Page #1
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન
आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैमलयगिरिः स जयति यथार्थः ।।
–કાવાર્ય શ્રીમતરિક | પ્રસ્તુત સંક્ષિપ્ત લેખમાં આગમજ્ઞમુકુટમણિ સમર્થ ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિકૃત શબ્દાનુશાસન-વ્યાકરણ પરિચય કરાવવામાં આવે છે. આ૦ શ્રી મલયગિરિએ સંખ્યાબંધ જૈન આગમ, પ્રકરણે અને ગ્રંથો ઉપર ટીકાઓની રચના કરી છે, પરંતુ તેમની જો સ્વતંત્ર ગ્રંથરચના કોઈ હોય તો તે માત્ર પ્રસ્તુત પજ્ઞવૃત્તિ સહિત શબ્દાનુશાસન ગ્રંથ જ છે.
શ્રી મલયગિરિસૂરિ, કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના વિદ્યાસાધનસમયના સહચર હતા. તેમના પ્રત્યે તેઓશ્રીનું એટલું બહુમાન હતું કે તેમણે પિતાની આવશ્યકસવ ઉપરની વૃત્તિમાં ભગવાન શ્રી હેમચંદ્રને તથા વહૂિ: રસુતિપુ ગુરવા (આવ, વૃત્તિ, પત્ર ૧૧) એ શબ્દોથી ગુરુ તરીકેના હાર્દિક પ્રેમથી સંબોધ્યા છે.
આશ્રી મલયગિરિએ મલયગિરિશબ્દાનુશાસનની રચના કરવા છતાં આપણે તેઓશ્રીને આ૦ શ્રી હેમચંદ્રની જેમ વૈયાકરણાચાર્ય તરીકે સંબધી કે ઓળખાવી શકીએ તેમ નથી. એ રીતે તો આપણે તેઓશ્રીને જૈન પરિભાષા પ્રમાણે આગમિક કે સૈદ્ધાંતિક યુગપ્રધાન આચાર્ય તરીકે ઓળખાવીએ એ જ વધારે ગૌરવરૂ૫ અને ઘટમાન વસ્તુ છે. સિદ્ધાંતસાગરમાં રાતદિવસ ઝીલનાર એ મહાપુરુષે વ્યાકરણના જેવા કિલષ્ટ અને વિષમ વિષયને હાથમાં ધર્યો એ હકીક્ત હરકેઈ ને મુગ્ધ કરી દે તેવી જ છે.
સમર્થ વૈયાકરણાચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર જે જમાનામાં સાંગોપાંગ સપાદલક્ષ શબ્દાનુશાસન વ્યાકરણગ્રંથની રચના કરી હોય એ જ જમાનામાં અને એ સમર્થ વ્યાકરણની રચના થઈ ગયા બાદ તરતમાં જ આચાર્ય શ્રી મલયગિરિ નવીન શબ્દાનુશાસન ગ્રંથના નિર્માણ માટે પ્રયત્ન કરે કે હિમ્મત કરે એ વાત પ્રથમ દૃષ્ટિએ આપણને સંકેચકારક તો જરૂર લાગે છે, તેમ છતાં આપણને આથી એક એવું અનુમાન કરવાનું કારણ મળે છે કે આ૦ શ્રી મલયગિરિએ, ભ૦ હેમચંદ્ર જેવા પોતાના મુરબીના સર્વતોમુખી પાંડિત્યથી મુગ્ધ થઈ અને કુતૂહલવૃત્તિથી પ્રેરાઈને આ શબ્દાનુશાસનગ્રંથની
Page #2
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન
૧૮૧ રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કંઈ એવું પ્રેરણાદાયી કારણુ ઉત્પન્ન થયું હશે, જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે.
