________________ વચન, કાયાની પ્રવૃત્તિને યોગ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે મોક્ષમાર્ગનીસાધના પણ યોગસાધના તરીકે ઓળખાય છે. જૈન દર્શન અને આગમ સાહિત્યમાં આત્માને અનંત શક્તિમાન કહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય છે. યોગ સાધનાથી એ પ્રાપ્ત કરી શકે છે. જૈન આગમોમાં યોગના અર્થમાં અધિકતર “ધ્યાન' શબ્દ પ્રયુક્ત થયેલો છે. તેમજ ‘યોગ' શબ્દસમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયેલો છે. આપણે ઐતિહાસિક દષ્ટિથી વિચારીએ તો જેન પરંપરામાં યોગ અથવા યોગસાધનાને ચાર વિભાગમાં વિભક્ત કરી શકાય. (1) આગમ અને આગમ સાહિત્યમાં યોગ (2) આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી (વિક્રમની આઠમી શતાબ્દી સુધી) (3) આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી (વિક્રમની અઢારમી શતાબ્દી સુધી) (4) ઉપાધ્યાય યશોવિજયજીથી અત્યાર સુધી (અઢારમી શતાબ્દી પછી) (1) આગમ અને આગમ સાહિત્યમાં યોગ આ અવસર્પિણી કાળમાં જેન ધર્મના આદ્ય પ્રણેતા ભગવાન ઋષભદેવ છે, જે સ્વયં મહાયોગી હતા. એટલે જૈન યોગના પ્રણેતા તરીકે પણ એમને જ સ્થાપી શકાય. ભક્તામર સ્તોત્રમાં ક્ષભદેવ ભગવાનને યોગીશ્વર તરીકે વર્ણવેલા છે. (ગાથા નં.૨૪) અંતિમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીનો સંસારત્યાગ પછી કેવળજ્ઞાન સુધીનો જે સાડાબાર વર્ષનો સાધનાકાળ હતો એ સાધનાકાળમાં અધિકાંશ સમય એ યોગસાધનામાં અર્થાત્ ધ્યાનમાં જ હતા. ભગવાન મહાવીરના મુખેથી વર્ણવેલા અને ગણધરો દ્વારા રચાયેલા આગમોમાં યોગ અને ધ્યાન વિશે વર્ણન મળી આવે છે. જેમ કે શ્રી આચારાંગ સૂત્ર, સૂત્રકૃત્તાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, સ્થાનાં સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સાધનાપદ્ધતિનું પ્રતિપાદન કરેલું છે. સૂત્રકૃત્તાંગ સૂત્રમાં સમાધિયોગ, ધ્યાનયોગ, અધ્યાત્મયોગ, ભાવનાયોગ જેવા શબ્દો પ્રયુક્ત થયેલા છે. આગમ સાહિત્યમાં પણ તેનો નિર્દેશ મળે છે. (2) જૈન યોગનો દ્વિતીય યુગઃ આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી વિક્રમની પ્રથમ શતાબ્દીથી આજપર્યંત જૈન યોગ સંબંધી ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમ શતાબ્દીમાં આચાર્ય કુંદકુંદદેવે સમયસાર, નિયમસાર, મોક્ષપાહુડ આદિ ગ્રંથોમાં યોગ સંબંધી વિવેચન કરેલું છે. ધ્યાન સાધનાની આવશ્યકતાને જરૂરી ગણી 6 | યોગમાર્ગની અંતર્દષ્ટિ છે આ ? - છે. ધ્યાન દ્વારા સાધક બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પરમાત્મભાવ પ્રાપ્ત કરી સ્વયં પરમાત્મા બને છે. એમણે યોગ અને યોગભક્તિનું વ્યવસ્થિત પ્રતિપાદન કરેલું છે. આ પછી વિક્રમની ત્રીજી શતાબ્દીમાં આચાર્ય ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં મોક્ષમાર્ગનું અર્થાત્ યોગનું પ્રતિપાદન કરેલું છે. HAવન સાન ચરિત્રાળ મોક્ષમાર્ગ: / 1 | - તત્ત્વાર્થ સૂત્ર આ સાધનાપદ્ધતિમાં શુદ્ધ આત્મસ્વરૂપ અર્થાત પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગમાં ધ્યાનની અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. જેનું વિવેચન આચાર્ય જિનભદ્રગણીએ ધ્યાનશતકમાં, પૂજ્યપાદ દેવાનંદીએ સમાધિતંત્ર તેમજ ઈષ્ટપદેશમાં કરેલું છે. આચાર્ય કુંદકુંદદેવની જેમ આચાર્ય પુજ્યપાદ પણ આત્માની ત્રણ અવસ્થાઓ - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું નિરૂપણ કરેલું છે. આ ગ્રંથમાં આત્મામાં લીન થવું અને આત્મામાં આત્મબુદ્ધિ રાખવી એને જ દુઃખમુક્તિનો ઉપાય કહ્યો છે. જ્યારે ઈષ્યપદેશમાં ઈષ્ટ અર્થાત મોક્ષનું પ્રતિપાદન કરેલું છે. મનની એકાગ્રતાથી ઈન્દ્રિયોનું નિયમન કરી આત્મા દ્વારા આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. છઠ્ઠી શતાબ્દીમાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે “ધ્યાનશતક' ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં યોગસાધના અને ધ્યાનસાધનાની મૌલિક પદ્ધતિઓ છે. છદ્મસ્થ અને કેવળી બેઉને ધ્યાનમાં રાખી જિનભદ્રગણીએ દયાનની સ્પષ્ટ પરિભાષા આપી છે. એક વસ્તુ પર ચિત્તને એકાગ્ર કરવું અને યોગનિરોધ એ ધ્યાન છે. (3) જૈન યોગનો તૃતીય યુગ : આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જેન યોગ સાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. એમણે જેન દર્શનમાં પ્રતિપાદિત આત્માના વિકાસક્રમનું વર્ણન યોગરૂપથી કર્યું. પાતંજલ યોગપદ્ધતિ અને પરિભાષા સાથે જૈન પદ્ધતિઓનો સમન્વય કરી જેન યોગને નવી દિશા આપી. આ સમન્વયમાં એમણે જૈન ધર્મમાં પ્રતિપાદિત ચૌદ ગુણસ્થાનકોનો પાતંજલિ યોગપદ્ધતિઓ સાથે તુલનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત કર્યા. એમના યોગવિષયક ચાર ગ્રંથો છે - યોગબિંદુ, યોગશતક, યોગવિંશિકા અને યોગદષ્ટિસમુચ્ચય. “યોગબિંદુ' ગ્રંથમાં કહે છે, જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંશય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)ના પાંચ અંગ છે જે સકલક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ યોગ છે. યોગશતક' ગ્રંથમાં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ JAL FIN - યોગમાર્ગની અંતર્દષ્ટિ . 7_