________________ વડનગરની શિલ્પસમૃદ્ધિ 139 ચિત્રપરિચય - ચિત્ર 1: ઝરૂખામાં બેઠેલાં આ યુગલનું શિલ્પ શર્મિષ્ઠા તળાવની પાળમાં જડી લેવામાં આવ્યું છે. આ યુગલમાંના પુરુષે મુશ્કટ, કુંડળ, એકાવલી, બાજુબંધ અને કટિવસ્ત્ર પહેર્યા છે. લલિતાસનમાં ગોળ બેઠક પર બેઠેલા આ પુરુષની હડપચી, નાક તથા આંખો ખંડિત છે. તેના ડાબા પગ પર બેઠેલી સ્ત્રીનું મા તથા છાતીનો ભાગ તૂટી ગયો છે. તેનો જમણો હાથ પુના પગ પર છે અને ડાબા હાથમાં અસ્પષ્ટ સાધન પકડેલું છે. તેણે પોતાના વાળ ઊંચા લઈને રત્નજડિત પાશથી બાંધ્યા હોય એમ લાગે છે. આ કેશગૂંફનની પદ્ધતિ અકોટાની ચામરધારિણી અને અરજણબારીની શિલ્પપદિકામાં સ્પષ્ટ દેખાય છે. તેણે કાનમાં કુંડળ, ગળામાં એકાવલી અને છાતી પર થઈને પેટ પર એક જ રેખામાં લટકતો હાર, હાથમાં બાજુબંધ તથા વલય, કેડે કટીમેખલા અને પગમાં સાંકળાં પહેર્યો છે. તેનું ઉત્તરીય જમણા હાથ પર સ્પષ્ટ દેખાય છે. આ શિ૯૫ના સપ્રમાણ શરીરમાં પગ કંઈક ટૂંકા છે. ' ઝરૂખાના અંભો, કુંભી અને શીર્ષ ગોળ છે. તેની પાસે પલવ દેખાય છે. આ સ્થંભો પાટણ, રોડા વગેરે સ્થળોએથી મળતાં શિ૯પો પર દેખાય છે. છત પર છિન્ન ગવાક્ષોનું નકશીકામ છે. સંપૂર્ણ પીપળપાન ઘાટનાં ગવાક્ષોને છેદીને તેનો સુશોભન માટે ઉપયોગ અહીં સાતમી સદી પછી થવા માંડ્યો. આ શિલ્પ સમગ્ર દષ્ટિએ જોતાં નવમી સદીનું હોય એમ લાગે છે. ચિવ 2: આમથેર માતામાં નવમી સદીનાં નાનાં મન્દિરો અને કેટલાંક શિલ્પો પડેલાં છે તે પૈકી સપ્તમાતૃકાનાં શિલ્પોમાંથી પાર્વતી અને વૈષ્ણવીનાં શિલ્પોનો આ ફોટો છે. આ સુરેખ અંકન, શાંત મુખમુદ્રા, કંબુગ્રીવા, સુડોળ શરીર, પીનપયોધર અને ત્રિવલી ઉદરવાળી માતૃકાઓના પગ પ્રમાણમાં જડ અને ટૂંકા છે. આ એકાવલી, બાજુબંધ જેવાં આભરણો અને જુદી જુદી જાતના મુકુટ ધારણ કરનાર આ શિ૯પો આઠમી સદીનાં હોય એમ લાગે છે. ચિત્ર 3: અરજણબારી દરવાજા બહારની શિલ્પાદિકાના એક ભાગનું આ ચિત્ર છે. આખી શિ૯૫પટ્ટિકામાં યુગલો અને એકાકી પુણ્ય અને સ્ત્રીની પ્રતિમાઓ છે. આ શિલ્પમાંની સ્ત્રીઓ વસ્ત્રાભૂષણ અને દેહની દષ્ટિએ વડોદરાની ચામરધારિણી સાથે ખૂબ સામ્ય ધરાવે છે અને તે નવમી સદીમાં તૈયાર થયાં હોય એમ લાગે છે. પાછળથી આ પદ્રિકા કિલ્લાની દીવાલમાં જડી લેવામાં આવી હશે. આ શિલ્પમાંની કેટલાક પુસ્થોની પ્રતિમાઓ આવતા યુગની શૈલી દર્શાવે છે. ચિત્ર 8: અમરોલ દરવાજાના ઠાકરડાવાસના ઈશાન કોણ પર મોટી નરવરહની પ્રતિમા છે. વરાહનું શરીર સપ્રમાણ છે. તેના જમણા હાથ પર પૃથ્વીદેવીની મૂર્તિ છે. તેના ડાબા પગ નીચે નાગ દર્શાવ્યા છે. વરાહની આજુબાજુના સ્થંભો છત અને છતપરની ગવાક્ષ, વેલ વગેરેની કોતરણી, આ શિ૯૫ દશમી સદીનું હોય એમ દર્શાવે છે. ચિત્ર 5: ગૌરીકુંડની દીવાલમાં જડી દીધેલું કોઈ રાજવંશીની સવારીનું દશ્ય છે. સુશોભિત વેગથી દોડતો હાથી, તેની આગળ ફાળ ભરતો ઘોડેસ્વાર શિકારી એના વિષયથી મનોહર છે. આ શિ૯૫ જેવાં શિલ્પો આબુ, ડભોઈ અને બીજું ચાલુકયયુગનાં મંદિરો પર અનેક જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org