________________ જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ વસ્તુને અનંતધર્માત્મક માની એના ધર્મોને અમુક અમુક દૃષ્ટિકોણથી જેવાં તેનું નામ સ્યાદ્વાદ છે. જેનોનો આ અણમોલ સિદ્ધાંત છે પરંતુ પ્રતિસ્પર્ધીઓએ એને હાથે કરી ખોટે સ્વરૂપે સમજી અન્યાય કરવામાં પણ બાકી રાખી નથી. અપેક્ષા દષ્ટિએ સ્વીકાર કરવો એનું નામ પણ ચાઠાદ જ. નિત્ય, અનિયત્વ, વિનાશીપણું, સ્થિરપણું, સતપણું, અસતપણું–આ ઉપરાંત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જોવાનું–આમ અનેક ધર્મને અનેક દૃષ્ટિથી જોઈ શકાય છે. માટે અપેક્ષાવાદ સ્વીકારવાથી જ વરતના સ્વરૂપનું યત્કિંચિત્ પણ સાચું ભાન થાય છે. સ્યાદ્વાદ સંશયવાદ છે એવો એક મોટો આક્ષેપ એના ઉપર છે. એક જ વસ્તુને પ્રતિસ્પધી ગુણોથી યુક્ત કહેવી એ એક પ્રકારનો સંશય ઊભો કરવા જેવું જ થયું એવો સામા કે ઝાડના દૂઠામાં માણસની ભ્રાન્તિ–આ સંશય જરૂર કહેવાય. કારણ કે સર્પ અને દોરડી કે ઝાડ અને માણસઆ બેમાંની કોઈ પણ એક નિશ્ચિત નથી હોતું. જ્યારે વાદ્વાદ કથન કરે છે ત્યારે અમુક એક વસ્તુમાં અમુક ધર્મ એ કથન કરતી વખતે નિશ્ચિતપણે રહેલો છે એમ કહે છે. હકીકત જ્યારે આમ છે ત્યારે એને સંશયવાદ શી રીતે કહી શકાશે? વસ્તુના અનેક ધમે. એને વ્યક્ત કરનારા અભિપ્રાયો ક વચનપ્રકારો પણ અનેક હોય. છતાં એ બધાને વ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે પ્રધાન નય દ્વારા વિભક્ત કરી પછી અવાંતર સાત ભેદો પાડ્યા છે. જૈન ધર્મને વીતરાગનો ધર્મ પણ કહેવાય છે. રાગ-દ્વેષની પરિણતિને થંભાવવામાં સ્યાદ્વાદ અગત્યનો ભાગ ભજવે છે. પરમાત્માએ મુક્તિનો માર્ગ બતાવ્યો. આ માર્ગે ચાલી અને મુક્તિ હાંસલ કરી માટે પરમાત્મા મુક્તિદાયક ઉપચારથી ગણાય–આવું સ્યાદ્વાદ કહે અને એમ કહી ઈશ્વરકર્તૃત્વવાદના પુરસ્કર્તાઓને ન્યાય આપે. આત્મા જ ઈશ્વર છે અને આત્મા સ્પષ્ટ પણે કર્તા છે જ. ઈશ્વર જગતનો કર્તા છે એવું કહેનારના આશયને સ્યાદાદ એ પ્રમાણે સમજાવે. મોહવાસનાના પ્રાબલ્યને હણવા બુદ્ધે ક્ષણિકવાદ આગળ ધવિષયની આસક્તિ હઠાવવા વિજ્ઞાનવાદ પ્રરૂપવામાં આવ્યો; સમભાવની પ્રાપ્તિ અર્થે અદ્વૈતવાદની ખોજ થઈ–આમ પરમાર્થ બતાવી સ્યાદાદ બધાના મનનું સમાધાન કરે છે. ખરેખર ! વિચારકલહોને શમાવવાનું અમોઘ સાધન સ્થાદિ છે. અસ્તુ. આ પ્રમાણે ઉપર જણાવી તે લાક્ષણિકતાઓ જૈન ધર્મ અને સંસ્કૃતિની છે. અત્યારે આ લાક્ષણિકતાઓ ઘણું અનેરું કામ કરી બતાવે તેમ છે. સમસ્ત જગતને શાંતિ આપવાનું જમ્બર સામર્થ્ય આ ધર્મમાં છે એમ સૌ કોઈ ખરેખર સમજે અને એ પ્રમાણે આચરે તો જગત નું વાસ્તવિક કલ્યાણ થાય તેમ છે. ઇત્યલમ. * :: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org