________________
જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિની કેટલીક લાક્ષણિકતાઓ
૧૩
કર્મને આભારી સંસારત્વ છે એમ પ્રતિપાદી તમામ પ્રાણ, જીવ, ભૂત અને સત્ત્વને સમકક્ષ બનાવ્યા છે તે ઉચ્ચ, નીચનો ભેદ ટાળ્યો છે, વર્ણ અને જ્ઞાતિના વિચારને બહિષ્કૃત કર્યાં છે અને સ્ત્રીપુરુષના એકસરખા અધિકારની હિમાયત કરી છે. આ રીતે કરેલી જગત પ્રત્યેની જૈન ધર્મની અપૂર્વ સેવા ઉવેખવા કે હાંસી કરવા જેવી તો છે જ નહિ, પરંતુ સન્માનવા જેવી છે. વર્તમાનમાં ચાલી રહેલ ભાણુ તાંડવને ખાળવાની અને અરાજકતાને સ્થાને સુરાજ્ય સ્થાપવાની, મારામારી અને કાપાકાપીને નાબૂદ કરવાની, શોષણ, લાંચ, રુશવત વગેરે બદીઓને નિર્મૂળ કરવાની, એકને ભોગે બીજાની જીવવાની અસદ્ વૃત્તિને વિદાય આપવાની શક્તિ કે કામયાબી કોઈપણ પ્રચલિત સંસ્કૃતિમાં સાંપ્રતમાં હોય તો તે કેવળ જૈન સંસ્કૃતિમાં છે. નીતિની નાદારીને દેવાળું કાઢતાં બચાવવાની અને કાચી પડવા જતી આસામીને ફડચામાં નહિ જવા દેતાં ટકાવી રાખવાની સંપૂર્ણ યોગ્યતા જૈન ધર્મ પ્રતિબોધિત અને પ્રરૂપિત અહિંસાના, કર્મવાદના, અનેકાંતના અને પંચમહાવ્રતોનાં તત્ત્વોમાં છે. આ સંસ્કૃતિના હાર્દને સમન્યે અને પચાવ્યે જ વર્તમાન ભ્રાન્ત અને મદમત્ત જગતનો છુટકારો છે—આ સંસ્કૃતિમાં એવાં ઉન્નાયક તત્ત્વો છે એ કારણે.
જૈન ધર્મની પ્રાચીનતા પુરવાર કરતો ખાલીનો શિલાલેખ મોજૂદ છે. શ્રેણિક, ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશોક, સંપ્રતિ, ખારવેલ, વિક્રમાદિત્ય, મુંજ, ભોજ વગેરે વગેરે ઐતિહાસિક રાજાધિરાજાઓએ જૈન ધર્મને સપૂચો અપનાવ્યો હતો અથવા તો વેગ આપ્યો હતો. સિદ્ધરાજ, કુમારપાળ વગેરેએ તો જૈન ધર્મની સારી એવી પ્રભાવના કરી હતી એ તો હવે કયાં છાની વાત રહી છે ? જૈન ધર્મે દક્ષિણમાં પણ પોતાના પ્રભાવનો પ્રસાર સારો કર્યો હતો. મહાપ્રતિભાશાળી જૈન સાહિત્યકારોએ, કવિવયોંએ ખીજાઓને મોંમાં આંગળી ધાલવી પડે એવી સાહિત્યની ચિરંજીવ કૃતિઓનું નિર્માણ કર્યું છે. સ્થાપત્યના, ચિત્રકળાના, સાહિત્યના—ટૂંકમાં બુદ્ધિના એકેએક પ્રદેશમાં જૈન સાધુઓએ અને શ્રાવકોએ નિર્દોષ વિહાર કરી બતાવી જગતમાં નામ સ્થાપ્યું છે, કાઢયું છે. વસ્તુપાળ, તેજપાળ, જગડુશા, ભામાશા વગેરે દાનવીરોએ ફોર્ડ કે રોકફેલરને ભુલાવી દે એવું કરી બતાવ્યું છે. જૈન ધર્મની અને સંસ્કૃતિની જગતને આ દેણ છે. એની પુરાણી યશોગાથાને અહીં સ્પર્શવામાં ડંફાશ મારવાનો કોઇ અપ્રશસ્ત હેતુ નથી, પરંતુ એ ધર્મ અને સંસ્કૃતિ મહાપ્રાણવાન, સત્ત્વશાળી સંસ્કૃતિના બીજ ધરાવે છે એ તરફ કેવળ અંગુલિનિર્દેશ જ કરવાનો હેતુ છે.
સાધુ, સાધવી, શ્રાવક, અને શ્રાવિકા—આ ચાર ચતુર્વિધ જૈન સંધના એકમ, ઘટક. પહેલાં એને પાળવાનો ધર્મ તે અણુગાર ધર્મ અને ખીજા એનો તે આગારધર્મ. પોતપોતાના કર્તવ્યપાલનની મર્યાદામાં રહી એ ચારે ય આત્મોન્નતિ સાધી સંપૂર્ણ દશાએ પહોંચી શકે છે. એ ચારેયે અમુક જ સ્થિતિ અવશ્યમેવ પ્રથમથી સ્વીકારવી જોઈ એ એવું કાંઈ નથી. પોતપોતાની મર્યાદાના વર્તુળમાં રહી, સદાચાર સેવી, વિકાસ વધારતાં વધારતાં અંતે છુટકારો મેળવી શકે. આ ઔદાર્યનો દાખલો છે. સંકુચિત નહિ પરંતુ વિસ્તારિત—તદ્દન વિસ્તારિત દષ્ટિનું આ ઉદાહરણ કહેવાય. સાધુ અને શ્રાવકના ધર્મનું નિરૂપણ પારિભાષિક હોઈ અહીં અપ્રસ્તુત છે. સંયમ અને તપ દ્વારા અશુદ્ધિઓનું પરિમાર્જન કરવાની પરમ આવશ્યકતા બન્નેમાં નિર્ધારાઈ છે. વંશપરંપરાથી કે પેઢાનુપેઢીથી આચાર્ય કે એવા કોઈ પદની પ્રાપ્તિ થતી નથી. આચાર્યના ગુણ ધરાવતો હોય તો જ આચાર્ય કહેવાય, વય કે લિંગ આદરનું સ્થાન નથી, ગુણની જ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૈન ધર્મ રૂઢિચુસ્ત નથી પણ વેગવાન વિકાસમાં જ માનનારો છે એનું જવલંત પ્રતીક આથી ખીજું કયું હોઈ શકે ? માત્ર જ્ઞાન કે માત્ર ક્રિયા—આ બન્ને એકાંતો હોઈ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને એને સ્થાને જ્ઞાનક્રિયા સમુચ્ચયવાદને મૂકવામાં આવ્યો છે. સાધુ-સાધ્વીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org