________________
૧૫૧
કપ્રન્થનું સંપાદન બૃહસ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસંધાનના મંગલાચરણ અને ઉસ્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનો સ્પષ્ટ નિર્દેશ કર્યો નથી. એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ તો આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમંડન ગણિના “કુમારપાલપ્રબંધમાં જ મળે છે. એટલે સૌઈને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેનો નિર્દેશ કરવા માટે આચાર્ય શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તો તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્યપદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્કવિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્યપદવિભૂષિત હોવા માટે બીજા કોઈ પ્રમાણુની આવશ્યકતા રહે જ નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલવગિરિવિરચિત પજ્ઞશબ્દાનુશાસનમાંનું છે, જેનો ઉલ્લેખ અહીં કરવામાં આવે છે. ૨
“ एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रथं लघूपाय आचार्यो मलयगिरिः દાનુશાસનમમિતે | આ ઉલ્લેખ જોયા પછી કોઈને પણ તેઓશ્રીના આચાર્ય પણ વિષે શંકા રહેશે નહિ.
શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચંદ્રને સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે મલયગિરિરુરિ અને ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તેઓ પરસ્પર અતિનિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવા રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિએ પોતાની આવશ્યકવૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રની કૃતિમાનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનો બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિનો ઉલ્લેખ આ પ્રમાણે છે : " तथा चाहुः स्तुतिषु गुरवः
अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिणः प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ।।'
__हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચંદ્રનો નિર્દોષ “Yરવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચંદ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરુપ પર કેટલી ઊંડી પડી હતી એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણું અનુમાન કરી શકીએ કે શ્રી મલયગિરિ શ્રી હેમચંદ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના-મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચંદ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચંદ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવસૂચક વિશેષણો લખે પણ “ગુરવ:” એમ તો ન જ લખે.
1 " आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ॥ ५ ।। श्रीमलयगिरिप्रभवो, यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥
२ "-चूणिकृता चूणिरासूत्रिता तथापि सा निविडजडिमजम्बालजटालानामस्मादृशां जन्तूनां न तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योति:पुञ्जपरमाणुधटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रषिपादः विवरणमुपचक्रमे ।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org