________________
શ્રી રતિલાલ મફાભાઈ શાહ : અનાગ્રહી મહાવીરની ઉદાર દૃષ્ટિ
૧૭૭ -
મૂળ ઉદ્ભવસ્થાન સારા કે માઠા વિચારા જ છે. તેથી જીવનની પૂર્ણ વિશુદ્ધિ પ્રાપ્ત કરવી એ જ કની અનાદિ જ જાળમાંથી છૂટવાના અને એ રીતે પરમ સુખ-શાંતિરૂપ નિર્વાણુ પ્રાપ્ત કરવાને એકમાત્ર ઉપાય છે. પણ એ માટે સાધ્યની જેમ સાધન પણ વિશુદ્ધ હેવુ જોઈ એ.
આમ જીવનનુ ધ્યેય સાધનાકાળમાં જ ભગવાન મહાવીરને સ્પષ્ટ થયુ હતું. એથી એ ધ્યેયને પહેાંચવા જીવનને કેવી રીતે પૂર્ણ વિશુદ્ધ બનાવવું એ માટે એમણે ચાસ મા` પણ આંકી લીધા હતા. પણ હૃદયની ઉદારતા અને વ્યાપક દૃષ્ટિને કારણે એમણે જોયુ કે જેમ મારા પેાતાના ખાસ વિચાર છે તેમ બીજાઓને પણ પાતપેાતાના ખાસ વિચારે છે. જેમ મારા એક પ્રકારના પ્રયત્ન છે તેમ બીજાએને પણ એ માટેના જ પ્રયત્ન છે. તેા પછી આમ વિચારભેદ કેમ ? જેમ મને મારા વિચારો સ્પષ્ટ હેાઈ સાચા લાગે છે, તેમ ખીજાઓને પણ શું પેાતાના વિચારે સાચા લાગતા નહીં હૈાય ? આથી મારે બીજાએના વિચારો પણ જાણવા જોઈ એ. અને એમાં તથ્યાંશ હોય તેા મારે એના પણ આદર કરવા જોઈએ. બાકી બીજાને સમજ્યા વિના કેવળ મારા જ વિચારો એમના પર લાદવામાં આવે અને એ રીતે એમની લાગણીએ-ભાવનાઓને છૂંદી નાખવામાં આવે તે તેઓ પણ એ જ રીતે મારા વિચારોને પણ છૂંદી નાખવાનો આગ્રહ પકડે તા એમને કેવી રીતે રોકી શકાય? પરિણામે જે માર્ગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવી છે એ માગ જ વાદવિવાદ, કલહ અને અશાંતિનું કારણ બની જવાથી સત્યની શેાધ અને પ્રાપ્તિમાં જ ખાધાકારક નીવડે.
આથી મારે ખીજાએનાં વિચાર, ભાવનાએ, લાગણીઓને સમજવા તૈયાર રહેવું જોઈ એ; અને એમ કરવું એ મારી સાધનાને અનુરૂપ પણ છે. કારણ કે કોઈ પણ જીવને ઘાત કરવા એમાં જ કેવળ હિંસા છે એવું નથી ! પણ બીજાએના વિચારાને સમજ્યા વિના છૂંદી નાખી એમને આઘાત પહેાંચાડવા કે એમના તિરસ્કાર કરવા એ પણ હિંસા જ છે. વળી, પેાતાને સમજાતા માર્ગ દ્વારા પણ કેટલાક જીવા જો પેાતાની રુચિ પ્રકૃતિ અનુસાર ધર્મ પામી શકતા હાય તા એનેા ઇન્કાર પણ કેમ થઈ શકે? એથી એ બધા ખાટા છે એમ કહીને એનું ખંડન કરવું એ તેા કેવળ સત્યના દ્રોહ જ ગણાય.
આવા વ્યાપક વિચારમાંથી એમને વૈચારિક અહિંસાની સાધના પ્રાપ્ત થઈ હતી. ને એથી જ એમણે અનાગ્રહી સ્વભાવ કેળવ્યા હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે પૂર્વગ્રહેાથી મુક્ત અની હરેકનાં દૃષ્ટિબિંદુએ તથા એમની વચ્ચેના ભેદનું કારણ વિચારતાં એમને વિચારની એક નવી જ સૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી, જેને શાસ્ત્રમાં અનેકાંતષ્ટિ કહેવામાં આવી છે. અનેકાંતષ્ટિ એટલે વસ્તુમાત્ર અનંતધર્માત્મક હાઈ એને ભિન્ન ભિન્ન દષ્ટિએ જોવાની અને એ રીતે ન્યાયી નિણ્ય પર આવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. અનેકાંતવાદ, સ્યાદ્વાદ યા સાપેક્ષવાદ એ જૈનધમ'નુ' એક વિશિષ્ટ લક્ષણ છે. અને એ કારણે જગતના અન્ય ધર્મોથી એને એક પ્રકારનું વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયુ છે. કારણ કે અન્ય મત૫થા પાતપેાતાના દૃષ્ટિબિંદુ પર આગ્રહ રાખી કેવળ પેાતાનુ' જ મતવ્ય સાચું છે એવા આગ્રહ ધરાવે છે; જ્યારે જૈનધમ જ એક એવા ધમ છે કે જે પેાતાનાં દૃષ્ટિબિંદુએ સાથે અન્યનાં દૃષ્ટિબિંદુઓને પણ આદર કરે છે ને એમાંથી પણ સત્યને તારવી લઈ પેાતાનામાં
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org