________________
પ્રરૂપણા કરવાને કે અભિપ્રાય આપવાનો અવસર ઊંભા થાય ત્યારે સર્વજ્ઞનો શાસનને પામેલ આત્મા પોતાની સલામતી ખાતર એમ જ કહે કે “સ્વ-યોપશમ મુજબ સર્વાની આજ્ઞા કે આદેશને જે. રીતે સમજી શકું છું તે મુજબ.. આમ હોય કે હોવું જોઈએ.” આવું કથન કરતી વખતે પણ દરેક રાત્માએ એ વાતની સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ કે “પોતાની સમજથી ભિન્ન માન્યતા કે આચરણા કરનાર આત્માના પરિણામ કે અધ્યવસાય અંગે કોઈ પણ જાતનું નિર્ણયાત્મક કે ચોક્કસ (definate) વિધાન ન કરે.” આવું વિધાન ન કરવાનું મુખ્ય કારણ એ છે કે, સર્વજ્ઞ વચનની જાણકારી કે બોધ માત્રથી જ કોઈ પણ આત્મામાં અન્ય આત્માના અધ્યવસાયો કે પરિણામ જાણવાની ક્ષમતા આવતી નથી. આવી ક્ષમતા તો ત્યારે જ પ્રાપ્ત થાય કે જયારે આત્મા સ્વપુર પાર્થ કરી ચોક્કસ પ્રમાણમાં કર્મનિર્જરા દ્વારા પોતાના આત્માને અવારનવાર અજ્ઞાનને અંધકાર આંશિક રીતે કે સંપૂર્ણપણે દૂર કરે. આત્મ-જ્ઞાન અનુમાનના આધારે આવતું નથી. એ તો સ્વ-પુરષાના આધારે થતી આત્મપ્રતીતિથી જ આવે છે.
આવી આત્મ-પ્રતીતિ કે અન્ય પ્રકારની જાણકારી આત્માને કેવી રીતે થાય છે? આત્માની સ્વ-માર્ગી કે પરકીય પ્રવૃત્તિનું મૂળ યા આધાર:
સર્વજ્ઞ-કથીત સ્વયંસિદ્ધ સત્ય એ છે કે જીવ-આત્માના મૂળભૂત ગુણામાં અર્થાત સ્વભાવ સ્વરૂપે જ્ઞાનને ગુણ રહેલે છે જ. આ ગુણના પ્રગટ સ્વરૂપમાં પૂનાધિકતા ( ઓછા-વધતાપણું) હોઈ શકે અને હોય છે. એ સામાન્ય અનુભવની વાસ્તવિકતા છે. આત્માની આંતરિક કે બાહા અથવા સ્થળ કે સુક્ષમ પરિણતી તથા પ્રવૃત્તિની આધારશીલા અન્ય ગુણો તથા કારણોમાં આ જ્ઞાન ગુણ પણ મૂળમાં આધાર રૂપે છે. શાનના બે મુખ્ય પ્રકાર:
સમગ્ર વિશ્વના તથ્ય તથા તત્ત્વોને પદાર્થ-બોધ જેમને હસ્તામલકત હતા તેવા સર્વજ્ઞ ભગવંતોએ આ ‘પદાર્થબોધ'નું નિરૂપણ કરતાં કહ્યું છે કે સમસ્ત સંસાર ચેતન (જીવ) અને જડ (અજીવ) એમ બે મુખ્ય તાની “યથાવત' સમજણથી સમજી શકાય છે અને તેના પ્રત્યેક રહસ્યો જાણી શકાય છે.
આ બે મુખ્ય તમાંથી જીવનું લક્ષણ ચેતના અર્થાત આત્માની અંદર રહેલી જ્ઞાનશકિતનું વર્ણન કરતાં જ્ઞાનના બે મુખ્ય ભેદ કેવલી ભગવંતેએ કહ્યાા છે. (૧) ઈન્દ્રિયાશ્રિત જ્ઞાન અને (૨) ઈન્દ્રિયાતીત જ્ઞાન. (અહીં ઈન્દ્રિયાતીત એટલે ઈન્દ્રિયની સહાય કે માધ્યમ સિવાયનું જ્ઞાન એમ સમજવું).
