SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ એ વિસ્મૃતિમાંથી ઉત્પન્ન થયેલ અજ્ઞાનની અનિર્ણાયક દશાને આત્મા ભેગ બને છે. કર્મની સર્વાગીણ સમાજનું સાચું - મૂળ કારણ: આવાં અને બીજા અનેક કારણોથી આત્માની કર્મજન્ય અવસ્થાઓ તથા કર્તા-ભોકતા અને પરિહર્તાપણાનું સર્વાગી જ્ઞાન થતાં કર્મવાદનું સર્વાગી જ્ઞાન બાહમાંતર રૂપે થાય છે. કર્મવાદના આ બાહ્યાાંતર જ્ઞાનના સર્વાગીપણાનો આધાર પણ આત્માની પિતાની બહિરાત્મ દશા અને અંતરાત્માવસ્થાના જ્ઞાન અને તેની પ્રતીતિ પર જ આધારિત છે. આત્માના આ બન્ને બહિરાત્મ અને અંતરાત્મ ભાવનું. ભાન થતાં જ દેહાત્મ-ભીન્ન ભાવની પ્રક્રિયાને પ્રારંભ થાય છે. આ પ્રક્રિયા એની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે દેહાત્મભાવ વિસરાઈ જાય છે અને આત્મભાવ પ્રગટે છે. આ આત્મભાવ અનન્યતાની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સહાયક બને છે. સાચા પરિપ્રેક્ષ્યની સમજ માટેની પાયાની આવશ્યકતા: જ્યાં સુધી જીવમાં બહિરાત્મભાવ પ્રવર્તે [ purvades ] છે. ત્યાં સુધી આત્મા કર્મજન્ય કલુષિતતાથી કલુષિત બને છે આત્માની બહિરાત્મભાવની અવસ્થાને કારણે તે વૈભાવિક ક્રિયાઓ કરે છે કે પુદગલાનંદી પ્રવૃત્તિમાં રાચે છે. આત્માની આ પરકીય પદાર્થોની પ્રીતિના કારણે આવતી પ્રવૃત્તિ અને “પરિણામ”થી જ કર્મને બંધ થાય છે. કર્મબન્ધન, કર્મની સત્તાસ્થિતિ અને કર્મોદયના કારણ રૂપ પરિણામ અને પ્રવૃત્તિ, ઉદીર્ણ અને વિપાકોદય, કર્મને આશ્રવ અને આત્માને સંવરભાવ, સત્તાસ્થિત કે ઉદયમાં આવેલા કર્મની નિર્જરા આ બધી અવસ્થા અને આવી અવસ્થાના કારણો તથા ભાવનું યથાર્થજ્ઞાન જ આત્માની કર્મભૂકિતની પ્રક્રિયાને પ્રારંભ કે પરિપૂર્ણતા પ્રાપ્ત કરાવવા સમર્થ બને છે. આ સામર્થ્ય ત્યારે જ સમ્યક બને છે કે જ્યારે આ વિષયનું જ્ઞાન તેના સાચા પરિપ્રેક્ષ્યમાં થાય. આવી સાચા પરિપ્રેક્ષ્યની સમજ, જ્ઞાન કે પરણિતી ત્યારે જ પ્રત્યક્ષ થાય કે જ્યારે પારમાર્થિક અને વ્યવહારિક અવસ્થા-દશાનું. પરિમાણ મૂલ્યાંકન પારમાર્થિક અને વ્યવહારિક નયને યથાર્થ સ્થાને યથાયોગ્ય રીતે ઉપયોગ કરવાની આત્મામાં ક્ષમતા અને પરિણતી આવે. આ બન્ને સ્થિતિને સમજવા માટે આ બને નયની યથાયોગ્ય સમતુલા ને વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે. પારમાર્થિક અને વ્યવહારિક દશાની સમજ-જ્ઞાનમાં આ બન્ને નયની અનિવાર્ય આવશ્યકતા સાથે આ નોને યથાયોગ્ય ઉપયોગ પણ એટલે જ આવશ્યક છે. ટૂંકમાં આ મૂળભૂત પાયાની આવશ્યકતા છે. આ આવશ્યકતાની પૂતિના પ્રકારમાં, પ્રયાસમાં કે પ્રગટીકરણમાં જેટલી ખામી કે અધૂરાશ કે અવ્યકતપાછું આવે એટલા પ્રમાણમાં આત્મસાધનાના માર્ગ આર્ટીઘૂંટીવાળે અર્થાત વિકટ અને વિષમ બનવાને. આ વિષમતાથી વ્યાપ્ત બનતી વિભાવદશાના કારણે જીવની બાહ્યાંતર બન્ને પ્રકારની પરિણતી અને પ્રવૃત્તિ વૈભાવિક અવસ્થાની વૃદ્ધિનું જ કારણ બને છે. વૈભાવિક અવસ્થાના વિનિપાતથી વિગતિ: આવી વૈભાવિક અવસ્થાથી વિવેકનો વ્યવસ્થિત વિધ્વંસ થાય છે. આ વ્યવસ્થિત વિધ્વંસથી આત્માના પરિણામે નિષ્ક્રસ બને છે. આ પરિણામ નિદ્ધસતાના કારણે આત્મા નયવાદની નિર્મળતાની પવિત્રતાના આધારે થતી પાપ-પૂનાશક પરિણતી અને અધ્યવસાયશુદ્ધી કયાં તે નાશ પામે છે અથવા સ્વ૯૫ બને છે જેના પરિણામે જીવની રાગદ્વેષની પરિણતી વધે છે. પરિણામે આત્મા કર્મના બધાથી લપેટાય છે. આથી જ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે, “ જાને વઘ. “પરિણામથી કર્મને બન્ધ થાય છે.” આવા બધથી જીવની ‘ભવસ્થિતિ’–સંસારમાં ભ્રમણ વધે છે. આ ભ્રમણ આત્માની વૈભાવિક સ્થિતિ અને રમણતાનું ઘાતક છે- અર્થાત વિનિપાત છે. સ્વ-સ્થિતિ પ્રાપ્ત કરવાના સાધન-ત્રય: રાગદ્વેષની સૂમ પરિણતીના કારણે જીવે બાંધેલા કર્મ તથા તેના ઉદયથી કરેલી પ્રવૃત્તિઓમાંથી મુકિત પ્રાપ્ત કરવા માટે દરેક આત્માએ ઓછા-વધતા પ્રમાણમાં કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપે (૧) સમ્યકજ્ઞાન, (૨) તજન્ય પરિણતી અને (૩) આત્મપુરષાર્થ આ સાધનત્રયને ઉપયોગ કરવો અનિવાર્ય છે. આ સાધનત્રયમાં સમ્યકજ્ઞાનનું સ્થાન પાયાનું છે. સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ સિવાય સમ્યક દર્શન આવ્યું હોય તે પણ સ્થાયીરૂપે રહી શકતું નથી. તેવી જ રીતે કર્મવિનાશક પરિણતી પણ પરિપકવ બનતી નથી. એ જ પ્રમાણે સમ્યકજ્ઞાન અને તજન્ય પરણતી સિવાયને આત્માને પુર, પાર્થ પાંગળો અથવા પ્રાણ-વિહીન હોય છે. અર્થાત કર્માય માટે પ્રભાવક બની શકતું નથી. પઢમં ના તો યય અર્થાત ‘પ્રથમ જ્ઞાન પછી દયા” આ શાસ્ત્રવચન ઉપરોકત વાત-કથનના આધારે છે. આમ છતાં આ સંસારમાં એવાં અનેક જીવે છે કે જે પિતાનામાં રહેલી કર્મજન્ય અશકિત અને અજ્ઞાનના કારણે કયાં તે એકલા જ્ઞાનરૂચીવાળા કે એકલા ક્રિયારૂચીવાળા હોય છે એટલું જ નહીં પણ તદનુસારની પ્રરૂપણા તથા વિવિધ શાસ્ત્રાજ્ઞાઓનું તેમની પરિણતી અનુસાર અર્થઘટન કરે છે. સ્વ-પરિણતી અનુસારનું અર્થઘટન અનર્થકારી છે: આવું એકાંતિક કે ગણતા અથવા પ્રાધાન્યતા દર્શાવનાર, સ્વ-પરિણતી અનુસારનું અર્થઘટન આત્માને અંધકારમાં રાખે છે અને ભવભ્રમણ વધારનાર ' થાય છે. સર્વજ્ઞકથીત આત્મકલયાણના સાધનામાર્ગમાં આત્માને કર્મના બધામાંથી મુકિત અપાવનાર દરેક સાધન કે પરબિળાનું સ્થાન તથા મર્યાદા સુનિશ્ચિત છે. આત્મકલ્યાણકારી સાધને કે પરિબળોનાં સ્થાન તથા મર્યાદાઓનું જેટલું સ્પષ્ટ જ્ઞાન અને ભાન હોય એટલું એનું શ્રેય—મુકિત સત્વર થાય. ટૂંકમાં આત્માની પોતાની કર્મબદ્ધ અવસ્થાની, પરિણતી અનુસારનું જ્ઞાન કે અર્થઘટન અથવા ક્રિયાઓનું આચરણ આત્માને મુકિત અપાવવા શકિતમાન નથી પણ આ શકિત કે ક્ષમતા ફકત સર્વત્તભગવંત કથીત સત્યની આજ્ઞા કે મર્યાદા અનુસારની પરિણતી જ આત્માને બન્ધનાવસ્થામાંથી મુકત કરી સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ કરાવી શકે. બીજા શબ્દોમાં કહીએ તો સત્યના સાક્ષાત્કાર સિવાય સ્વ-સ્વરૂપ પ્રપ્તિના સાધના માર્ગના ઉપાયોની આધીકારિક-સત્તાવાર ઘોષણા કરવાને કોઈને પણ હક્ક નથી. આટલું જ નહીં પણ સત્યનો જેને સાક્ષાત્કાર થયો છે તેવા સર્વશભગવંત કથીત સત્યવચનના આધાર સિવાયની કોઈ પણ પ્રરૂપણા કે પ્રવૃત્તિથી આત્માનું કલ્યાણ કે કર્મ-નિર્જરા સંભવી શકે જ નહીં. આ શાશ્વત સત્ય પ્રતિ જેની નિષ્ઠા જીવંત હોય તે પોતાનામાં રહેલા અજ્ઞાનથી અનભિન્ન હોય જ નહીં અર્થાત પોતાની છમસ્થ અવસ્થાને ખ્યાલ અને એનું ભાન આવા આત્મામાં અભિન્નપણે રહેલું હોય. આ અનભિજ્ઞતાના કારણે એ આત્માને અહંકાર-અભિમાન ઓગળી ગયું હોય અથવા બિલકુલ નહીંવત હોય. આ રીતે આવેલા અહંકારના અભાવ અથવા અત્ય૯૫પણાના કારણે સત્યનિષ્ઠા ધરાવતે કોઈ પણ આત્મા સર્વજ્ઞકથીત સત્યની નિર્ભેળ અને સ્પષ્ટ સમજણ સિવાય તેમ જ એવા સત્યના સ્પષ્ટ આધાર સિવાય અન્ય કોઈ પણ આત્માની પ્રરૂપણા કે પ્રવૃત્તિને એકાંતે અસત્ય કે અહિતકારી કહે જ નહીં. આવી ૨૮ રાજેન્દ્ર જયોતિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230057
Book TitleKarmavad Samanya Ruprekha
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherZ_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Publication Year1977
Total Pages8
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy