________________
આંધળાના દષ્ટાંતથી એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે “એ બને ' નિરપેક્ષ સ્થિતિમાં કાર્ય સાધક-યુકિતસાધક થઈ શકતા નથી આંધળે ચાલી તે શકતું હતું પરંતુ તે જોઈ શકતા ન હતા, પંગુ જોઈ શકતો હતો પરંતુ ચાલી શકતો ન હતો, એથી અને સ્વતંત્રાવસ્થામાં જગલમાં અગ્નિ પ્રજવલિત થવાથી ભસ્મીભૂત થઈ ગયા. સવાભાસિત સ્થાન સુધી પહોંચી શક્યાં. નહિ. આ પ્રમાણે આંધળા માણસને ચારિત્રના સ્થાને મુક જોઈએ. અને પંગુને જ્ઞાનના સ્થાને મૂકવે જોઈએ. જ્યારે એ મને સમન્વિત થઈ જાય છે, એટલે કે આંધળા અને પંગને સંગ થઈ જાય છે. ત્યારે એક બીજાની સહાયતાથી અને જેમ પિતાના અભીષ્ટ સ્થાન પર સુરક્ષિત પહોંચી જાય છે, તેમજ જ્ઞાન અને ક્રિયા જ્યારે એક આત્મામાં સંયુક્ત થઈ જાય છે ત્યારે તેમનાથી આત્માની અભીષ્ટમુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. અથવા જેમ એક ચકથી રથ ચાલતું નથી તેમજ ફક્ત કિયા અથવા ક્રિયા નિરપેક્ષ જ્ઞાન પણુ વસાધ્ય સાધક થઈ શકે નહિ,
શંકા:--જ્યારે જ્ઞાન-ક્રિયાથી, અલગ અલગ રૂપમાં મુક્તિ પ્રાપ્ત થતી નથી તો પછી તેઓ બંનેના સમન્વિતરૂપમાં મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? જ્યારે અવયવમાં શક્તિ ન હોય તે તે તેમના સમુદાયરૂપ અવયવીમાં કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરવાની શક્તિ આવશે. વાલુકાના એક કણમાં તેલ ઉપલબ્ધ ન થાય તો તેમના સમુદાયમાં પણ તેલ પ્રાપ્ત થતું નથી. એવી રીતે જ્ઞાન અને ક્રિયા અલગ અલગ હોય ત્યારે તેમાં મુક્તિ સાધિકા શક્તિ જ્યારે અસતી છે, તો તે તેમના સમુદાયમાં પણ ઉપલબ્ધ હોવી ને જોઈએ. અન્યત્ર પણ આ પ્રમાણે જ કહેવામાં આવ્યું છે -
ત્તેચનમાળાઓ નિદા ”િ આ પ્રમાણે સમુદિત જ્ઞાનક્રિયામાં મુક્તિ પ્રત્યે કારણુતા અયુક્ત જ છે. આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે-જે અમે આમ કહીએ કે સ્વતંત્ર જ્ઞાન અને ક્રિયામાં સર્વથા મુક્તિ પ્રત્યે અસાધકતા છે તે તમારું આવું કથન ઉચિત થઈ શકત. પરંત અમે તે આવું કહેતા નથી. કેમ કે તેમનામાં ભિન્ન અવસ્થામાં દેશતા “મુક્તિ સાધકતા છે જ. પરંતુ જ્યારે એ સમુદાયરૂપમાં એક આત્મામાં રહે છે. ત્યારે પૂર્ણ રૂપમાં તેમનામાં મુક્તિ સાર્થકતા આવી જાય છે. આમાં વિરોધની કયાં વાત ઉપસ્થિત થાય છે. ઉકત -વીશું ન રાજિય' રહ્યારિ ? સિકતાના એક કણમાં સ્વાતંત્રાવસ્થામાં તિલાશ નથી, ત્યારે તે સમુદાયવસ્થામાં કેવી રીતે સંભવી શકે છે. જેના એક દેશમાં ઉપકારિતા હોય છે તે તેને સમુદાયમાં સંપૂર્ણ રૂપમાં ઉપકારિતા થઈ શકે છે જેમ તિલના એક દાણુમાં સ્વતંત્રાવસ્થામાં તેલાંશ છે, તે તલના સમુદાયાવસ્થામાં પૂર્ણરૂપમાં અવશ્ય થઈ શકે જ છે. એવી વાત ભિન્ન ભિન્ન ક્રિયા અને જ્ઞાનમાં નથી. એથી સમુદાય રૂપમાં તેમનામાં મુક્તિ-સાધકતા હોવી સ્વાભાવિક જ છે. આ બધાનો નિષ્કર્ષ આ છે કે સમુદિત જ્ઞાન, ક્રિયા જ મુક્તિનું કારણ છે આ પ્રમાણે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૮૨