________________
જૈન કવિ શ્રી હેમરત્નવિરચિત વીરગાથા : ગોરા-માદલ-પદમની-કથા-ચૌપઈ : ૨૯૩
શકશે અને ચિત્તોડનો સર્વનાશ થતો અટકી જશે ખરો ?' (૧૯) આ અંગે કેટલોક વિચાર કરીને પદ્મિની પોતાના વિશ્વાસપાત્ર રાજપૂત યોદ્ધા ગોરા રાવતને ઘેર પહોંચે છે. ગોરા મોટો વીર અને પરાક્રમી રાજપૂત છે, પણ કોઈ કારણસર એ રાજા રતનસેનથી અસંતુષ્ટ બનીને રાજદરબારથી અલિપ્ત રહે છે. રાજમાતા પદ્મિનીની વાત સાંભળીને એ ખૂબ ચિંતામાં પડી જાય છે; અને આ આફતનો સામનો કેવી રીતે થઈ શકે એનો ઉપાય વિચારે છે. એનો એક ભત્રીજો બાદલ યુવાન, ઘણો મુદ્ધિશાળી અને ભારે શૂરવીર છે. ગોરા એની સાથે વિચાર કરે છે. કાકો-ભત્રીજો બન્ને એક અદ્ભુત પ્રપંચ દ્વારા રાજાને છોડાવી લાવવાની યોજના ઘડે છે. રાણી પદ્મિની એ સાંભળીને રાજી થાય છે. (૨૦) પછી એ અન્ને યોદ્ધાઓ રાજદરબારીઓને મળીને એમને પોતાની યોજના સમજાવે છે. બધા એમની સાથે સહમત થાય છે; અને એ પ્રમાણે બધી તૈયારી કરીને, પદ્મિનીને બહાને પાલખીમાં ગોરા રાવતને છુપાવીને, એને યોગ્ય ખૂબ શોભા સાથે સેંકડો પાલખીઓનો રસાલો લઈ ને તેઓ અલાઉદ્દીનની છાવણીમાં પહોંચે છે. બાદશાહ આ છળથી સાવ અજ્ઞાત છે, અને ભારે આતુરતાથી પદ્મિનીનું સ્વાગત કરવાની ઘડીની રાહ જોઇ રહ્યો છે. (૨૧) ખાદલ ચુપચાપ રાજાને ગોરાની પાલખીમાં એસારી દે છે, અને એને કિલ્લા તરફ રવાના કરી દે છે. એટલામાં વાતનો ભેદ ખુલી જાય છે અને સુલતાનની છાવણીમાં દોડધામ મચી જાય છે. < દગો ! દગો !'ની બૂમો સાથે ત્યાં મારામારી અને કાપાકાપી શરૂ થઈ જાય છે. પાલખીઓમાં છુપાયેલા સૈનિકો વીર ગોરાની આગેવાની નીચે અદ્ભુત વીરતા દાખવીને સેંકડો દુશ્મન-સૈનિકોનો સંહાર કરી નાખે છે. ગોરા વીર શૌર્ય દાખવીને ત્યાં વીરગતિને પામે છે. (૨૨) પોતાની સેનાનો ભારે સંહાર થઈ જવાને લીધે સુલતાન હતાશ થઈ તે દિલ્લી પાછો ફરી જાય છે. આ રીતે અદ્ભુત પરાક્રમ અને બુદ્ધિબળથી રાજા રતનસેન અને રાણી પદ્મિનીની રક્ષા કરવાને કારણે બાદલ વીરનો સર્વત્ર જયજયકાર થાય છે.
હેમરત્નના આ મુદ્દાઓમાં અસંભવનીય ઘટનાનો થોડો પણ આભાસ નથી; બધી ઘટનાઓ ક્રમબદ્દ અને બહુ જ સ્વાભાવિક રીતે વર્ણવી છે. ઠેકઠેકાણે હેમરત્ને કથાના આધારભૂત કેટલાંય પ્રાચીન કવિત્ત વગેરે આપ્યાં છે, જે નિઃશંકપણે પૂર્વવર્તી કવિઓની રચનાઓમાંથી લેવામાં આવ્યાં છે.
એક અસંગત વાત અને તેનો ખુલાસો
હેમરત્નની કથામાં જે વાત અસંગત જેવી લાગે છે તે પદ્મિનીને સિંહલ દેશની રાજકન્યા કહી છે એ છે. સિંહલની અત્યંત રૂપવતી રાજકન્યાઓની કથાઓને લીધે કથાકારોએ સિંહલને પદ્મિનીનું પિયર માની લઈ ને એનો એ રીતે પ્રચાર કર્યો હોય એ બનવાજોગ છે. રાજસ્થાનના મહાન ઇતિહાસકાર સ્વ. ગૌરીશંકર ઓઝાજીએ આ અંગે એવી કલ્પના કરી છે કે રાજા રતનસેન સિંહલ જેટલા સુદૂરના પ્રદેશમાં જઈ તે પદ્મિનીને પરણી લાવ્યો હોય એ કોઈ રીતે સંભવિત નથી. સંભવ છે કે પદ્મિની મેવાડના સિંગોલી જેવા સ્થાનની રાજકન્યા હોય અને ભાટો વગેરેએ શબ્દસામ્યને લીધે એનું ‘ સિંહલ ' બનાવી દીધું હોય . જોકે મારી પાસે કોઈ આધાર નથી, છતાં મારી કલ્પના છે કે પદ્મિની સિંહલ દેશની નહિ પણ સિંધલ અર્થાત્ પ્રસિદ્ધ સિંધ પ્રદેશના કોઈ રાજપૂતની કન્યા હશે. સિંધલની સ્ત્રીઓના રૂપ-લાવણ્યનું વર્ણન રાજસ્થાનના પાછળના કવિઓએ ખૂબ કર્યું છે, અને સિંધલની રૂપવતી સ્ત્રીઓને રાજસ્થાનની સ્ત્રીઓના સૌંદર્યના પ્રતીક તરીકે વર્ણવવામાં આવી છે. કર્નલ ટૉ સિંહલના રાજા અને પદ્મિનીના પિતાનું નામ હમીરસિંહ લખ્યું છે, અને એને ચૌહાણ વંશનો કહ્યો છે. સિંહલ અર્થાત્ લંકામાં ચૌહાણ રાજાનું હોવું સર્વથા અસંભવ છે. હમીરસિંહ નામ પણ શુદ્ધે રાજસ્થાની છે. તેથી કર્નલ ટૉડના આ ઉલ્લેખમાં કંઈ પણ તથ્ય હોય તો તે ‘ સિંહલ ’ને સ્થાને ‘ સિંધલ ’ માની લેવાથી સાર્થક થઈ શકે છે, અને પદ્મિનીની શરૂઆતની આખી કથા સંભવિત અને સંગત બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org