________________ 14o આચાર્ય વિજયવલ્લભસૂરિ મારક ગ્રંથ ચિત્ર 6: હાટકેશ્વરનાં મન્દિરની ભીંત પરની આ નર્તકી અથવા અપ્સરાઓના દેહનો વળાંક ખૂબ અકુદરતી છે અને મધ્યકાલીન ખજુરાહો, ઓરિસ્સા અને ગુજરાતમાં દેખાતાં શિલ્પોની એમાં નકલ હોય એમ લાગે છે. તેનાં ભારે જડબાં, આગળ આવતી હડપચી, સીધું નાક, ત્રિપાર્વ મુખાકૃતિ, પ્રલંબ નેત્રો તથા ખાસ કરીને આગળ દેખાતી સામી બાજુની આંખ મધ્યકાલીન ગુજરાતી ચિત્રકળાનો ખ્યાલ આપે છે. એનાં આભૂષણો પ્રમાણમાં જડ છે અને આગલા યુગ જેટલાં સુરેખ નથી. આ શિલ્પો ગતયુગનાં અનુકરણ જેવાં લાગે છે. ચિત્ર 7: હાટકેશ્વરનાં મન્દિર પરનાં આ શિલ્પમાં યુદ્ધમાં જતા પાંડવોના રથ જણાય છે. રથનાં પાં દોરીથી બાંધેલાં છે. તેના ઘોડા પ્રમાણમાં નાના અને બરાબર જોતરાયા ન હોય એવા લાગે છે. સારથિ બેસવાને બદલે ઊભો હોય અને હાથમાં તલવાર લઈ તે રથ હાંકતો હોય એવો લાગે છે આ પાંડવોની પાઘડીઓ સોળમી અને સત્તરમી સદીમાં ઉપયોગમાં આવતી કુલેહનો વધુ ખ્યાલ આપે છે. ચિત્ર 8: આ શિલ્પ પણ હાટકેશ્વરનાં મન્દિરનું છે. એનો મોટો સ્થંભ પૂર્ણ ઘટપલ્લવથી સુશોભિત છે. પરંતુ આજુબાજુની નકશી મધ્યોત્તરકાળની છે. આના હાથમાં નાગ અને ખડ્રગ ધારણ કરેલા ગણે પાયજામો અને છજજેદાર પાઘ ધારણ કરી છે. સાથેની સ્વાહા(?)ની પ્રતિમાનાં વસ્ત્રાલંકારો પણ લાકડાની કોતરણીમાં મળતાં શિલ્પો જેવાં છે અને તે પણ સોળમી સદી કરતાં આગળના નથી. - 4 છે : રk:uuu.. .// * I/TALIA - ' li ANK - - ' - - ear 'S - ? S ક ) ))) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org