SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હતા. તેમની ઉંમર પણ વધતી જતી હતી. વળી, આવા ભગીરથ કાર્ય માટે સુપાત્ર અને સમર્થ ગૃહસ્થ એવા કોઈ સહાયકની જરૂર રહે એવી ાિ કોણ છે તેનો વિચાર કરતાં તેમની નજરમાં ભાવડશાના પુત્ર જાવડશા જણાયા. પરંતુ તે સમયે જાવડશાને મ્લેચ્છો ઉપાડી ગયા હતા અને બંદીવાન બનાવ્યા હતા. તેથી તેમની મદદની કોઈ આશા નહોતી. વળી આર્યરક્ષિતને નવ પૂર્વ સુધી ભણાવવામાં પણ ઘણો સમય વીતી ગયો હતો. છેવટે અનુકૂળ સંજોગો પ્રાપ્ત ઘનાં વજસ્વામીએ સંઘ લઈને જાવડશાની નગરી મધુમતી તરફ પ્રયાણ કર્યું. આર્ય વજસ્વામી જૈન ઇતિહાસમાં જાવડશા નામના બે મહાન શ્રેષ્ઠી થઈ ગયા. વજસ્વામીના સમયના જાવડશાનો પિરચય આ પ્રમાણે છે : મધુમતી નગરીના મુખ્ય શ્રેષ્ઠી ભાવડશા શેઠ અને સૌભાગ્ય શેઠાણીના પુત્ર જાવડશા સંસ્કારી, શીલવાન, શૂરવીર, પ્રજાવત્સલ અને પ્રબળ ધર્મભાવનાવાળા હતા. તેમના જન્મ સમયે જ્યોતિષીઓએ એવું ભવિષ્ય ભાખ્યું હતું કે આ બાળક ભવિષ્યમાં મોટો થઈને માનવકલ્યાણનાં મોટાં મોટાં કાર્યો કરશે; તે લોકોનો બહુ આદર પામશે અને તે શત્રુંજય તીર્થનો ઉદ્ધારક બનશે.' જાવડશા યુવાન થતાં સુશીલા નામની સંસ્કારી કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. પિતા ભાવડાએ જાવડાની અપ્રતિમ વીસ્તા, વ્યવહારકુશળતા, કારભાર ચલાવવાની દક્ષતા અને માનવકલ્યાણ માટેની ભાવના જોઈને પોતાની મધુમતીના વારસદાર તરીકે જાવડશાને જાહેર કર્યા હતા. તેમના કારભાર દરમિયાન મ્લેચ્છો બાહુબલીએ મરાવેલી ઋષભદેવ ભગવાનની પ્રતિમાને ઉપાડી ગયા હતા અને જાવડશાને પણ બંધનમાં રાખ્યા હતા. પરંતુ જાવડશાએ ઉગ્ર તપશ્ચર્યા સહિત ચક્રેશ્વરીદેવીની આરાધના કરી. એથી ચક્રેશ્વરીદેવી પ્રસન્ન થયાં. તેમની સહાયથી જાવડશાએ તક્ષશિલા નગરી નજીક મ્લેચ્છો પાસેથી ઋષભદેવ ભગવાનની પ્રતિમાં પાછી મેળવી હતી અને ત્યાંથી તેઓ શેમાળ મધુમતી નગરીમાં પાછા ફર્યા હતા. તેઓ બાર વર્ષે પાછા આવ્યા હતા, તેથી નગરીના લોકોએ ખૂબ ઉમળકાભેર ઉત્સવપૂર્વક જાવકનું સ્વાગત કર્યું હતું. એક દિવસ જાવડશા સભા ભરીને બેઠા હતા. એ વખતે એક સાથે બે શુભ સમાચાર તેમને મળ્યા. એક સમાચાર તે ગુરુ વજસ્વામી ગામની નજીક સંઘ સાથે પધાર્યા હતા. બીજા સમાચાર એ હતા કે કરિયાણાથી ભરેલાં એમનાં વહાણો જે સમુદ્રમાં ઘણા વખતથી ગુમ થઈગયેલાં મનાતાં હતાં તે પાછાં ફર્યાં હતાં એટલું જ નહિ, તેજભત્તુરી નામની સોનું બનાવવામાં કામ લાગે એવી કિંમતી માટી ભરીને પાછાં આવ્યા હતાં. જાવડાએ વિચાર ર્યો કે પહેલાં કોનું સ્વાગત કરવું ? પરમ ઉપકારી ગુરુ ભગવંતનું કે લક્ષ્મીથી ભરેલાં વહાણોનું ? એ વખતે તેમને ભરત ચક્રવર્તીના પ્રસંગનું સ્મરણ થયું. એકવાર ભરત ચક્રવર્તીને પણ આવી જ વિમાસણ થઈ હતી. તેમને બે સમાચાર સાથે મળ્યા હતા. એક તે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયું અને બીજા સમાચાર તે પોતાને ચક્રરત્નની પ્રાપિ થઈ. આ બેમાં પહેલાં કોનો મોગલ કરવો ? તેમરી દીધ નિર્ણય Jain Education International ૫૯ લીધો કે ચક્રરત્ન તો ભૌતિક સુખમાં લપટાવે અને નરક ગતિમાં પણ લઈ જાય, પરંતુ કેવળજ્ઞાન તો મોક્ષગતિનું દુર્લભ સાધન કહેવાય. તેથી તેમણે ભગવાન ઋષભદેવના