________________ જૈન ધર્મમાં યોગ વિચાર સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય, આત્મા પરમાત્મા બને, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે એ યોગસાધના છે, એના માટેનું યોગશાસ્ત્ર જે પણ કોઈ દર્શનનું હોય પણ એનું લક્ષ્ય આત્મશુદ્ધિનું જ છે. આત્મશુદ્ધિ માટે યોગસાધના જરૂરી છે. ડૉ. રશ્મિબેન ભેદા અધ્યાત્મયોગી આનંદઘનજીએ એમના પદોમાં યોગસાધનાની વાત કરી છે જે નીચે પ્રમાણે છે- પદ - FINAL - 16-01-19 મહારો બાલુડો સંન્યાસી, દેહદેવળ મઠવાસી, ઈડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; બહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી... ||2|| યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી, પ્રત્યાહાર ધારણાધારી, ધ્યાન સમાધિ સમાસી... મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યક્સનવાસી, રેચક પૂરક કુંભક સારી, મન ઈન્દ્રિય જયકાસી... II4ll સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી, આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી... //પી આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષેલી છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ તે જ યોગ છે. મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે, નિમિત્ત હેતુ તો ગૌણ કહેવાય છે. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. મોક્ષ પ્રાપ્યાર્થે યોગમાર્ગ છે. મોક્ષ એ જ સર્વ દર્શનોનું નિશ્ચિત સાધ્ય - દયેય છે. તેના સાધનરૂપ યોગમાર્ગ પણ એક જ છે. અને તે શમપરાયણ - શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું, સમભાવ - સામ્યમાં અર્થાત સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી એ જ શમ છે. પરભાવ - વિભાવમાંથી નિકળી આત્મભાવમાં સ્થિર થવું તે જ શમનિષ્ઠ માર્ગ, યોગમાર્ગ છે. જેના દર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર એ શુદ્ધ રત્નત્રયરૂપ છે. અને એ જ જેન યોગ છે. આની સાધના કરીને અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને તેમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. દરેક આત્મા જેમાં પરમાત્મા થવાની ક્ષમતા છે તે સમ્યદર્શન - જ્ઞાન - ચારિત્રરૂપ રત્નત્રયને આદરીને અર્થાત યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આત્માનું ઐશ્વર્ય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ. આત્માના આ પોતાના જ ગુણો છે. આ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરી, ઉત્તરોત્તર ગુણસ્થાનમાં પ્રગતિ કરી એ પોતાના પુષાર્થથી પરમાત્મા બની શકે છે. આ આત્મગુણોના આવરકે કર્મોનો ક્ષય થતા એ ગુણો પ્રગટ થાય છે. ક્રમશઃ આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થતા જાય છે, જેમાં આત્માનો અનુક્રમે ઉત્તરોત્તર વિકાસ થતા એ આત્મસ્વરૂપમાં રમણતા, સ્થિરતા પ્રાપ્ત કરે છે અને અંતે કાપક શ્રેણિ પ્રાપ્ત કરી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. આ જૈન ધર્મની સાધના પદ્ધતિ છે જે મોક્ષમાર્ગ તરીકે જાણીતી છે. જૈન શાસ્ત્રોમાં “યોગ’ શબ્દ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. જીવના મન, = યોગમાર્ગની અંતર્દષ્ટિ | પ યોગમાર્ગની અંતર્દષ્ટિ