________________ જે સાધુ સર્વનય ગ્રાહી હોય છે, તેજ ભાવસાધુ હોય છે, અને જે ભાવ સાધુ હોય છે, તે જ્ઞાન કિયાવાન જ હોય છે. એથી “વન વિશુદ્ધ ઈત્યાદિ ગાથાક્ત વાત વ્યસ્થિત રીતે સ્પષ્ટ થઈ ગઈ છે. આ પ્રમાણે ભેદ નયનું આ નિરૂપણ થયુ. ( તં નg અgયોનદાર સન્મતા) એના નિરૂપણથી સંપૂણુનય નિરૂપિત થઈ જાય છે તેમ સમજવું. આ પ્રમાણે ઉપક્રમ વગેરે ચાર ચાર અનુગદ્વાર પ્રરૂપિત થઈ ગયાં છે. આના પ્રરૂપણુથી અહી આ અનુયાગદ્વાર સૂત્ર સમાપ્ત થાય છે. 250 અનુગદ્વારસૂત્ર સમાપ્ત ૐ શાન્તિ–શાન્તિઃ શાસ્ત્ર પ્રશસ્તિસૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા નામે એક બહુ જ સુંદર રમ્ય નગર છે. તેમાં શ્રાવકજને બહુ જ સારી સંખ્યામાં વસે છે અહી નિવાસ કરવાથી ભાવે નિર્મળ રહે છે. વિક્રમ સંવત્ 2009 પ્રથમ વૈશાખ શકય પૂમાસી મંગળવારના દિવસે, આ અનુગદ્વાર સૂત્ર પર રચિત આ ભવ્ય જન કલ્યાણકારક અનુયાગચદ્રિકા નામની ટીકા સંપૂર્ણ થઈ છે. અહીંનો જૈન સંઘ અતીવ કૃપાલું છે. તે બીજાઓને સુખી કરવામાં જ દર વખતે તત્પર રહે છે સંઘના બધા સભ્યો પરસ્પર એકદમ મિત્રભાવથી રહે છે, અને શ્રાવકજને દીન, દુઃખી જીવો પર ઉપકાર કરે છે. શુદ્ધ સ્થાનકવાસી ધમની આરાધનામાં આ નિરંતર તલ્લીન રહે છે સમ્યગુદર્શન. જ્ઞાન અને ચારિત્રની છાપ આ સર્વ પર સ્પષ્ટ રીતે દેખાય છે. કલ્યાણકારક જિન પ્રવચન પર એમની અગાધ શ્રદ્ધા છે. એ આ જૈનસંઘના શ્રાવકજનો આ નગરને સુશોભિત કરે છે. અહીં દરેકે દરેક ઘરમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે ભક્તિ રાખનારા તથા સદાચારમાં રુચિ ધરાવનારા ધર્મ પરાયણ શ્રાવકે વસે છે. આ નગરની શ્રાવિકાઓ પણ શ્રાવકોની જેમ જ ધર્મ પરાયણ છે. અનુયોગ દ્વારા સુત્રમ ભાગ 2 283