________________
આચાર્ય શ્રી મલયગિરિ અને તેમનું શબ્દાનુશાસન
૧૮૧ રચના કરી હશે; અથવા તેઓશ્રીના જીવનમાં જરૂર કંઈ એવું પ્રેરણાદાયી કારણુ ઉત્પન્ન થયું હશે, જેથી પ્રેરાઈને તેમણે આ વ્યાકરણગ્રંથની રચનાનું કાર્ય હાથ ધર્યું હશે.
શ્રી મલયગિરિએ પોતાની વ્યાકરણરચનામાં સંજ્ઞા પ્રકરણ આદિ પ્રત્યેક વસ્તુ માટે શાકટાયન, ચાંદ્ર વગેરે પ્રાચીન વ્યાકરણોને જરૂર લક્ષ્યમાં રાખ્યાં જ હશે, તેમ છતાં તેમણે પોતાની વ્યાકરણ રચનાના મુખ્ય કેન્દ્રસ્થાન તરીકે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના પજ્ઞ બ્રહવૃત્તિ સહિત સિદ્ધહેમશબ્દાનુશાસનને જ રાખેલું છે. જેમ ભગવાન હેમચંદ્ર વ્યાકરણના પ્રારંભમાં સિદ્ધિઃ સ્થતિ અને
વાત્ એ સૂત્રો ગૂડ્યાં છે, તે જ રીતે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસનની શરૂઆત સિદ્ધિનેનિત્તા અને નોર્વઃ સૂત્રોથી જ કરી છે. આ સિવાય શ્રી હેમચંદ્ર અને શ્રી મલયગિરિ એ બને આચાર્યોનાં શબ્દાનુશાસનમાં સૂત્રોનું લગભગ એટલું બધું સામ્ય છે, જેથી હરકેઈ વિદ્વાન
જરે ભૂલે જ પડી જાય. અને તેથી જ આજ સુધીમાં મદ્રિત થયેલ આચાર્ય શ્રી મલયગિરિના ટીકાગ્રંથોમાં આવતાં વ્યાકરણસવોના અંકે આપવા વગેરેમાં ખૂબ જ ગોટાળો થઈ ગયું છે. કેટલીક વાર એ સૂત્રોને સિદ્ધહેમવ્યાકરણનાં સૂત્રો સમજી અંક આપવામાં આવ્યા છે, અને કેટલીક વાર પાણિનીય વ્યાકરણનાં સૂત્રો સમજી તેના અંકે આપવામાં આવ્યા છે, જ્યારે કેટલાંક સૂત્રો નહિ મળવાને લીધે તેના સ્થાનનો નિર્દેશ પડતો જ મૂકવામાં આવ્યો છે. આ પ્રમાણે આ બાબતમાં ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે; પરંતુ શ્રી મલયગિરિનું શબ્દાનુશાસન જોયા પછી એ ચોક્કસ રીતે જાણી શકાયું છે કે શ્રી મલયગિરિએ પોતાના ટીકાગ્રંથમાં જે વ્યાકરણ ટાંક્યાં છે એ નથી સિદ્ધહેમશબ્દાનુશાસનનાં કે નથી પાણિનીય વ્યાકરણનાં કે બીજા કેઈ વ્યાકરણનાં; પરંતુ એ સૂત્રો તેમણે પોતાના ભલયગિરિશબ્દાનુશાસનમાંથી જ ટાંક્યાં છે.
પ્રસ્તુત મલયગિરિ વ્યાકરણની પજ્ઞ વૃત્તિ, એ આચાર્ય હેમચંદ્રના સિદ્ધહેમ વ્યાકરણની બૃહવૃત્તિનું પ્રતિબિંબ જ છે, એ બનેય વૃત્તિઓની તુલના કરવાથી જાણી શકાયું છે. અને એ જ કારણસર આજે મળતી મલયગિરિશબ્દાનુશાસનની હસ્તલિખિત પ્રતિઓ ભારોભાર અશુદ્ધ હોવા છતાં તેનું સંશોધન અને સંપાદન જરાય અશક્ય નથી એમ મેં ખાતરી કરી લીધી છે.
પ્રસ્તુત વ્યાકરણની રચના આ૦ મલયગિરિએ ગૂર્જરેશ્વર પરમહંત રાજર્ષિ શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન કરી છે એ આપણે ભલયગિરિશબ્દાનુશાસનના “ઇતે દરે” (કૃત્તિ, તૃતીય પાદ, સૂત્ર ૨૨) સૂત્રની પજ્ઞ વૃત્તિમાં આવતા “ રાતન કુમારપાનઃ” એ ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ. આનો અર્થ એ થયો કે આચાર્ય શ્રી મલયગિરિકૃત જે જે ગ્રંથમાં પ્રસ્તુત શબ્દાનુશાસનનાં સૂત્રો મળે તે ગ્રંથની રચના પ્રસ્તુત શબ્દાનુશાસનની રચના બાદની તેમ જ મહારાજ શ્રી કુમારપાલદેવના રાજ્યમાં થયેલી છે. અથવા એમ પણ બન્યું હોય કે શ્રી મલયગિરિએ પિતાને શબ્દાશાસનની મૂલ દ્વાદશાધ્યાયીની રચના ગૂર્જરેશ્વર મહારાજા શ્રી જયસિંહદેવના રાજ્ય દરમિયાન કરી હોય, તે આધારે પિતાના ટીકાગ્રંથમાં સો ટાંકતા હોય અને શબ્દાનુશાસન ઉપરના
પજ્ઞ વિવરણનું નિર્માણ તેઓશ્રીએ મહારાજા શ્રી કુમારપાલના રાજ્યમાં કર્યું હોય. એ ગમે તેમ હે, તે છતાં એક વાત તો નિર્વિવાદ જ છે કે શ્રી મલયગિરિએ પોતાના શબ્દાનુશાસન ઉપરની સ્વપન્ન વૃત્તિની રચના તે શ્રી કુમારપાલદેવના રાજ્યઅમલ દરમિયાન જ કરેલી છે.
આચાર્ય મલયગિરિકૃત સ્વોપજ્ઞશબ્દાનુશાસનની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓ આજે ત્રણ જ્ઞાનભંડારોમાં છે એમ જાણવામાં આવ્યું છેઃ ૧. એક પાટણ-વાડીપાર્શ્વનાથ જ્ઞાનભંડારમાં કાગળ ઉપર લખેલી પ્રતિ. ૨. બીજી પાટણ-સંધવીના પાડાના તાડપત્રીય પુસ્તકભંડારમાં તાડપત્ર ઉપર લખાયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org