________________ નિષ્પન્ન થાય છે. અયોગ એટલે મન-વચન-કાયાની સ્થિરતા. અયોગની દિશામાંજવા માટે યોગ એ માધ્યમ છે. આધ્યાત્મિક સાધનામાં યોગસાધનાનું સંપાદકીયા મહત્ત્વનું સ્થાન છે. આત્માના પોતાના સ્વરૂપમાં, સ્વસ્વરૂપમાં સ્થિર થવાની પ્રક્રિયાને અથવા સાધનાને યોગસાધના કહેવાય છે. જ્ઞાની પુરુષોએ યોગની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે - (1) મુનિ પતંજલિએ પાતંજલ યોગદર્શનમાં યોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે - योगश्चित वृत्ति निरोधः // 2 // ચિત્તવૃત્તિનો વિરોધ કરવો તે યોગ. ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું થઈ જાય ત્યારે પરમાત્મસ્વરૂપની સમાપ્તિ થાય. સમાપ્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શન. સમામિ એટલે યાતા, ધ્યેય અને દયાનની એકરૂપતા. ધ્યાતા - ધ્યાનનો અધિકારી યોગ્યસાધક અંતરાત્મા છે. ધ્યેય પરમાત્મા છે, ધ્યાન જ્ઞાનની એકાગ્રતારૂપ છે. સમામિ એ ત્રણેની એકતારૂપ છે. સતત પરમાત્માના ધ્યાન વડે ચિત્તવૃત્તિઓનો વિલય થવાથી પરમાત્મા સાથે અભેદ - એકતાનો અનુભવ થાય તેને સમામિ કહે છે. ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું સ્ફટિક જેવું પારદર્શક થઈ જાય ત્યારે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નથી. અને સ્થિર થઈ એકાગ્રપણું પ્રાપ્ત કરે ત્યારે જ સમાપ્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી સ્થિરભાવથી આત્મા તે જ પરમાત્મા એવું ચિંતન કરે. (2) શ્રીમદ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - समत्वं योग उच्यते અર્થ :- સમત્વ એ જ યોગ છે. જે પણ કંઈ કર્મ કરાય છે એ પૂર્ણ થાય કે ન થાય અને એ એ કર્મના ફળ વખતે સમભાવમાં રહેવું એ જ સમત્વ છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિના વચ્ચે મનની તટસ્થતા તે સમત્વ છે. આ જ અધ્યાયમાં આગળ શ્રીકૃષ્ણ યોગની વ્યાખ્યા કરતા કહે છે - बुद्धियुक्तो जहातीह ऊभे सुकृतदुष्कृते / तस्माद्योगाय युजयस्व योगः कर्मसु कौशलाम् / / 50 / / અર્થ :- સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થાય છે, માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમસ્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે. (અર્થાત્ કર્મબંધમાંથી છૂટવાનો ઉપાય છે) 3. જેન દર્શનમાં ત્રિવિધ યોગ કહ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાને ત્રિવિધ યોગ - 16-01-19 FINAL -કહે છે. કારણ સમ્યક શ્રદ્ધા (દર્શન) સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની સાધના વડે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રિવિધ યોગ જ જૈન દર્શનમાં રત્નત્રયી તરીકે પ્રસિદ્ધ છે. આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ એ જ યોગ છે. આચાર્ય ઉમાસ્વાતિએ આ જ વાત કરી છે - सम्यग् दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः / / 1.1. / / तत्वार्थसूत्र અર્થ :- સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર આ ત્રણેની અભેદ એકતા એ જ મોક્ષમાર્ગ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ “યોગશા”માં યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે - चतुर्वर्गेडग्रणीमोक्षो, योगस्तस्य च कारणं। ज्ञानश्रध्दानचारित्ररूपं रत्नत्रयं च सः / / 1.15 / / योगशास्त्र અર્થ :- ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ તે યોગ છે. તે યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય છે. જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા મોક્ષેપ યોગના થા: એમ કહેલી છે. અર્થાત્ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે અર્થાત્ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પામે અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરે તે યોગ. અહીં હરિભદ્રાદિ શ્વેતાંબર આચાર્યો આ મોક્ષસાધનામાં કારણભૂત જે પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે (વ્રત, નિયમ, આવશ્યક ક્રિયા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ... ઈત્યાદિ) તે સર્વ ધર્મવ્યાપારને યોગ કહે છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ અર્થાત્ આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને એ જ યોગ છે. નિજ આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ આત્મધર્મ છે. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોવાથી તેનો ધર્મ છે તેમ કપાય અભાવરૂપ નિર્મલતા અર્થાત્ આત્મશુદ્ધિ એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ એ આત્માનો ધર્મ છે. પણ રાગ, દ્વેષ, મોહ આદિ વિભાવ પરિણામોને લીધે આત્માના નિર્મળ શુદ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. જેટલે અંશે આ રાગાદિ વિભાવ દૂર થાય તેનો આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ પ્રાપ્તિ પર્યંત ઉત્તરોત્તર આ આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે પરિશુદ્ધ ધર્મવ્યાપાર કરાય છે એ યોગ છે. આવી રીતે આ યોગસાધનાનો માર્ગ વિચારીએ તો જે સાધનાથી આત્માની શક્તિનો વિકાસ થઈ, આત્મા પૂર્ણ સ્વસ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે 2 | યોગમાર્ગની અંતર્દષ્ટિ 2. યોગમાર્ગની અંતર્દષ્ટિ | 3]