Book Title: Acharya Malaygiri ane Temnu Shabdanushasan
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ।। –કાવાર્ય શ્રીમતરિક | પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમજ્ઞમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિકૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ૦ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણે અને ગ્રંથો ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પજ્ઞવૃત્તિ સહિત શબ્દાનુશાસન ગ્રંથ જ છે. શ્રી મલયગિરિસૂરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યકસવ ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રને તથા વહૂિ: રસુતિપુ ગુરવા (આવ, વૃત્તિ, પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુ તરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે. આશ્રી મલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ૦ શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણાચાર્ય તરીકે સંબધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તો આપણે તેઓશ્રીને જૈન પરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂ૫ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીક્ત હરકેઈ ને મુગ્ધ કરી દે તેવી જ છે. સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રી મલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે, તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આ૦ શ્રી મલયગિરિએ, ભ૦ હેમચંદ્ર જેવા પોતાના મુરબીના સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4