________________
નથી કારણકે પાપનું તાત્કાલિક પ્રાયશ્ચિત્ત કરવાથી તેના અનુભાગ-બંધ વગેરેમાં મંદતા આવી જાય છે. જેવી રીતે નવી ચણેલી દિવાલને તાત્કાલિક ઢીલી કરવામાં અને પાડવામાં વિશેષ પરિશ્રમની જરૂર પડતી નથી પરંતુ તૈયાર થયા બાદ ઘણુ દિવસે પછી તેને ઢીલી કરવા માટે અને પાડવા માટે ઘણોજ પરિશ્રમ કરવો પડે છે. એવી રીતે દુ:ખના કારણરૂપ થએલ પાપકર્મનું તેજ દિવસે તેજ ક્ષણે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તે તે પાપકર્મને ઉદયવિપાક આવ્યે ઉદય કે વિપાક વિશેષ પ્રમાણમાં દુ:ખદાયક બનતા નથી, પરંતુ આમા કર્મથી હળવે બની ઉચ્ચગતિ દેવગતિમાં જાય છે. મંખલીપુત્ર ગોશાલક પોતે કરેલાં ઘેર પાપ કર્મોનું પ્રાયશ્ચિત્ત કરી પશ્ચાત્તાપથી પાપકર્મોના ઉદયને નાશ કરી બારમાં દેવલેકે દેવ થયા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર મનના દુષ્ટ પરિણામે વડે સાતમી નરકે પહોંચાડનાર પાપ કર્મો બાંધેલ હતા છતાં પ્રાયશ્ચિત્ત દ્વારા તે સર્વ ઘનઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. પાપના પાયશ્ચિત્તની પ્રધાનતાના કારણે આ શાસ્ત્રનું નામ પ્રતિક્રમણ છે.
જે કોઈ એ તક ઉઠાવે કે જ્યારે છ અધ્યયન રૂપ પ્રતિક્રમણ કરવાથી પાપમાંથી મુક્ત થાય છે. તે જેઓ પ્રતિક્રમણ જાણનારાઓ છે તેઓ પાપમય પ્રવૃત્તિ કરવાથી શા માટે પાછા હઠે? અથવા પાપ કર્મોને ત્યાગ શા માટે કરે ? તેઓને તે પાપમાંથી મુકિત મેળવવાને ઉપાય હાથમાં છે, જ્યારે ઈરછા કરે ત્યારે પ્રતિક્રમણ કરી મુકિત મેળવી શકે. આ તર્ક ઉઠાવ ઠીક નથી; કારણ કે જેની પાસે ઝેર ઉતારવાની ઔષધિ છે તે જાણી બુઝીને કદી ઝેર ખાય છે? વળી જેઓની પાસે કપડા સાફ કરવા માટે સાબુ, ક્ષાર વગેરે પદાર્થો છે તેઓ શું જાણી જોઈને પિતાના કપડાં કાદવમાં નાખી ગંદા કરે છે? ઘરમાં સાફસુફી કરવા માટે ઘણી સાવરકું છે એ ખ્યાલ કઈ સમજદાર મનુષ્ય કરી શું બહારથી પોતાના ઘરમાં કચરો એકઠા કરશે? નહિ, કદાપિ નહિ. હા, કદાચ પ્રમાદથી અથવા અજ્ઞાન દશામાં વિષ ખાવામાં આવે તે તેના ઉતારને પ્રયોગ કરીને વિષનો પ્રતિકાર કર, તેજ ખરી સમજ છે અને તેજ શિષ્ટ રાહ છે. આ સમાજનું અનુસરણ ન કરે તે પોતાના અગ્ય આચરણથી પિતાની મૂMઈ બહાર આવે છે, અને પિતાને નિંદા અને દુઃખનું પાત્ર બનવું પડે છે. માટેજ નંદ્ર ભગવાનના પ્રવચન રૂપ શાન્ત અમૃતના પાન કરનારાઓમાં આવી અશિષ્ટ ભાવના આવવી ન જોઈએ, આ કુતર્ક આવવું ન જોઈએ.
પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે –(૧) દિવસ-સંબંધી (૨) રાત્રિ-સંબંધી (૩) પાક્ષિક-સંબંધી (૪) ચાતુર્માસ-સંબંધી (૫) સંવત્સર-સંબંધી. દિવસ દરમ્યાન
શ્રી આવશયક સુત્રમ ભાગ