શ્રી મલયગિરિએ પોતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાકટાયન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણોને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પોતાની વ્યાકરણ રચનાના મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના પજ્ઞ બ્રહવૃત્તિ સહિત સિદ્ધહેમશબ્દાનુશાસનને જ રાખેલું છે. જેમ ભગવાન હેમચંદ્ર વ્યાકરણના પ્રારંભમાં સિદ્ધિઃ સ્થતિ અને
વાત્ એ સૂત્રો ગૂડ્યાં છે, તે જ રીતે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસનની શરૂઆત સિદ્ધિનેનિત્તા અને નોર્વઃ સૂત્રોથી જ કરી છે. આ સિવાય શ્રી હેમચંદ્ર અને શ્રી મલયગિરિ એ બને આચાર્યોનાં શબ્દાનુશાસનમાં સૂત્રોનું લગભગ એટલું બધું સામ્ય છે, જેથી હરકેઈ વિદ્વાન
જરે ભૂલે જ પડી જાય. અને તેથી જ આજ સુધીમાં મદ્રિત થયેલ આચાર્ય શ્રી મલયગિરિના ટીકાગ્રંથોમાં આવતાં વ્યાકરણસવોના અંકે આપવા વગેરેમાં ખૂબ જ ગોટાળો થઈ ગયું છે. કેટલીક વાર એ સૂત્રોને સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રો સમજી અંક આપવામાં આવ્યા છે, અને કેટલીક વાર પાણિનીય વ્યાકરણનાં સૂત્રો સમજી તેના અંકે આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાંક સૂત્રો નહિ મળવાને લીધે તેના સ્થાનનો નિર્દેશ પડતો જ મૂકવામાં આવ્યો છે. આ પ્રમાણે આ બાબતમાં ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે; પરંતુ શ્રી મલયગિરિનું શબ્દાનુશાસન જોયા પછી એ ચોક્કસ રીતે જાણી શકાયું છે કે શ્રી મલયગિરિએ પોતાના ટીકાગ્રંથમાં જે વ્યાકરણ ટાંક્યાં છે એ નથી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં કે નથી પાણિનીય વ્યાકરણનાં કે બીજા કેઈ વ્યાકરણનાં; પરંતુ એ સૂત્રો તેમણે પોતાના ભલયગિરિશબ્દાનુશાસનમાંથી જ ટાંક્યાં છે.
પ્રસ્તુત મલયગિરિ વ્યાકરણની પજ્ઞ વૃત્તિ, એ આચાર્ય હેમચંદ્રના સિદ્ધહેમ વ્યાકરણની બૃહવૃત્તિનું પ્રતિબિંબ જ છે, એ બનેય વૃત્તિઓની તુલના કરવાથી જાણી શકાયું છે. અને એ જ કારણસર આજે મળતી મલયગિરિશબ્દાનુશાસનની હસ્તલિખિત પ્રતિઓ ભારોભાર અશુદ્ધ હોવા છતાં તેનું સંશોધન અને સંપાદન જરાય અશક્ય નથી એમ મેં ખાતરી કરી લીધી છે.
પ્રસ્તુત વ્યાકરણની રચના આ૦ મલયગિરિએ ગૂર્જરેશ્વર પરમહંત રાજર્ષિ શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન કરી છે એ આપણે ભલયગિરિશબ્દાનુશાસનના “ઇતે દરે” (કૃત્તિ, તૃતીય પાદ, સૂત્ર ૨૨) સૂત્રની પજ્ઞ વૃત્તિમાં આવતા “ રાતન કુમારપાનઃ” એ ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આનો અર્થ એ થયો કે આચાર્ય શ્રી મલયગિરિકૃત જે જે ગ્રંથમાં પ્રસ્તુત શબ્દાનુશાસનનાં સૂત્રો મળે તે ગ્રંથની રચના પ્રસ્તુત શબ્દાનુશાસનની રચના બાદની તેમ જ મહારાજ શ્રી કુમારપાલદેવના રાજ્યમાં થયેલી છે. અથવા એમ પણ બન્યું હોય કે શ્રી મલયગિરિએ પિતાને શબ્દાશાસનની મૂલ દ્વાદશાધ્યાયીની રચના ગૂર્જરેશ્વર મહારાજા શ્રી જયસિંહદેવના રાજ્ય દરમિયાન કરી હોય, તે આધારે પિતાના ટીકાગ્રંથમાં સો ટાંકતા હોય અને શબ્દાનુશાસન ઉપરના
પજ્ઞ વિવરણનું નિર્માણ તેઓશ્રીએ મહારાજા શ્રી કુમારપાલના રાજ્યમાં કર્યું હોય. એ ગમે તેમ હે, તે છતાં એક વાત તો નિર્વિવાદ જ છે કે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસન ઉપરની સ્વપન્ન વૃત્તિની રચના તે શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન જ કરેલી છે.
આચાર્ય મલયગિરિકૃત સ્વોપજ્ઞશબ્દાનુશાસનની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ આજે ત્રણ જ્ઞાનભંડારોમાં છે એમ જાણવામાં આવ્યું છેઃ ૧. એક પાટણ-વાડીપાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં કાગળ ઉપર લખેલી પ્રતિ. ૨. બીજી પાટણ-સંધવીના પાડાના તાડપત્રીય પુસ્તકભંડારમાં તાડપત્ર ઉપર લખાયેલ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૮૨]
જ્ઞાનાંજલિ પ્રતિ. અને ૩. ત્રીજી પૂના-ડેક્કન કેલેજના ભાંડારકર ઈન્સ્ટિટ્યૂટના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં તાડપત્ર ઉપર લખેલી પ્રતિ. આ સિવાયની બીજી જે જે હસ્તલિખિત પ્રતિઓ જૈન મુનિઓના જ્ઞાનભંડારોમાં જોવામાં તેમ જ સાંભળવામાં આવી છે તે બધીયે, જે હું ન ભૂલતો હોઉં અને નથી જ ભૂલતે તે, પાટણ-વાડીપાર્શ્વનાથના ગ્રંથસંગ્રહની પ્રતિની નકલે જ છે. અને એ પ્રતિઓ ધરાવનાર પૈકી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની એ વ્યાકરણ-પ્રતિ સંપૂર્ણ નહિ પણ અધૂરી જ છે.
ઉપર જણાવેલી ત્રણે પ્રતિઓ પૈકીની એકેય પ્રતિ સંપૂર્ણ નથી, તેમ જ ત્રણે પ્રતિઓ એકઠી કરવામાં આવે તો પણ આ૦ લયગિરિત શબ્દાનુશાસન પૂર્ણ થાય તેમ નથી.
૧. પાટણ-વાડીપાર્શ્વનાથના ભંડારની પ્રતિ પંચસંધિ, નામ, આખ્યાત અને છત સુધીની છે. અર્થાત આ પ્રતિમાં ચતુષ્કવૃત્તિ, આખ્યાતવૃત્તિ અને કૃત્તિ એમ ત્રણ વૃત્તિના મળી એકંદર ત્રીસ પાદનો સમાવેશ થાય છે. પરંતુ તદ્ધિતવૃત્તિ કે જે અઢાર પાટ જેટલી છે તે આ પ્રતિમાં નથી.
૨. પાટણ–સંઘવીના પાડાની તાડપત્રીય પ્રતિ અતિ ખંડિત છે. એ પ્રતિ, મારા ધારવા પ્રમાણે, લગભગ ૫૦૦ પાનાં જેટલી હોવી જોઈએ, તેને બદલે અત્યારે એનાં માત્ર ૩૩૦ થી ૪૫૬ સુધીમાં જ પાનાં વિદ્યમાન છે અને તેમાં પણ વચમાં વચમાંથી સંખ્યાબંધ પાનાં ગૂમ થયાં છે. તેમ છતાં આ ત્રુટિત પ્રતિ તદ્ધિતવૃત્તિની હોઈ એનું અતિઘણું મહત્વ છે. આ પ્રતિમાં લેખકે આખા ગ્રંથના પત્રાંકે અને દરેક વૃત્તિના વિભાગસુચક પત્રાંકે એમ બે જાતનાં પત્રાંકે કર્યા છે. એ રીતે આ પ્રતિના ૩૩૦ પાનામાં તદ્ધિતવૃત્તિનાં પાનાં તરીકે ૩૫ મો અંક આવ્યો છે. એટલે તદ્ધિતવૃત્તિનો પ્રારંભ ૩૪ પાનાં જેટલે ભાગ આ પ્રતિમાં નથી. એ ચોત્રીસ પાનાંમાં તદ્ધિતીને લગભગ દોઢ અધ્યાય ગૂમ થયો છે. આ પ્રતિનાં અત્યારે જે ખંડિત પાનાં હયાત છે તેમાં તદ્ધિતના દ્વિતીયાધ્યાય દ્વિતીયપાદના અપૂર્ણ અંશથી શરૂઆત થાય છે અને લગભગ ૪૦૦મા પાના દરમિયાન દશમા પાદની સમાપ્તિ થાય છે. આ પછી થોકબંધ પાનાં ગૂમ થયાં છે. માત્ર પાંચ-દશ જ છુટક પાનાં છે. આ રીતે સંઘવીના પાડાની પ્રતિ અતિ ખંડિત હેઈ પાછળનાં આઠ પાદ એમાં છે જ નહિ.
૩. ડેકકન કૉલેજમાંની પ્રતિની તપાસ કરાવવા છતાં હજુ એને અંગેની ચેકકસ માહિતી મળી શકી નથી કે એ પ્રતિ કેટલી અને ક્યાં સુધીની છે. એ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ જ છે. તેમ છતાં અધૂરી તપાસ પરથી એમ તો ચક્કસ જૈણવા મળ્યું છે કે એ પ્રતિ દ્વારા પણ પ્રસ્તુત શબ્દાનુશાસનની પૂર્ણતા થાય તેમ નથી. ડેક્કન કોલેજની આ પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી અને ખંડિત છે.
પ્રસ્તુત વ્યાકરણ પૂર્ણ ન મળે ત્યાં સુધી આપણે એની સંખ્યા તેમ જ પત્ત વૃત્તિનું ચોકકસ પ્રમાણ જાણી શકીએ તેમ નથી. પરંતુ એની અપૂર્ણ દશામાં પણ તેના અધ્યાય અને પાદસંખ્યાનું પ્રમાણ ચક્કસ રીતે જાણી શકાય તેમ છે. ખુદ આ૦ શ્રી મલયગિરિએ તદ્ધિતના નવમાં પાદન સંથાયT: पाठसूत्रसङ्घो वा से सूत्रनी श्वाप वृत्तिमा अष्टावध्यायाः परिमाणमस्य अष्टकं पाणिनीयं सूत्रम् । દશ મનયરીય એ પ્રમાણે જણાવ્યું છે, એને આધારે જાણી શકાય છે કે મલયગિરિશબ્દાનુશાસનની બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્તિ થાય છે. જોકે શ્રી મલયગિરિએ, આઇ શ્રી હેમચંદ્રની માફક, પુપિકામાં અધ્યાય અને પાદની નોંધ વિભાગવાર કરી નથી, તેમ છતાં તેમને એક અધ્યાયના ચાર પાદ જ અભીષ્ટ છે એ, તદ્ધિતવૃત્તિમાં આવતી તિ શ્રીમનયરિવર્તિ રાવાનુ
Page #4
--------------------------------------------------------------------------
________________ આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન 183 રાસને તદ્ધિતે દ્વિતીયાણા દ્વિતીય: r: સમાપ્ત: આ મુજબની પુપિકા અને તે પછી સપ્તમ–અષ્ટમ આદિ પાદોની સમાપ્તિને લગતી પુષિકાઓ આવે છે તેને આધારે નકકી કરી શકાય છે. વાડી પાર્શ્વનાથના ભંડારની પ્રતિ કે જે કૃત્તિ સુધી સમાપ્ત છે, તેમાં પાદસંખ્યા આ પ્રમાણે છે: પંચસંધિના પાંચ પાદ, નામના નવ પાદ, આખ્યાતના દશ પાદ અને કૃતના છ પાદ. આ રીતે પંચસંધિ અને ત્રણ વત્તિનાં ભળી એકંદર 30 પાદ થાય છે, અર્થાત વાડીપાર્શ્વનાથની પ્રતિ અધ્યાયના હિસાબે અષ્ટમાધ્યાય દ્વિતીયપાદ પર્યન્તની છે એમ કહી શકાય. આમાં બીજો અદાર પાદ જેટલું વિભાગ ઉમેરીએ ત્યારે બાર અધ્યાય પ્રમાણુ અલયગિરિશબ્દાનુશાસન વ્યાકરણ સંપૂર્ણ બને. સંઘવીના પાડાની ખંડિત તાડપત્રીય પ્રતિના લગભગ ૪૦૦મા પાનામાં તિ શ્રીમન રિવિરદ્દિતે ફાદદ્દાનસને તદ્ધિતે ટુવાજ: gi: સમાપ્ત: એ પ્રમાણે આવ્યું છે, એટલે તે પછીનાં પાનાંમાં બીજા આઠ પાદ હોવા માટે જરાય શંકાને સ્થાન નથી. અને એ મુજબ આચાર્ય શ્રી મલયગિરિત શબ્દાનુશાસન બાર અધ્યાય અને અડતાલીસ પાદમાં સમાપ્ત થવા વિષે પણ શંકા જેવું કશું જ નથી. આ૦ શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસન સાથે સંબંધ ધરાવતા સ્વતંત્ર ધાતુપાઠ, ઉદિ ગણ આદિની રચના કરી હોય તેમ જણાતું નથી. એમના શબ્દાનુશાસનના અભ્યાસીઓને એ માટે તો અન્ય આચાર્યત ધાતુ પાઠ આદિ તરફ જ નજર કરવી પડે તેવું છે. શ્રી મલયગિરિસૂરિના શબ્દાનુશાસનનો પઠન-પાઠન માટે ખાસ ઉપયોગ થયો હોય તેવું દેખાતું નથી. એ જ કારણ છે કે એની નકલ સિદ્ધહેમ વ્યાકરણની માફક વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. આમ છતાં આચાર્ય શ્રી ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પસૂત્રની ટીકાના અનુસંધાનની ઉથાનિકામાં રા7િशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटितमूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रषिपादविवरणकरणमुपવક્રમે આ પ્રમાણે શ્રી મલયગિરિના શબ્દાનુશાસનની ખાસ નોંધ લીધી છે. એ ઉપરથી એમના વ્યાકરણનો વિદ્વાનોમાં અમુક પ્રકારનો વિશિષ્ટ પ્રભાવ તો જરૂર હતો એમાં જરાય શક નથી. પ્રસ્તુત વ્યાકરણગ્રંથ અપૂર્ણ હોઈ એના અંતની પ્રશિસ્તમાં શ્રી મલયગિરિએ કઈ કઈ ખાસ વસ્તુની નોંધ કરી હશે એ કહી શકાય એમ નથી. તેમ છતાં એની શરૂઆતમાં આવતા તમङ्गलविधान: परिपूर्णमल्पग्रथं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते मासेमा તેમણે પોતાને આચાર્ય તરીકે ઓળખાવ્યા છે. એ વસ્તુ તદ્દન નવી છે કે જે તેમના બીજા કોઈ ગ્રંથમાંય નોંધાયેલ નથી, આચાર્ય શ્રી મલયગિરિસૂરિવરને શબ્દાનુશાસનને લગતી આટલી સંક્ષિપ્ત નોંધ લખી આ લેખને અહીં જ સમાપ્ત કરવામાં આવે છે. આ૦ શ્રીમલયગિરિના જીવનનો સંક્ષિપ્ત છતાં અતિવિશિષ્ટ પરિચય મેળવવા ઈચછનારને શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર તરફથી પ્રસિદ્ધ થએલ સટી રાત-સપ્તતિથી પૂજમ–ઉછો ફર્મપ્રત્યેની મારી લખેલી ગૂજરાતી પ્રસ્તાવના જોવા ભલામણ છે. [ “શ્રી જૈન સત્ય પ્રકાશ, દીસવી અંક, ભાદર-આસો, સં. 1997 ] 1. નામના નવ પાદમાં પલિંગ, સ્ત્રી પ્રત્યય, કારક અને સમાસ પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે.