________________ પૃષ્ઠ. યોગનું અતરંગ 113 - ડૉ. રશ્મિબેન ભેદા " 127 " ' 139 144 148 - 152 - - - ક્રમ કૃતિ લેખક 17) પતંજલિ યોગશાસ્ત્ર ભારતીબેન મિસ્ત્રી 18) શ્રીમદ્ ભગવદ્ગીતામાં યોગવિચાર ડૉ. શાંતિકુમાર પંડ્યા 19) ગાયત્રી દ્વારા યોગસાધના પંડિત શ્રીરામ શર્મા આચાર્ય 20) સ્વામી વિવેકાનંદની યોગની વિભાવના સ્વામી નિખિલેશ્વરાનંદ અને પાશ્ચાત્ય દેશો પર તેનો પ્રભાવ 21) પરમહંસ યોગાનંદ અને ક્રિયાયોગ ડૉ. રશ્મિ ભેદા 22) શ્રી પ્રભુદાસ સ્વામી અને કૃષ્ણભાવના " 23) યોગી હરનાથ 24) જ્ઞાનયોગી શ્રી ચંદુભાઈનું આત્મદર્શન " 25) ક્રાંતિ, સંક્રાંતિ, ઉત્ક્રાંતિઃ યોગી અરવિંદ શ્રી રાજેન્દ્ર પટેલ 26) મૌન શક્તિના સંક્રામક યોગી ડૉ. રશ્મિ ભેદા રમણમહર્ષિ 27) સ્વામી શિવાનંદજીની યોગ અનુભૂતિઓ સ્વામી અધ્યાત્મનંદજી 28) સંતુલિત જીવનનો માર્ગ : યોગ શ્રી શ્રી રવિશંકરજી 29) યોગી સદગુરુ અને ઈશા યોગ ડૉ. રશ્મિ ભેદા 30) પ્રજાપિતા બ્રહ્માકુમારી રાજયોગ 31) પરમ સુખાય : યોગપંથ ડૉ. સેજલ શાહ 32) યોગ વિષય પ્રસન્ન મંગલ જીવનની આધારશિલા ડૉ. નરેશ વેદ 33) યોગ અને સાંપ્રતજીવન ડૉ. ગુણવંત બરવાળિયા 34) ઈસ્લામમાં યોગ ડૉ. મહેબૂબ દેસાઈ 34) Jain Yoga & Meditation Dr. Kokila Shah 36) KundaliniYoga Hansaji J. Yogendra * - આત્મકલ્યાણ કરવાના અનેક માર્ગો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે, તેમાંથી જ એક માર્ગ છે યોગ. આત્મા શુદ્ધસ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ યોગ છે. યોગ શબ્દ “યુજ' ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં ‘યુજ' ધાતુના બે અર્થ થાય છે. એનો અર્થ છે યોજવું, જોડવું; બીજો અર્થ છે - સમાધિ, મનઃસ્થિરતા. ભારતીય યોગસાહિત્યમાં ‘યોગ’ શબ્દ બન્ને અર્થમાં પ્રયોજેલો છે. પ્રયોગ કર્યો છે તો જેન યોગસાહિત્યમાં જ્ઞાનીઓએ ‘સંયોજન કરવું' એમ અર્થ લીધો છે. મોક્ષે થોનના યોગ; એમ તેની વ્યાખ્યા છે. અર્થાત્ મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ. આમ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પ્રાપ્ત કરે તે યોગ. આ મોક્ષરૂપ પરમતત્ત્વ અલગ અલગ નામથી ઓળખાય છે. જેના દર્શનમાં એને સિદ્ધપદ અથવા મોક્ષપદ કહે છે. કોઈ બુદ્ધ-પદ અથવા શિવપદ કહે છે. આ શબ્દભેદ છતાં પરમાર્થથી તેના સહજાન્મસ્વરૂપમાં ભેદ પડતો નથી. આવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે રમણતા કરાવે, એની સાથે જોડાણ કરાવે તે યોગ એમ એની સર્વ દર્શન સંમત, સર્વસામાન્ય વ્યાખ્યા છે. આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાન્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. પરભાવ વિભાવમાંથી નિકળી આત્મભાવમાં સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે. જેના દર્શન નિર્દિષ્ટ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્ર આ રત્નત્રયી એ મહાયોગ છે. એની સાધના કરીને અનંત જીવાત્માઓએ મોક્ષપ્રાપ્તિ કરી છે. જેન ર્શન પ્રમાણે જીવાત્મા આ સંસારમાં કર્મના બંધનના કારણે જન્મ મરણના ચક્રમાં ફરતો હોય છે. આ કર્મનો જ્યારે સંપૂર્ણ ક્ષય થાય અર્થાત્ જીવનો જ્યારે કર્મથી સંપૂર્ણપણે વિયોગ થાય ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા બને છે. આમ જેના દર્શન પ્રમાણે ‘અયોગ' તેના યોગનું લક્ષ્ય છે. અયોગ એટલે મન, વચન અને કાયાના યોગથી રહિત એવી સિદ્ધાવસ્થા. અન્ય દર્શનમાં પરમાત્માને યોગ કરવાની વાત છે ત્યારે જૈન ધર્મમાં દરેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી પરમાત્મા બની શકે છે જે અયોગથી સિદ્ધ થઈ શકે છે. અર્થાત્ જીવનું અંતિમ લક્ષ્ય યોગથી અયોગ સાધી અર્થાત્ કર્મરહિત થઈ પરમાત્મા બનવાનું હોય છે. યોગ એટલે આત્મા સાથેના સંબંધની સ્થાપના. આત્માની સાથે સંબંધ નિષ્પન્ન થાય છે ત્યારે અયોગ 0 યોગમાર્ગની અંતર્દષ્ટિ ||. 1 - 177 - i - 189 199 to o 214 217 222