________________
જૈન કવિ શ્રી હેમરત્નવિચિત વીરગાથા : ગોરા-બદલ-પદસની-થા-ચૌપઈ : ૨૯૫
ડૉ॰ કાનૂનગો જેવા વિચારકોનું ખંડન કરનારાઓમાં રાજસ્થાનના જાણીતા ઋતિહાસન ૌ॰ દશરથ શમાં મુખ્ય છે. એમણે કેટલાંક વિશિષ્ટ ઐતિહાસિક પ્રમાણોને આધારે પદ્મિનીની કથાને ઇતિહાસસિદ્ધ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. બિકાનેરથી પ્રગટ થયેલ, અગાઉ સૂચિત, લખ્યોન્ય કવિની પદ્મિનીચઉપઈ ની શરૂઆતમાં રાની પદ્મિની—એક વિવેચન ’ શીર્ષક ડૉ॰ શર્માજીનો ટૂંકો છતાં સારભૂત લેખ છપાયો છે. એમાં ડૉ॰ શર્માએ ડૉ કાનૂનગોના તાનો જવાબ આપતાં કહ્યું છે કે અલ્લાઉદ્દીનના સમકાલીન લેખકોએ દ્મિની સંબંધી ચર્ચા નથી કરી એ હકીકતને કોઈ પ્રબળ પ્રમાણરૂપ ન લેખી શકાય; એ લેખકોએ તો એવી અનેક બાબતોનો ઉલ્લેખ નથી કર્યો કે જે અન્ય પ્રમાણોથી જાણી શકાય છે. જાયસીની પહેલાં પદ્મિનીના અસ્તિત્વનો સૂચક કોઈ ઐતિહાસિક ઉલ્લેખ નથી મળતો, એવો ડૉ॰ કાનૂનગોનો ખીજો તર્ક પણ ખરાબર નથી. જાયસી પહેલાં (સ્૦ ૧૫૮૩માં) રચાયેલી તિા વાર્તા'માં રતનસેન, પદ્મિની, ગોરા-ખાદલ અને ચિત્તોડની ધટનાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. કોઈ અજ્ઞાત કવિ, ભાટ કે ચારણે રચેલાં ગોરા-બદલના ચરિત્રને લગતાં કવિત્ત મળી આવ્યાં છે, જે ભાષાની દૃષ્ટિએ જાયસી પહેલાંનાં માલૂમ પડે છે. રાજા રતનસિંહનો સં૦ ૧૩૫૯નો સ્પષ્ટ શિલાલેખ ચિત્તોડમાંથી મળી આવ્યો છે; એને આધારે એ વખતે એ ત્યાંનો રાજા હતો એ નિશ્ચિત થાય છે. આ તર્કોને આધારે ડૉ॰ શર્માજીએ એમ પુરવાર કર્યું છે કે જાયસીના ‘ પદ્દમાવત ’ની પહેલાં જ પદ્મિનીની કથા અને અલ્લાઉદ્દીનની લંપટતા સારી રીતે જાણીતી થઈ ચૂકી હતી.
હેમરત્નને જાયસીના ‘ વદ્માવત ' સંબંધી કશી જાણકારી નહિ હતી. એમણે તો રાજસ્થાનમાં પરાપૂર્વથી લોકવિખ્યાત બનેલાં કથાબીજોને આધારે પોતાની સ્વતંત્ર કૃતિ રચી છે. એ સ્પષ્ટ કહે છે કે ‘મુળિક તિનુ માઘ્યક સંવૈધિ' (A પ્રતિની પ્રશસ્તિ, કડી ૧૦) અર્થાત્ મેં જેવો સંબંધ સાંભળ્યો તેવો કહ્યો છે. વળી, કવિ પોતાની રચનાના પ્રારંભમાં જ કહે છે કે ઝવસ્યું તારી થા, કાળિ ન ગવર્વાદ' (ત્રીજી કડી) એટલે કે હું સાચી કથા રચીશ અને એમાં કોઈ ખોડ અર્થાત્ અસત્ય નહિ આવવા દઉં. આ રીતે હેમરત્નની કથા અને એનાં મુખ્ય પાત્રો બિલકુલ ઐતિહાસિક હતાં, એમાં શંકા નથી.
પદ્મિનીની આ કથા સુખાંત કેમ ?
આમ છતાં એક વાતનું આશ્ચર્ય થયા વગર નથી રહેતું કે હેમરત્ન વગેરે રાજસ્થાનના કવિઓએ પદ્મિનીના જીવનની અંતિમ ઘટના (પોતાના પતિની પાછળ સતી થવા) અંગે ક્રમ કશું નથી લખ્યું ? આ રાજસ્થાની કવિઓ પદ્મિનીની કથાને સુખાંત રૂપમાં જ પૂરી કરે છે; અને એ કથાનો જેવો કરુણ અંત જાયસીએ વર્ણવ્યો છે, એ અંગે સર્વથા મૌન સેવે છે, એમ કેમ બન્યું હશે ?
પદ્મિની સંબંધી બધી કથાઓમાં સૌથી વધારે સંગત અને આધારભૂત રચના કવિ હેમરત્નની પ્રસ્તુત કૃતિ જણાય છે. સંભવ છે, પદ્મિનીના કરુણ અંત અંગે એને કોઈ વિશ્વાસપાત્ર આધાર જાણવા નહિ મળ્યો હોય, તેથી એણે એનું કોઈ સૂચન નહિ કર્યું હોય અને રાજા રતનસેનની મુકિતની સાથે જ આ કથાને સુખાન્ત રૂપમાં પૂરી કરી દીધી હોય.
વીરગાથાની કેટલીક પ્રસાદી
સામાન્ય જનસમુદાયમાં રાષ્ટ્રભાવના કે રાષ્ટ્રીય ચેતનાનો સંચાર કરે એવી અદ્ભુત આ વીરગાથા દસ ખંડમાં વિભક્ત છે. ગ્રંથની પ્રશસ્તિની કડીઓ, અને વચ્ચે વચ્ચે, આભમાં તારલિયાની જેમ, શોભી
*
જુઓ, ગોરીશંકર હીરાચંદ ઓઝાકૃત ‘વયપુર રાજ્યા તિહાસ' ખંડ ૨, પૃ૦ ૪૯૫-૪૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org