કેવળજ્ઞાનનો મહોત્સવ પહેલાં કર્યો અને ધર્મની પૂજા પછી કરી. એ પ્રસંગને યાદ કરી જાવડશાએ પણ પહેલાં ગુરૂ ભગવંત થસ્વામી અને તેમના સંધનું બહુમાન સાથે સ્વાગત કર્યું. ત્યારપછી તેઓ વહાણોની વ્યવસ્થા કરવા ગયા. નગરમાં પધારેલા આર્ય વજસ્વામીએ પોતાના વ્યાખ્યાનમાં શત્રુંજય તીર્થનો મહિમા સમજાવ્યો : 'ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી નવ્વાણું વાર યાત્રાર્થે શત્રુંજય ૫૨ ગયા હતા. ભગવાનના મુખ્ય ગણધર પુંડરીક સ્વામીએ પાંચસો સાધુઓ સાથે ત્યાં અનશન કર્યું હતું. અનેક જીવો ત્યાં સિદ્ધગતિને પામ્યા હોવાથી એ સિંહગિરિ તરીકે વિખ્યાત છે. અસંખ્ય સાધુ-સાધ્વીઓનાં પગલાંથી તે પવિત્ર બન્યો છે. આવા મહાન તીર્થની અત્યારે ભયંકર આશાતના થઈ રહી છે. ત્યાં ઘોર પાપાચાર થઈ રહ્યો છે. માટે તેનો હવે ઉદ્ધાર કરવાની આવશ્યક્તા છે. આ કાર્ય કોઈ સમર્થ પુરુષ જ ઉપાડી શકે મુસ્વામીની પ્રેરક ઉદેશાવાણી સાંભળીને તે કાર્ય કરવા માટે જાવડશાએ ઉત્સાહપૂર્વક તરત પોતાની તૈયારી દર્શાવી. તેજ વખતે કદર્પી નામનો કોઈ એક યક્ષ ત્યાં આવ્યો. તે એક લાખ યક્ષનો સ્વામી હતો. તેણે પોતાની ઓળખ આપી. વજસ્વામી તેના જીવનપરિવર્તનના નિમિત્ત બન્યા હતા તેથી તે તેમની કંઈક સેવા કરીને મુક્ત થવા આવી પહોંચ્યો હતો. આ કર્મી ઘક્ષ પૂર્વભવમાં ધનવાનનો પુત્ર હતો. તેને દારૂના ભારે નશાની ટેવ પડી ગઈ હતી. પિતા એને આ દુરાચારમાંથી છોડાવવા વજસ્વામી પાસે લઈ ગયા હતા. વજસ્વામીએ તેને ઉપદેશ આપી. બસનોમાંથી મુક્ત થવા સમજાવ્યું હતું અને કદી દારૂ ન પીવાનાં પચ્ચખાણ લેવડાવ્યાં હતાં. પરંતુ મિત્રોની હલકી સોબતને કારણે પચ્ચખાણનો ભંગ કરીને પણ તે ફરી દારૂ પીતો થઈ ગયો. હતો. એક વાર તે પોતાના ઘરની અગાશીમાં બેસી દારૂ પીન તો તે સમયે આકાશમાં ત્યાંથી તેની એક સમડીની ચાંચમાં પકડેલા સર્પના મુખમાંથી ઝેરનું ટીપું સીધું નીચે એના દારૂના પ્યાલામાં પડ્યું, પરંતુ એની તેને ખબર પડી નહિ. દારૂ પીતાં યુવાનને ઝેર ચડવા લાગ્યું. તે તરફડવા લાગ્યો. દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞાનો પોતે ભંગ કર્યો તેથી તે ખૂબ પસ્તાયો. પણ ઝેરને કારણે તે મૃત્યુ પામ્યો. મૃત્યુ સમયે તેણે કરેલા પશ્ચાત્તાપના પ્રબળ ભાવથી તેનાં અશુભ કર્યો હળવાં થયાં. તે મૃત્યુ પામીને કદર્શી નામે પણ થયો. અત્યારે તે કાઢી પણ રજસ્વામીએ કરેલા ઉપકારના બદલામાં તીર્થોદ્ધારના કાર્યમાં મદદ કરવા આવી પહોંચ્યો હતો. વજસ્વામી શત્રુંજય તીર્થની દુર્ગમ, જેખમભરેલી યાત્રા સુલભ કરવા માંગતા હતા. તે કાળમાં શત્રુંજય તીર્થને સુરક્ષિત કરવાનું કાર્ય ઘણું જ કપરું હતું. કોઈ મહા ભાગ્યવાન અને સાહસિક વ્યક્તિ જ આવા કલ્યાણકારી કાર્ય માટે હિંમત દર્શાવી શકે. વજસ્વામી પાસે જાવડશાએ ખૂબ આનંદ અને શ્રદ્ધાથી આ કાર્ય કરવાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230036
Book TitleArya Vajraswami
Original Sutra AuthorN/A
AuthorTaraben R shah
PublisherZ_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf
Publication Year1999
Total Pages16
LanguageGujarati
ClassificationArticle & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy