________________
માત્ર એક જ્ઞાનસ્વરૂપે જ નહિ ઓળખાવતા શાન અને દર્શન એમ બન્ને સ્વરૂપે કડી છે.
ચારિત્ર્ય : આ જ્ઞાન અને દર્શન ઉપરાંત આત્માને ત્રીજો ગુણ છે. વની ચકિત, ચેતના અને વીર્યાદિની પરિવૃતિનું પ્રવર્તન, સ્વભાવમાં વર્તે છે તેને ચારિત્ર્ય કહેવાય અથવા રાગ-દ્રુ યની પરાધીનતા રહિત આત્માની જ્ઞાન અને દર્શનશકિતનો ઉપયોગ તેને ચારિત્ર્ય કહેવાય. રાગ-દ્વેષ એટલે આત્મામાં વર્તતા ક્રોધાદિ કષાયો. આક્રોધાદિ કષાયોના ત્યાગને જ ચારિત્ર કહેવાય.
આત્મિક શકિત--અનંત વીર્ય ! આત્માનો ચોથો ગુણ "વીર્ય" કહેવાય છે. વીર્ય એ જૈન પારિભાષિક શબ્દ છે. તેનો અર્થ, યોગઉત્સાહ-બળ-પરાક્રમ – શકિત ઈત્યાદિ થાય છે. અર્થાત આત્માની શકિત--બળ -પરાક્રમ તે વીર્ય કહેવાય છે. તેના (૧) લબ્ધિ વીર્ય અને (૨) કરણ વીર્ય; એમ બે પ્રકાર છે. તેમાં આત્મામાં શકિતરૂપ હેલું વીર્થ તે સબ્ધિ વીર્ય છે. અને તે લબ્ધિવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત જે મન-વચન અને કાયારૂપ સાધન તે કરણ વીર્ય છે. કરણ વીર્યમાં આત્મિક વર્ષના વાહનરૂપથી વીર્ય શબ્દનો ઉપચાર વ્યવહારિક ઉપયોગ છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્ય ગુણની પ્રાથમિક સમજ, તે ણવીર્ય દ્વારા જ આપી શકાય છે. લબ્ધિવીર્ય પ્રગટ થવામાં કરણ વીર્ય સંબંધ ધરાવે છે. માટે તે ઉપચાર યોગ્ય છે. વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકો, શરીરની તાકાતનેબનેં જ વીર્યસ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર ઓ વીર્ય નો પુલમાંથી બનેલું હોવાથી તેનો પૌગિક વીર્ય કહેવાય છે. આ પૌદ્ગલિક વીર્યની પ્રગટવાનું કારણ આત્માના વીર્યગુણ (લબ્ધિવીર્ય)ના પ્રગટીકરણ ઉપર છે.
શકિતના મુખ્ય બે ભેદ :
જગતના નાના મેાટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્થૂલ યા સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ લાગે છે. મન-વચન અને કાયા તા જડ હોવાથી આત્માના વીર્ય વિના કોઈ પણ પ્રકારની ક્રિયા કરી શકતા નથી. આત્મા જયારે શરીરના ત્યાગ કરીને ચાલ્યો જાય છે, ત્યારે મભૂતમાં મભૂત શરીર પણ કારની માફક થઈને પડયું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક વીર્યના અભાવે શારીરિક બળ વ્યર્થ છે. શરીરગત પૌઢગત્રિવીર્ય, એ બાધવીર્ય છે. આ બાઘવીર્ય એ આત્મિક વીર્યના અનેક બાહ્ય સાધનામાંનું એક બાહ્ય સાધન છે. અથવા આત્મિક વીર્યના પ્રવર્તન રૂપ આત્મપ્રયત્નમાં બાહ્યવીર્ય પણ સંબંધ ધરાવે છે. એટલે વાસ્તવિક રૂપથી તે વીર્ય એ એ શરીરની નહિ પણ આત્માની વસ્તુ છે. એ શરીરને ગુણ નહિ હોતા શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા, શરીરમાં રહેલા છે તેના ગુણ છે.
સ્વાભાવિક ગુણો :
આ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્ર અને વીર્ય એ આત્માના સ્વ-માલિકીના, બહાર, કોંધણી નિહ આવેલા સ્વાભાવિક ગુણો છે. એ જીવ માત્રના ગુણા હોવા છતાં પણ તે દરેકનું અસ્તિત્વ દરેક જીવોમાં એક સરખું નહિ. વાથી ન્યૂનાધિકપણે વર્તનું જોવામાં આવે છે, આવી વિવિધતાનું કારણ શું ? એ પ્રશ્ન બુદ્ધિમાન મનુષ્યોના હૃદયમાં ઉપસ્થિત થાય એ સ્વાભાવિક છે. પરંતુ આ પ્રશ્નનું સમાધાન કર્યા પહેલાં તે એ સમજી લેવું જોઈએ, કે જે કરે વસ્તુના વિકાસમાં ક્રાનિવૃત્તિ દેખાય તે વસ્તુમાં પ્રકર્ષતા અથવા સંપૂર્ણતા યા અન્તિમ વિકાસ પણ હોવા જોઈએ. એ હિસાબે જ્ઞાનાદિ ચારે ગુણોની પ્રકર્ષતા અર્થાત સંપૂર્ણતાના પણ ભાસ થઈ શકે છે.
૩૦
Jain Education International
આત્માને આવરતી શકિત
વાદળ ઘેરાપી આદિત બની જતા સૂર્યના તેજની ધૂન વકતા, આચ્છાદક એવા વાદળના સમૂહને અનુરૂપ હોય છે. વાદળ ઘટા વધારે તેમ સૂર્યનું તેજ ઓછું, અને વાદળ ઘટા ઓછી તેમ તેજનું પ્રમાણ વધુ હોય છે અને વાદળઘટા સર્વ વિખરાઈ ગી સુર્યનું તેજ બિલકુલ આચ્છાદન રવિન સંપૂર્ણપણે પ્રગર છે. અહીં વાદળની આચ્છાદિતતાની અવસ્થામાં કંઈ સૂર્યનું તેજ નષ્ટ થઈ જતું નથી અને વાદળ ઘટા બિલકુલ વિખરાઈ જતાં કંઈ તે તેજ નવું ઉત્પન્ન થતું નથી કે બહારથી આવતું નથી. પરંતુ વાદળ ઘટા વખતે તે તેજ આચ્છાદિત (ઢંકાઈ જવાપણે) રૂપમાં વર્તે છે અને ઘટા બિલકુલ ઘટા બિલકુલ વિખરાઈ જમી ને તેજ પ્રગટ થઈ પૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. એ રીતે આત્માના જ્ઞાનાદિ ચાર ગુણો અને તેના આચ્છાદક તત્ત્વ, કર્મ અંગે સમજવું. કર્મના મુખ્ય બે ભેદ:
જીવના પારમાર્થિક યા સ્વાભાવિક સ્વરૂપ જ્ઞાનાદિ ચાર આત્મિક ગુણને આચ્છાદિત બનાવી રાખનાર કર્મને જૈનદર્શનમાં ઘાતી કર્મ તરીકે ઓળખાવ્યા છે અને જીવની વ્યાવહારિક યા દશ્યમાન અવસ્થાની અનુકૂળતા તથા પ્રતિકૂળતા સર્જક કર્મને અઘાતી કર્મ તરીકે ઓળખાવ્યા છે. ઘાતી કર્મો આત્મિક ગુણાનું આચ્છાદન કરે છે. જયારે અઘાતી કર્મોથી તે જીવ મનુષ્ય, દેવ, જાનવર અને નરકના ભવનું, આયુષ્યનું, શારીરિક સુખ-દુ:ખનું અને ગાત્ર વગેરેનું સર્જન થાય છે. આત્માના જ્ઞાન દર્શન, ચારિત્ર અને વીર્યગુણના આચારક એવા ઘાતી કર્મના નામ અનુક્રમે : (૧) જ્ઞાનાવરણીય (૩) દર્શનાવરણીય (૩) મેદનીય અને (૪) અતરાય જીવને ભય-જીવન-મર્યાદા સુખ-દુ:ખ અને ગોત્રના સંયોગા પ્રાપ્ત કરાવનારા અઘાતી કર્મોનાં નામે અનુક્રમે: (૧) નામ કર્મ (૨) આવુ કર્મ (૩) વંદનીય કર્મ અને (૪) ગોત્ર કર્મ છે. ઘાની કમીનું કામ જીવને ગતિ આદિ બાહ્ય સંજોગોની અનુકૂળતા પ્રતિકૂળતાને પ્રાપ્ત કરાવવાનું છે. જયારે ઘાતી કર્મોનું કામ આત્મિક ગુણોને આચ્છાદન કરવાનું છે.
અઘાતી કર્મના કારણે પ્રાપ્ત, ભવ-આયુ આદિ સંયોગિક છે અશાશ્વત છે, નાશવંત છે. આત્માની સ્વાભાવિક, અસલી અને સ્વ-માલિકીની ચીજ નથી. બહારથી આવેલ છે. અસલી ચીજ તે આત્માની અક્ષય સ્થિતિ આવ્યા બાદ અરૂપીપણુ અને અગુરુ લઘુ પશુ' છે. જીવને શાશ્વત શાંતિની પ્રાપ્તિ તો ઉપરોકત ચાર અવસ્થામાં જ છે. એ અવસ્થા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને મનુખ્યાદિ ભવમાં, તે ભવની સ્થિતિની મર્યાદામાં, શારીરિક સુખદુઃખના સંયોગામાં અને વિવિધ અવસ્થામાં ભટકતા જ રહેવાનું છે. કયાંય કાયમી વસવાટ નથી. ફેરબદલા કરતા જ રહેવાનું છે. આવી અસ્થાયી સ્થિતિના સદાના માટે છૂટકારો તે અઘાતી કર્મના સંબંધથી સર્વથા મુકત બનવામાં જ છે. પરંતુ તે છૂટકારો પ્રથમ તે ઘાતી કર્મના છૂટકારાથી જ થાય છે અને ઘાતી કર્મના છૂટકારો તો અઘાતી કર્મનાં સંબંધથી - સર્વથા મુકત બનવામાં જ છે. પરંતુ તે છૂટકારો પ્રથમ તો ઘાતી કર્મના છૂટકારાથી જ થાય છે અને ઘાતી કર્મોને છૂટકારો ચાર ઘાતી કર્મો પૈકીના મેાહનીય કર્મના ટકારાથી જે થાય છે.
અંધકારમાંથી પ્રકાશ તરફ-ગુણસ્થાનક :
મેાહનીય કર્મની વિવિધ અવસ્થાના સંબંધથી અમુક ક્રમે ક્રમે સર્વથા છૂટવા માટે આત્માના થતા પ્રયત્નથી પ્રાપ્ત દશાને જૈનદર્શનમાં સ્થાનક તરીકે ઓળખાવી છે. કઈ દશામાં ગુણાનકમાં કર્મના બંધ-ઉદય-ઉદીરણા અને સત્તા સ્વરૂપ સંબંધ આત્માને
રાજેન્દ્ર જ્યોતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org