ઈન્દ્રિયજન્ય[ sensual ] જ્ઞાન દરેક આત્માની કર્મબદ્ધ અવસ્થાની સ્થિતિ અર્થાત પાર્જીત કર્મની તીવ્રતા કે હલકાપણા પર આધારિત છે. બીજી રીતે કહીયે તે એમ પણ કહી શકાય કે ઈન્દ્રિયજન્ય કે ઈન્દ્રિયાશીત જ્ઞાન કે એને બોધ “પ્રવાહી પરિસ્થિતિ” ( fluied condition ) જેવું છે. એના આકાર-પ્રકાર ( shapes and modes ) વિવિધ પ્રકારના છે. જ્યારે ઈન્દ્રિયથી ભિન્ન એવી જીવની મૂળ જ્ઞાનશકિત તત્ત્વત: અર્થાત તાત્ત્વિક રૂપે તથા ગુણરૂપે (substantially and qualitatively) પ્રત્યેક આત્મામાં એકસરખી જ છે. “અભવી” આત્માઓ આમાં અપવાદ રૂપે હોઈ શકે એમ માનવાને કારણ છે, પરંતુ એ માટે સ્પષ્ટ શાસ્ત્રાધાર હજી સુધી જોવામાં કે સાંભળવામાં આવ્યો નથી. સમ્યક દર્શનની સરળ છતાં સ્પષ્ટ વ્યાખ્યા :
સર્વજ્ઞકથીત સત્યકથન પ્રતિ ક્ષણિક રૂપે (momentary) પણ
શ્રદ્ધા થવી અર્થાત સમગ્ર વિશ્વના પદાર્થો તથા તે વિશે સર્વજ્ઞભગવંતોએ જે પ્રરૂપણા કરી છે તેને વિશેષરૂપે જાણીને કે જાણ્યા વગર પણ, સર્વજ્ઞ ભગવંતેએ કહેલ વચન વાણી સત્ય છે તેવી ક્ષણીક પ્રતીતિ પણ સમ્યકદર્શનની ઉપલબ્ધિ (તેટલા સમય પૂરતી) પર્યાપ્ત છે. બીજા શબ્દોમાં કહીએ તો શેય પદાર્થોના સામાન્ય ધર્મને “યથાવત” જાણવું તેનું નામ સમ્યકદર્શન. સમ્યક જ્ઞાનનું સ્વરૂપ, વ્યાખ્યા :
દરેક પદાર્થમાં સામાન્ય અને વિશેષ ધર્મ હોય છે. સામાન્યનું જ્ઞાન થયા પછી વિશેષ ધર્મનું જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવાની ઈચ્છા થાય અને એના પરિણામે શેય પદાર્થોના વિશેષ ધર્મનું જ્ઞાન થવું કે મેળવવું એને સમ્યકજ્ઞાન કહેવાય છે. ટૂંકમાં શેય પદાર્થોના સ્વરૂપ અને સ્વભાવનું ‘યથાવત જ્ઞાન થવું તેનું નામ સમ્યક જ્ઞાન. આત્માની ચૈતન્યશકિતનું દ્વિપક્ષી સ્વરૂપ:
આત્માના મૂળ ગુણ રૂપ ચૈતન્યશકિતનું સ્વરૂપ સ્વભાવ-યયુકત અર્થાત દ્રિપક્ષી છે. આત્માની ચૈતન્યશકિત એકલી “જ્ઞાનસ્વરૂપે જ વિદ્યમાન નથી હોતી; પરંતુ જ્ઞાન અને દર્શન એમ સંયુકત સ્વરૂપે હોય છે. આ સંયુકત સ્વરૂપાત્મક ચૈતન્યશકિત કહેવા પાછળનો તર્ક અને તથ્યયુકત કારણોમાંથી પ્રથમ કારણ એ છે કે, કોઈ પણ પદાર્થ એક ધર્મી હોતો નથી. પરંતુ સામાન્ય અને વિશેષ એમ બને