-ખાદલ, રાધવચેતન અને અલ્લાઉદ્દીન વગેરે બધાં પાત્રોનું આલેખન, તે તે વ્યકિતના સ્વભાવને અનુરૂપ, સાવ આડંબર વગરનું થયું છે. આમાં કોઈ જાતની કૃત્રિમતાનો આભાસ સુધ્ધાં નથી થતો. જાણે એમ લાગે છે કે હેમરત્ન પોતાની આંખે દેખેલી ધટનાઓનું દૂ વર્ણન કરી રહ્યા છે. આ વર્ણન સાથે જાણે એનો આત્મીય સંબંધ અભિવ્યકત થાય છે. હેમરત્નની કૃતિમાં ભારતની એક શ્રેષ્ઠ સતી નારીના અખંડ શીલવ્રતનું, સાચા સ્વામિભક્ત રાજપૂત યોદ્દાના સ્વધર્મ કાજે સમર્પિત થઈ જવાના ઉદાત્ત જીવનવ્રતનું શ્રદ્ધાભર્યું આલેખન જોવા મળે છે. હેમરત્નની આ રચના આપણું એક રાષ્ટ્રીય ગીત છે. હેમરત્ને જે રીતે પદ્મિનીની કથા વર્ણવી છે, લગભગ એ જ પ્રકારે એના સમકાલીન મુસલમાન ઋતિહાસલેખકોએ પણ એ ઘટનાનું વર્ણન કર્યું છે. ઘટનાની ઐતિહાસિકતા : ડૉ॰ કાનૂનગોના મતનું નિરાકરણ પણ, જાયસીની અસંબદ્ધ અને અપ્રાસંગિક વાતોથી ભરેલી પદ્મિનીની કથા પ્રકાશમાં આવતાં, અનેક વાચકોને એની યથાર્થતા ઉપર શંકા થવા લાગી, અને અનેક ઐતિહાસિક જિજ્ઞાસુઓ અને વિદ્વાનોએ એ સંબંધી ઊહાપોહ શરૂ કર્યો. ભારતના પ્રાચીન ઇતિહાસને શંકાની દૃષ્ટિએ જોનારાઓને પદ્માવતી—પદ્મિનીની કથાનો, જાયસીના સમયથી પહેલાંના સમયનો, કોઈ વિશ્વાસપાત્ર સ્રોતન દેખાયો. તેથી તેઓ એવા અભિપ્રાય ઉપર આવ્યા કે—પદ્મિનીની આ કથા એ કેવળ જાયસીની કલ્પના જ છે; એમાં કોઈ ઐતિહાસિક તથ્ય છે નહિ. અલ્લાઉદ્દીને ચિત્તોડ ઉપર આક્રમણ કરીને એના ઉપર ઇસલામનો ઝંડો ફરકાવ્યો, એનો ઉલ્લેખ અલ્લાઉદ્દીનના પોતાના દરબારી લેખક્રોએ કર્યો છે; અને એમનામાં સૌથી મુખ્ય પ્રસિદ્ધ લેખક અમીર ખુસરુ છે. અમીર ખુસરુ પોતે ચિત્તોડના આક્રમણ વખતે અલ્લાઉદ્દીનની સાથે હતો. એણે એ લડાઈનું વર્ણન કરતાં ચિત્તોડના રાજા રતનસેન અને રાણી પદમાવતી કે પદ્મિનીનો જરાસરખો પણ નિર્દેશ કર્યો નથી. પછી અકબરના સમયમાં થયેલા મુસલમાન ઇતિહાસલેખકો, જેમાં ફરિશ્તા અને અબુલક્જલ વગેરેનો સમાવેશ થાય છે, એમણે પદ્મિનીની ઘટનાનું વર્ણન કર્યું છે; પરંતુ તેઓ જાયસી પછી થયા છે, એટલે એમની કથાનો મુખ્ય આધાર જાયસીનું વદ્માવત જ છે. એને જ આધારે પછીના હિંદુ કવિઓએ પણ પદ્મિનીની કથાને પ્રચલિત કરી વગેરે વગેરે...આ મતના મુખ્ય પ્રચારક છે સુપ્રસિદ્ધ ઇતિહાસવેત્તા બંગાળના વિદ્વાન ડૉ॰ કાલિકારંજન કાનૂનગો. ડૉ॰ કાનૂનગોએ પોતાની માન્યતાના સમર્થનમાં કેટલાક તર્ક આપ્યા છે. એક તો એ કે અલ્લાઉદ્દીનના સમકાલીન ઇતિહાસલેખકોએ પદ્મિનીનો કશો નિર્દેશ કર્યો નથી. ખીજું, જાયસીની પહેલા પદ્મિની સંબંધી કોઈ રચના મળતી નથી. ત્રીજું, પછીથી થયેલા ભાટચારણોએ પદ્મિનીને લગતી જે કથ કહી છે એમાં પરસ્પરમાં વિસંવાદ અને કાળક્રમનો અસંબદ્ધ ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230111
Book TitleVirgatha Gora Badal Padam ni Katha Chaupai
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Publication Year
Total Pages17
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy