________________
કર
પ્રાકચન
આબાલવૃદ્ધ સૌના હૃદયને સ્પર્શી શકે. આ ગ્રંથમાં રજુ થયેલ ભાખતો નાના મોટા સૌ કોઈના આત્માને ઉત્કર્ષ સાધવામાં સહાયક બની શકે તેવી છે. ગ્રંથની વિવેચનની ખુબીઓ અમારા હૃદયને પણ સ્પર્શી ગઈ અને તેથી અમો તે ગ્રંથ પ્રતિ ખૂષ ખૂબ આકર્ષાયા, આવો અમૂલ્ય ગ્રંથ આમ જનતા સમક્ષ લી તકે મુકાવો જોઈ એ અમ અોને લાગ્યું. વિદ્વાન મુનિશ્રીએ આટલી નાની ઉંમરમાં આ ગ્રંથના સંપાદનમાં કેટલો શ્રમ લીધો હશે, તેનો ખ્યાલ અમોને આ પુસ્તક જોતાં આવ્યો, આવા કિંમતી ગ્રંથનું સંપાદન કરીને, મહારાન્ત્રીએ સમાજ પર મહાન ઉપકાર કરેલ છે.
અમોએ તુરત જ આ ગ્રંથનું પ્રકાશન કાર્ય રારૂ કર્યું, કાર્યની વિશાળતા અને પ્રેસની શિથિલતાને કારણે, તેના પ્રકાશનમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થવા પામ્યો છે, પરન્તુ તેનું પ્રકાશન કાર્ય સંતોષકારક રીતે પાર પડયું અને આજે અમો એક કિંમતી ગ્રંથ સમાજ પાસે મૂકવા શક્તિમાન મન્યા છીએ તે માટે અમો ગૌરવ અનુભવીએ છીએ,
પુસ્તક-પ્રકારશનની વ્યવસ્થામાં મુંબઈ કાંદાવાડી સંઘના ઉપપ્રમુખ ૧. પ્રાણલાલભાઈ ઈન્દરજી રંક સંઘના પ્રમુખ્ય સાલમા દોદર દફ્તરી અને મંત્રી શ્રી છોટાલાલભાઈ કામદારે ખૂબ જ શ્રમ લીધેલ છે તેની નોંધ આ તકે લઈએ છીએ. શ્રીમતી ગુલાબબેન નાનાદાસ શ્રી પ્રભાશંકર પોપટલાલભાઈ એ આ સૂત્રના પ્રકાશનમાં રૂ. ૫૦૩ની અને રૂા. ૫૦૦) એક ગૃહસ્થે સહાયતા આપેલ છે. શ્રીમતી શ્રાવિકા પ્રભાબેન ચુનિલાલ નરબૅરામ વેકરીવાળાએ અગાઉથી ૧૦૦ પુસ્તકોના ગ્રાહક થઈ રૂ. ૧૦૦૦૩ આપી પુસ્તક પ્રકાશનને વેગ આપેલ છે. આ ઉપરાંત અગાઉથી સંખ્યાબંધ ભાઈ બહેનોએ આ પુસ્તકના ગ્રાહક તરીકે નામ નોંધાવી અમોને પ્રોત્સાહન આપેલ છે તે માટે સૌનો આભાર માનીએ છીએ. પ્રકાશન કાર્યમાં ધાર્યા કરતાં વધારે વિલંબ થવા પામેલ છે અને અગાઉથી નોંધાયેલ ગ્રાહકોને ખુખ રાહુ જોવી પડેલ છે; આમ છતાં એક મહત્વનું પુસ્તક ગ્રાહક બંધુઓને આપી શક્યા છીએ તે માટે સંતોષ અનુભવીએ છીએ.
છેલ્લે એટલું જ કહેવાનું રહે છે કે પુસ્તક કે ગ્રંથની લોકપ્રિયતા તેના સુંદર ગેટઅપ કે સુંદર છપાઈ પર નિર્ભર નથી, પરન્તુ તેનું વાંચન કેટલા પ્રમાણમાં જીવનને સ્પર્શી જાય છે અને કાયમી અસર મૂકતું જાય છે તે પર નિર્ભર છે, આ પુસ્તકનું મૂલ્યાંકન પણ તે જ રીતે કરવાનું અમો ગ્રાહકો પર છોડીને, વિરમીએ છીએ.
તા. ૧-૮-૩
૧૭૦, કુંદાવાડી, મુંબઈ ૪.
લી. નમ્ર સેવકો વીચંદ સુખલાલ શાહ રમણીકલાલ કસ્તુરચંદ કોઠારી