SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મરૂપ માલિન્ય વિલય-વિનાશ–ને પામે છે. ત્યાગથી છવ નિર્મળ થાય છે. ફત ત્યાગથી જ કેવળજ્ઞાનને મેળવીને આત્મા સિદ્ધિ પામે છે. એટલા માટે હજાર ગુણે કરતાં પણ વધારે પડતો ત્યાગગુણું મનાય છે. તેમજ “ઘરોwાતિ પમ તાશ્રુતમ્” એટલે કે તપ અને શ્રત પણ મોક્ષ આપનારા છે એથી અહીં સૂત્રમાં વીરરસનું સર્વપ્રથમ ઉપાદાન કરવામાં આવ્યું છે છત, શિલ૫, અથવા ત્યાગ, તપ શૌય કમ વગેરે જેના સૌ કરતાં વધારે છે, એવી ગમે તે વસ્તુ હેય-તે તે પણ અદ્ભુત કહેવામાં આવશે જ એ પૂર્વ વસ્તુના દર્શનથી કે શ્રવણથી જે રસ ઉદ્ભવે છે તે રસ પણ ઉપચારથી અદ્દભુત રસ કહેવાય છે. આ વિસ્મય રૂપ હોય છે. જે અતિદારૂણ હાવા બદલ રડાવે છે એટલે કે અશ્ર વહેવડાવે છે તે રીદ્ર છે. શત્રુઓ. મહારશ્ય, ગાઢતિમિર, વગેરે રૌદ્ર છે. એમના દર્શન વગેરેથી ઉદ્ભવેલ વિકૃત અયવસાય-પરિણામ રૂપ રસ પણ શૈદ્ર છે જે લજજાજનક છે તે વીડનક છે. આ રસ લજજાજનક વસ્તુ જેવા વગેરેથી ઉત્પન્ન થયેલ મને ગ્લાનિ વગેરે રૂપ હોય છે. એના સ્થાને બીજી જગ્યાએ ભયાનક રસ કહેવામાં આવ્યું છે. આ ભયાનક રસ સંગ્રામ વગેરે જેવાથી ઉત્પન્ન થાય છે અને અન્તર્ભાવ રૌદ્ર રસમાં જ કરવામાં આવ્યા છે. એથી અહીં પૃથક કથન કર્યું નથી શુક્ર, શોણિત, ઉચ્ચાર–મલવિષ્ટા, પ્રજવણ-મૂત્ર વગેરે જે અનિષ્ટ અને કહેગજનક વસ્તુઓ છે એમને જેવાથી, સાંભળવા વગેરેથી જે જુગુપ્સાત્મક ભાવ ઉત્પન્ન થાય છે તેજ જુગુપ્સાપ્રકર્ષ રસ બીભત્સ રસ કહેવાય છે. હાસ્યજનક, વિકૃત અને અસંબદ્ધ એવા બીજા માણસેના વચન સાંભળવાથી વેષ અલકાર વગેરે જેવાથી જે મન પ્રકર્ષ વગેરે ચેષ્ટાત્મક રસ હોય છે તે હાસ્ય રસ છે. પ્રિયપદાર્થના વિયેગથી જન્ય દુઃખ વગેરે હેતુથી ઉદ્ભૂત થયેલ શોક પ્રાર્થ સ્વરૂપ જ રસ છે તે કરૂણ રસ છે જેનાથી પ્રાણી ભયંકર રીતે રડે છે અથવા જેનાથી પ્રાણી કરૂણા પૂર્ણ થઈ જાય છે તે રસ કરૂણ રસ છે. કરૂણ શબ્દની આ બન્ને પ્રકારની વ્યુત્પત્તિ યોગ્ય જ કહેવાય પરમગુરૂજનોના વચન શ્રવણ વગેરે રૂપ હેતુથી ઉદ્દભૂત જે ઉપશમની પ્રકર્ષતા રૂપ રસ છે તે પ્રશાન્ત રસ છે. જેના વડે પ્રાણી કોધ વગેરેથી ઉદ્ભવેલ ચિત્તવિક્ષેપાદિથી વિહીન થઈ જાય છે પ્રશાન્ત શબ્દની આ વ્યુતત્તિ છે. સૂ૦૧૬૯ાાં હવે સૂત્રકાર એજ રસને લક્ષણે વગેરે દ્વારા સ્પષ્ટ કરવાની અપેક્ષાથી અહીં સર્વ પ્રથમ વીર રસનું કથન લક્ષણ નિર્દેશ પુરસ્સર કરે છે– “તથિ પરિવાથમિ” ઈત્યાદિ– શબ્દાર્થ (સત્ય) આ નવ રસમાં (રિચાર્વનિ ચ તત્તળનુરાગ अ० १०५ અનુયોગ દ્વાર સુત્રમ ૨૮૧
SR No.040005
Book TitleAnuyogdwar Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages297
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy