________________
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
મધુકરવૃત્તિથી ગોચરી કરવાની કહી છે. માલ-મલીંદા આત્મરમણના પોષક નથી એમ કહી એનો નિષેધ કરવામાં આવ્યો છે. “ શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્ ” આ સિદ્ધાંતના પુરસ્કર્તાઓ સામે લાલ બત્તી ધરતાં એ ભાખે છે કે ગરીબને એક ટુકડો પણ ન મળતો હોય ત્યાં ખીજાએ પાડેલા પરસેવાથી રહેલા અનાજનો કે ભોજનનો નકરા બની તમે ઉપભોગ ન કરી શકો. ફલાણું વિટામિન એમાં નથી એ જોવાનું એને ન હોય. સંયમ-યાત્રાના નિર્વાહમાં ઉપયોગી બને એટલી હદે જ શરીરની સંભાળ હોવી જોઈ એ—આ એક જ મુખ્ય વાત. દાન-દયાની ઉપાદેયતા વ્યવહારનયે એ સ્વીકારે છે જ. ક્રિયાશૂન્ય, આત્માની શુષ્ક જ્ઞાનની વાતો તરફ એને નફરત છે.
૧૪
જીવ અને અજીવ—આ બે મુખ્ય તત્ત્વોમાંથી ફલિત થતા નવ તત્ત્વોનો સ્વીકાર જૈન દર્શન કરે છે એ આગળ કહેવાઈ ગયું. આમાં જીવના, સંસારી અને મુક્ત; સંસારીના ત્રસ અને સ્થાવર; પૃથ્વીકાયાદિ પાંચ એ સ્થાવર ભેદ. ઈંદ્રિયાદિ ભેદો પણ ભેદો છે. ત્રસમાં એ ઈંદ્રિયોથી માંડી પાંચ ઈંદ્રિયો સુધીના ભેદો છે જ્યારે સ્થાવર એકેંદ્રિય છે. પાંચ અસ્તિકાયો—ધર્માંધમાંદિઅજીવના ભેદો છે. આમાં કાળને ભેળવી છ દ્રવ્યોની કલ્પના કરવામાં આવી છે. જૈન દર્શન વિષયક દૃષ્ટિને પ્રધાનપણે ધ્યાનમાં રાખી આ ઉપર કહી તે બાબતોની તાર્કિક કલ્પના, યોજના અને સિદ્ધિ પણ કરવામાં આવી છે જેના ઊંડાણમાં ઊતરવું એ અહીં અભીષ્ટ નથી.
બધા જ જીવોનો મોક્ષ થાય તો સહેજે એક સ્થિતિ અને એક સમય એવો આવીને ઊભો રહે કે જે વખતે સંસાર જેવું કાંઈ હોય જ નહિ. ઉત્તર પક્ષની આ શંકાનો જૈનદર્શન એ રીતે જવાબ આપે છે કે ના, એમ નથી. કારણ કે જીવોના પણ ભવ્ય અને અભવ્ય એવા બે મોટા વિભાગો પાડવામાં આવ્યા છે. આમાંથી જે અભવ્ય છે તે વભાવે જ એવા છે કે એમનો મોક્ષ કદાપિ થતો જ નથી. આ અભવ્ય જીવોની ઉપમા શાસ્ત્રકારોએ (જૈન) કોરડુ મગની આપી છે. કોરડુ ભગ કદી પણ પાકતા નથી. આમ એ અભવ્ય જીવો પણ કદી મોક્ષ મેળવતા નથી.
આત્માની સાથે કર્મના સંયોગને અનાદિ માનવા જતાં સામો પક્ષ એક મુશ્કેલી આ ઊભી કરી શકે કે અનાદિ વસ્તુનો નાશ થાય નહિ અને એમ માનવા જતાં સંપૂર્ણ કર્મનો નાશ અશક્ય બની જઈ મોક્ષનો પણ અસંભવ ઊભો થશે. આ મુશ્કેલીનો જૈન શાસ્ત્રકારોએ એવી રીતે કમાલો આપ્યો છે કે આત્મા સાથે નવાં કર્મો બંધાતા જાય છે અને જૂનાં ખરતાં જાય છે. આવી બાબતમાં કોઈપણ એક કર્મની યુતિ અનાદિ નથી, પરંતુ કર્મયુતિનો પ્રવાહ જ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને આ ઔપચારિક રીતે આત્મા સાથે કર્મો અનાદિ કાળથી જોડાયેલા છે એમ સમજવાનું છે.
જૈન દર્શને આત્માને ચૈતન્ય સ્વરૂપ, પરિણામી, કર્તા, સાક્ષાત્ ભોકતા, દેહપરિમાણી, પ્રતિક્ષેત્રે ભિન્ન, પૌદ્ગલિક અદૃષ્ટવાન માન્યો છે. જ્ઞાનને આત્માનું મૂળ સ્વરૂપ કહી તૈયાયિકોથી જૈનમત જુદો પાડ્યો છે. પરિણામી, કર્તા અને સાક્ષાત્ ભોક્તા કહી પરિણામરહિત—ક્રિયારહિત માનનાર સાંખ્યમતથી ભિન્નતા પ્રરૂપી છે. દેહપરિમાણી એવું લક્ષણ બાંધી આત્મા સર્વવ્યાપી છે એવું કહેનાર વૈશેષિક, નૈયાયિક, અને સાંખ્ય મતનો અનાદર કર્યો છે. શરીરે શરીરે આત્માનું પાર્થક્ય પ્રતિબોધી એક જ આત્મામાં માનનાર અદ્વૈતવાદીઓ સાથેની પોતાની અસંમતિ દર્શાવી છે. કર્મને એટલે કે ધર્મ-અધર્મને આત્માનો વિશેષ ગુણ માનનાર નૈયાયિક-વૈશેષિકો સાથેનું મવિભિન્નત્વ જૈનદર્શને છેલ્લા વિશેષણ મારફત વ્યક્ત કર્યું છે.
પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પાપ, પાપનુબંધી પુણ્ય, અને પાપાનુબંધી પાપ આમ પુણ્ય-પાપના વિભાગો પણ જૈન દર્શનની વિલક્ષણતાના સૂચક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org