________________ આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન 183 રાસને તદ્ધિતે દ્વિતીયાણા દ્વિતીય: r: સમાપ્ત: આ મુજબની પુપિકા અને તે પછી સપ્તમ–અષ્ટમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષિકાઓ આવે છે તેને આધારે નકકી કરી શકાય છે. વાડી પાર્શ્વનાથના ભંડારની પ્રતિ કે જે કૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસંખ્યા આ પ્રમાણે છે: પંચસંધિના પાંચ પાદ, નામના નવ પાદ, આખ્યાતના દશ પાદ અને કૃતના છ પાદ. આ રીતે પંચસંધિ અને ત્રણ વત્તિનાં ભળી એકંદર 30 પાદ થાય છે, અર્થાત વાડીપાર્શ્વનાથની પ્રતિ અધ્યાયના હિસાબે અષ્ટમાધ્યાય દ્વિતીયપાદ પર્યન્તની છે એમ કહી શકાય. આમાં બીજો અદાર પાદ જેટલું વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણુ અલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ બને. સંઘવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં તિ શ્રીમન રિવિરદ્દિતે ફાદદ્દાનસને તદ્ધિતે ટુવાજ: gi: સમાપ્ત: એ પ્રમાણે આવ્યું છે, એટલે તે પછીનાં પાનાંમાં બીજા આઠ પાદ હોવા માટે જરાય શંકાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રી મલયગિરિત શબ્દાનુશાસન બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વિષે પણ શંકા જેવું કશું જ નથી. આ૦ શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉદિ ગણ આદિની રચના કરી હોય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યાસીઓને એ માટે તો અન્ય આચાર્યત ધાતુ પાઠ આદિ તરફ જ નજર કરવી પડે તેવું છે. શ્રી મલયગિરિસૂરિના શબ્દાનુશાસનનો પઠન-પાઠન માટે ખાસ ઉપયોગ થયો હોય તેવું દેખાતું નથી. એ જ કારણ છે કે એની નકલ સિદ્ધહેમ વ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની ઉથાનિકામાં રા7િशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रषिपादविवरणकरणमुपવક્રમે આ પ્રમાણે શ્રી મલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણનો વિદ્વાનોમાં અમુક પ્રકારનો વિશિષ્ટ પ્રભાવ તો જરૂર હતો એમાં જરાય શક નથી. પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હોઈ એના અંતની પ્રશિસ્તમાં શ્રી મલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની નોંધ કરી હશે એ કહી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા તમङ्गलविधान: परिपूर्णमल्पग्रथं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते मासेमा તેમણે પોતાને આચાર્ય તરીકે ઓળખાવ્યા છે. એ વસ્તુ તદ્દન નવી છે કે જે તેમના બીજા કોઈ ગ્રંથમાંય નોંધાયેલ નથી, આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરને શબ્દાનુશાસનને લગતી આટલી સંક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે. આ૦ શ્રીમલયગિરિના જીવનનો સંક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઈચછનારને શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ સટી રાત-સપ્તતિથી પૂજમ–ઉછો ફર્મપ્રત્યેની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જોવા ભલામણ છે. [ “શ્રી જૈન સત્ય પ્રકાશ, દીસવી અંક, ભાદર-આસો, સં. 1997 ] 1. નામના નવ પાદમાં પલિંગ, સ્ત્રી પ્રત્યય, કારક અને સમાસ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org