SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦] જ્ઞાનાંજલિ सूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तीनगर्याः प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकग्रामे समानीत इति जनप्रसिद्धिः, मलयगिरिसूरिणा सिद्धान्तवृत्तिकरणवर इति । त्रयाणां वरं दत्त्वा देव: स्वस्थानमगात् ।” जिनमण्डनीय कुमारपालप्रबन्ध, पत्र १२-१३॥ ભાવાર્થ–“આચાર્ય શ્રી હેમચન્દ્ર ગુરુની આજ્ઞા લઈ અન્ય છીય શ્રી દેવેન્દ્રસૂરિ અને શ્રી મલયગિરિ સાથે કળાઓમાં કુશળતા મેળવવા માટે ગૌદશ તરફ વિહાર કર્યો. રસ્તામાં આવતા ખિલૂર ગામમાં એક સાધુ માંદા હતા તેમની ત્રણે જણાએ સારી રીતે સેવા કરી. તે સાધુ ગિરનાર તીર્થની યાત્રા માટે ખૂબ ઝંખતા હતા. તેમની અંત સમયની ભાવના પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવી પાલખી વગેરે સાધનને બંદોબસ્ત કરી રાત્રે સુઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તો ત્રણે જણે પોતાની જાતને ગિરનારમાં જુએ છે. આ વખતે શાસનદેવતાએ આવીને તેમને કહ્યું કે, આપ સૌનું ધારેલું બધુંય કામ અહીં જ પાર પડી જશે. હવે આપને આ માટે ગૌડેદેશમાં જવાની જરૂરત નથી. અને વિધિ, નામ, માહાત્મ્ય કહેવાપૂર્વક અનેક મંત્ર, ઔષધી વગેરે આપી દેવી પિતાને ઠેકાણે ચાલી ગઈ એક વખત ગુરુમહારાજે તેમને સિદ્ધચક્રને મંત્ર આમ્નાય સાથે આ, જે કાળી ચૌદશની રાતે પતિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સિદ્ધ કરી શકાય. * મર * * ત્રણે જણાએ વિદ્યાસાધનના પુરશ્ચરણને સિદ્ધ કરી, અંબિકા દેવીની સહાયથી ભગવાન શ્રી નેમિનાથ સામે બેસી સિદ્ધચક્રમંત્રની આરાધના કરી. મંત્રના અધિષ્ઠાયક શ્રી વિમલેશ્વેદેવે પ્રસન્ન થઈ ત્રણે જણાને કહ્યું કે, તમને ગમતું વરદાન માગે. ત્યારે શ્રી હેમચન્દ્ર રાજાને પ્રતિબંધ કરવાનું, શ્રી દેવેદ્રસૂરિએ એક રાતમાં કાન્તી નગરીથી સેરીસામાં મંદિર લાવવાનું અને શ્રી મલયગિરસૂરિએ જૈન સિદ્ધાંતોની વૃત્તિઓ રચવાનું વર માગ્યું. ત્રણેને તેમની ઈચ્છા પ્રમાણેનું વર આપી દેવ પોતાને સ્થાને ચાલ્યા ગયે.” ઉપર કુમારપાલપ્રબંધમાંથી જે ઉતાર આપવામાં આવ્યો છે, એમાં મલયગિરિ નામનો જે ઉલેખ છે એ બીજા કોઈ નહિ, પણ જૈન આગમોની વૃત્તિઓ રચવાનું વર માગનાર હાઈ પ્રસ્તુત મલયગિરિ જ છે. આ ઉલેખ ટૂંકો હોવા છતાં એમાં નીચેની મહત્વની બાબતોનો ઉલ્લેખ થયેલ આપણે જોઈ શકીએ છીએઃ ૧. પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધન માટે ગયા હતા. ૨. તેમણે જૈન આગમોની ટીકાઓ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે પોતે ઉત્સુક હોઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. ૩. “મલયગિરિસૂરિણા' એ ઉલ્લેખથી શ્રી મલયગિરિ આચાર્ય પદ વિભૂષિત હતા. શ્રી મલયગિરિ અને તેમનું સૂરિપદ પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચાર્યપદ વિભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં જે આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રંથોના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તો આપણે તેમાં તેઓશ્રી માટે “પઢવાપિ મનથnિfir” એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશેય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સિકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત ૧. “ વૃ ત્વમૂત્ર'ની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230056
Book TitleKarmgranthonu Sampadan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year1969
Total Pages13
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size810 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy