________________
પ્રાકથન આપણા સ્થાનકવાસી રામાજ માટે પૂ. મુનિ અને મહાસતીઓ જ આપણું એક માત્ર અવલંબન છે. પરન્તુ તેઓશ્રીને લાભ બારે માસ મળી શકતો નથી તેમજ બધા ગામને મળી શક્તો નથી. આ સંજોગોમાં તેઓશ્રીની ગેરહાજરીમાં ધર્મ સ્થાનકોમાં સ-સાહિત્યનું વાંચન અને મનન થાય તે ખાસ જરૂરી છે. ટેકામાં આપણા સમાજનાં મુખ્ય બે અલબને છે. એક પૂ. સાધુસાધ્વીજીઓ, બીજું છે શાસ્ત્ર, આમ છતાં બેદનો વિષય એ છે કે આજે આપણે આ બન્ને અવલંબને પ્રતિ આપણે ઉપેક્ષા સેવી રહ્યા છીએ.
સ્થાનકવાસી સમાજમાં ઉચ્ચ કોટીના મુનિરાજોની, સંખ્યા ઓછી થતી રહી છે, તેમનું સ્થાન પૂરી શકે તેવાં મુનિરાજે દષ્ટિગોચર થતા નથી. સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો પણ મુનિરાજોની સંખ્યા ઓછી થતી જાય છે પ્રમાણમાં નવા દીક્ષિત મુનિરા ઓછા થાય છે. બીજી બાજુ આપણે ધાર્મિક પ્રવૃત્તિઓને નામે લાખો રૂપિઆ ખર્ચાએ છીએ, પરંતુ અભ્યાસશીલ અને ઉચ્ચ કોટીના સાહિત્ય અને સર્જન પાછળ ઉપેક્ષા સેવાતી હોય તેવું જણાય છે. અલબત્ત આજે સાહિત્ય પ્રકાશનના નામે હજારો રૂપીઆ ખર્ચાય છે, પરંતુ તેમાં અભ્યાસશીલ સાહિત્ય કક્કી શકાય તેવું સાહિત્ય ઘણા ઓછા પ્રમાણુમાં માલુમ પડશે. આ બન્ને બાબતો આપણું સમાજ માટે ચિંતાનો વિષય ગણાવી જોઈએ.
આજના યુગે સાહિત્યનું મૂલ્ય ઘણું વધી જવા પામેલ છે. સાહિત્ય સમાજનું ઘડતર કરે છે. જે સમાજ પાસે સમૃદ્ધ સાહિત્ય હશે તે જ સમાજ ખરેખર શ્રીમંત છે. સમૃદ્ધિનો અર્થ માત્ર સંપત્તિ નથી. સંપત્તિ તે ચંચળ છે. તે તો આવે છે અને જાય છે. શાશ્વત સંપત્તિ તે સમૃદ્ધ રાહિલ્ય છે. જે સમાજ પાસે વિશાળ અને સમૃદ્ધ સાહિત્ય હશે તે સમાજ પોતાનું ગૌરવભર્યું સ્થાન ટકાવી શકશે. આપણું રસમાજ મુખ્યત્વે વ્યાપારી સમાજ હોઈ, તે જેટલું સંપત્તિનું મૂલ્યાંકન કરે છે તેટલું સાહિત્યનું મૂલ્યાંકન કરી શકેલ નથી. પરિણામે આપણો સમાજ અનુરૂપ ભવ્ય સાહિત્ય તૈયાર કરી શકેલ નથી. એટલું જ નહિ પરંતુ કેટલુંયે કિંમતી સાહિત્ય આપણા ભારોમાં વણસ્પર્ચે પડેલું છે.
આમ છતાં કોઇ કોઇ મુનિરાજો અને વિદ્વાન સાહિત્યના સંશોધનના કાર્યમાં લાગેલા લેવામાં આવે છે તે આનંદનો વિષય છે. આવા મુનિરાજે અને વિદ્વાનોની પ્રવૃત્તિઓને આપણે પ્રોત્સાહન આપી વેગ આપવો જોઈએ અને સાહિત્યના સંશોધનમાં રસ વધે તેમ કરવું જોઇએ. “સિભાસિઆઈ " સૂત્રનું પ્રકાશન થવા પામેલ છે તે પણ ચિંતન, મનન અને સંપાદનનું જ પરિણામ છે. “સિભાસિઆઈ” જેવા આજે કેટલાય કિંમતી ગ્રંથો હજુ વણસ્પર્શા પડયા છે. આ બધા અમૂલ્ય ગ્રંથોને આપણે બહાર લાવવાની જરૂર છે,
“ઈસિભાસિઆઇ” સૂત્રનું અનુવાદ અને સંપાદન ૫. મુનિ શ્રી મનોહરલાલજી મ. શાસ્ત્રી–સાહિત્યરને કરેલું છે. અત્યાર સુધીમાં આ ગ્રંથનો હિન્દી કે ગુજરાતી કોઈ પબુ ભાષામાં અનુવાદ થયો નથી. વિદ્વાન મુનિશ્રીએ સતત ત્રણ વર્ષ આ સૂત્રના પરિશીલન અને સંપાદનમાં ગાળ્યા અને પુષ્કળ પરિશ્રમને અંતે આ ગ્રંથનો અનુવાદ તૈયાર કર્યો.
પં. શ્રી નગીનચંદજી મ. પ. મુનિ શ્રી વિનયચંદ્રમ, શ્રી મનોહર મુનિજી મ. ના સને ૧૯૬૦ના મંદાવાડી ઉપાશ્રયના ચાતુર્માસ દરમ્યાન આ સાહિત્ય અમારા જેવામાં આવ્યું. આ ગ્રંથમાં અનેક બાબત અંગે જે સરળ અને હૃદયસ્પર્શી ભાષામાં રજુઆત થઈ છે તે ખરેખર પ્રશંસા માગી લે તેવી છે. સમસ્ત સુખદુ:ખની જડ, સાધકની ર્તવ્ય દિશા, દુનિયાદારી માણસોના સ્વભાવનું વર્ણન અને વાસ્તવિક્તાનું દર્શન, ગૃહસ્થોના સંસર્ગનું પરિણામ કર્મોની પરંપરાનું હદયદ્રાવક ચિત્ર. આત્મભાવમાં રમણ કરનારની મનોદશા, વગેરે અનેક બાબતો આ ગ્રંથમાં આવરી લેવામાં આવે છે. આ બાબતે એટલી સચોટ રીતે રજુ કરવામાં આવી છે અને એટલી મધુર ભાષામાં કહેવામાં આવી છે કે તે આમ જનતા પણ સમજી શકે અને