________________ પરન્તુ કોઈ વ્યક્તિ પોતાને લાગે વળગે છે ત્યાં સુધી પોતાનો ભોગ આપવા જેટલી પોતાની અહિંસાવૃત્તિ વિકસાવે તો તેને કશો પ્રતિબન્ધ નથી. જેમ શ્રી શાન્તિનાથજીએ પોતાના પૂર્વ ભવમાં શરણે આવેલા પારેવાને અને રાજા દિલીપે ગાયને બચાવવા માટે પોતાના શરીરનો ભોગ આપવા તત્પરતા બતાવી હતી. પરંતુ નિરર્થક હિંસાના પ્રસંગે પુષ્પપાંખડી દુભાવવા જેટલી પણ હિંસાની જૈન ધર્મ મનાઈ કરે છે. વનસ્પતિજીવોમાં બે ભેદ છે : પ્રત્યેક અને સાધારણ. * એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક અને * એક શરીરમાં અનંત જીવો હોય તે ‘સાધારણ' કંદમૂળ વગેરે ‘સાધારણ (સ્થૂલસાધારણ') છે. એમને ‘અનન્તકાય” પણ કહેવામાં આવે છે. ‘સાધારણ' કરતાં પ્રત્યેકની ચૈતન્ય માત્રા અતિ અધિક વિકસિત છે. 1 ‘સૂક્ષ્મસાધારણ જીવો અને સૂક્ષ્મ પૃથ્વી-જલ-તેજ-વાયુ જીવોથી સમગ્ર લોકાકાશ ઠાંસી ઠાંસીને ભરેલું છે. એ પરમસૂક્ષ્મ જીવો બિસ્કુલ સંઘર્ષ-વ્યવહારમાં આવતા નથી. સાધારણ ને નિગોદ' પણ કહે છે. માટે સૂક્ષ્મ સાધારણને સૂક્ષ્મનિગોદ અને ‘પૂલસાધારણને સ્થૂલનિગોદ (બાદરનિગોદ) કહે છે.