ધર્મસ્વરૂપયુકત જ હોય છે. બીજું કારણ એ છે કે, સામાન્ય પદાર્થબોધ થતી વખતે પણ જીવને આત્મોપયોગ ચઢતો અને ઉતરતો એમ બે પ્રકારે હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ પણ માનવી પર આપણી દષ્ટિ પડે છે ત્યારે સામાન્ય રૂપે એ માનવ છે એમ અનુભવીએ છીએ પણ એની સાથે સાથે વ્યકત કે અવ્યકત રીતે પણ એ માનવ છે એટલે જીવયુકત અને વિવિધ અંગવાળા તથા બુદ્ધી શકિતવાળો છે એ પણ જાણીએ છીએ. આવી વ્યકિતની માત્ર માનવી તરીકેની ઓળખાણ -ખાસ કરીને સામાન્ય ઓળખાણની સાથે જ વિશેષ ઓળખ પણ આવે છે તેનું કારણ આત્માની ચૈતન્યશકિતનું આ સ્વરૂપદ્રયાત્મક હોવું એજ છે. સમ્યક દર્શનની સામાન્ય વ્યાખ્યા :
આ જ્ઞાનશકિતથી જીવને ય પદાર્થને ખ્યાલ પેદા થાય છે તેમાં પ્રાથમિક ખ્યાલ પણ જ્ઞાનના દર્શન કહેવાય છે. પદાર્થબંધની પ્રથમ ભૂમિકા તે દર્શન છે તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહિ થતાં ફકત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. સર્વ શેય પદાર્થો સામાન્ય અને વિશેષ એમ બને ભાવયુકત હોય છે સામાન્ય વિના વિશેષ હોઈ શકે નહિ. જેમ કે વિવિધ ફળે પૈકી આંબાનું ફળ દષ્ટિ સન્મુખ થતાં પ્રથમ તો કેરી સ્વરૂપે સામાન્ય બોધ થાય ત્યાર પછી તે કેરી મોટી છે, મીઠી છે, પરિપકવ છે, વિગેરે કેરી અંગેનો વિશેષ બોધ થાય છે. આ ફળમાં કેરી સ્વરૂપ સામાન્ય ભાવ છે, તો જે મોટાઈ, મીઠાશ, પરિપકવતા વિગેરે વિશેષ ભાવે છે. જયાં કેરી સ્વરૂપે સામાન્ય ભાવ જ ન હોય તો પછી ત્યાં મોટાઈ– મીઠાશ વગેરે વિશેષ ભાવનું અસ્તિત્વ જ કયાંથી હોય ? માટે સામાન્ય અને વિશેષ એ બન્ને ભાવ પ્રત્યેક વસ્તુમાં સંલગ્ન છે. જેથી દરેક પદાર્થનો બોધ, પ્રથમ સામાન્ય અને પછી વિશેષ થાય છે. તેમાં શેયના વિશેષ ધર્મને જાણવાવાળો આત્માને જે ગુણ છે તે જ્ઞાન છે. શેયના સામાન્ય ધર્મને જાણવાવાળો આત્માનો જે ગુણ છે તે દર્શન છે.
: આ રીતે પદાર્થ બોધ થતી વખતે ચડતા ઊતરતા વિવિધ પ્રકારના આત્મોપયોગરૂપ ભેદને વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે થતો ખ્યાલ સુકાઈ ન જાય તે માટે આત્માની ચૈતન્યશકિતને
વિ. નિ. સં. ૨૫૦૩
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org