________________ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડનાર રત્નત્રયી એટલે કે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યગ્રચારિત્ર છે તે નિશ્ચયદષ્ટિએ યોગ છે અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ, શારવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન વગેરે અનુષ્ઠાન એ સમ્યગન્નાનાદિના પ્રધાન સાધન હોવાથી વ્યવહાર દષ્ટિએ યોગ છે. જ્યારે ‘યોગવિંશિકામાં યોગ કોને કહેવાય એનું રહસ્ય સમજાવતા કહે છે, “પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષસાથે જોડી આપનારો હોવાથી યોગ છે.’ ‘યોગદસિમુચ્ચય'માં જીવને પ્રાપ્ત થતા આત્મપ્રકાશની માત્રાની દષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આઠ યોગદષ્ટિ તરીકે અહીં નિરૂપવામાં આવી છે અને એના અનુસારે જીવનો ક્રમિક વિકાસ બતાવ્યો છે. એમના પછી વિક્રમની અગિયારમી શતાબ્દીમાં આચાર્ય રામસેને ‘તત્ત્વાનુશાસન' અને આચાર્ય સોમદેવસૂરિએ યોગસાર” ગ્રંથ લખ્યો. બેઉ ગ્રંથમાં યોગ વિશે વર્ણન છે. બારમી શતાબ્દીમાં શ્રી હેમચંદ્રાચાર્યે ‘યોગશાસ્ત્ર'ની રચના કરી. આ શતાબ્દીઓમાં જેન યોગ, અણંગ યોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. આગમિક યુગમાં ધર્મધ્યાન હતું. ‘યોગશાસ્ત્ર'માં ધર્મધ્યાનનું પરંપરાગત સ્વરૂપ પ્રસ્તુત કરી એના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર ભેદ અને એના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કરેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે યોગસાધનાનું ક્રમવાર સંપૂર્ણપણે વર્ણન કર્યું છે. અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાની અનેક રચનાઓ દ્વારા યોગસાહિત્યને સમૃદ્ધ કર્યું. એમણે લખેલ ‘અધ્યાત્મસાર’. ‘અધ્યાત્મોપનિષદ', ‘જ્ઞાનસાર' તેમ દ્વાત્રિશદ - દ્વત્રિશિકોમાં ‘યોગાવતાર'માં યોગ વિશે પ્રકાશ પાડેલો છે. ‘પાતંજલયોગસૂત્રવૃત્તિ'માં યોગસૂત્રના અમુક સૂત્રોની જૈન દષ્ટિએ સમીક્ષા કરી જેન મંતવ્ય સાથે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો છે. પાતંજલ યોગ અને જૈન યોગના તુલનાત્મક અધ્યયન માટે આ વૃત્તિ માર્ગદર્શન છે. (4) જૈન યોગનો ચતુર્થ યુગઃ ઉપાધ્યાય યશોવિજયજીથી આજ સુધી. અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીના સમકાલીન અધ્યાત્મયોગી આનંદઘનજી મહારાજે 22/24 તીર્થંકરના સ્તવનો અને 108 પદોની રચના કરી. આ સ્તવનો અને પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યના છે. વીસમી સદીના યોગી મુનિરાજ કપુરવિજયજી ઉર્ફે ચિદાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય બુદ્ધિસાગરજી થઈ ગયા. એમણે લખેલ સાહિત્યમાં આપણને “યોગ’ જોવા મળે છે. ચિદાનંદજીએ લખેલ ‘ચિદાનંદા બહોંતરી'ના કેટલાક પદોમાં જ્ઞાન, ધ્યાન અને યોગના વિષયને 1 -19 -વણી લીધો છે. અને આત્મસ્વરૂપની અનુભૂતિ વર્ણવી છે. આજ સદીમાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રનું બધુ સાહિત્ય આત્મલક્ષી છે. એમની કૃતિ ‘આત્મસિદ્ધિશા'માં જ્ઞાનયોગ અને ભક્તિયોગનો સુભગ સંગમ નિહાળી શકાય છે. અહીં જ્ઞાનયોગનો અદ્ભુત મહિમા કાવ્યાત્મક શૈલીમાં નિદર્શિત કર્યો છે તો સાથે મોક્ષમાર્ગમાં આગળ -વધવા ભક્તિયોગને આવશ્યક માન્યો છે. ‘મૂળ મારગ’ આ કાવ્યમાં સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. એમના પછી આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ યોગસાધનાની ક્રિયા સામાન્યજનમાં પ્રચલિત થાય એ માટે યોગનો મહિમા વર્ણવતી સંસ્કૃતમાં બે કૃતિઓ ‘યોગદીપક’ અને ‘કર્મયોગ” લખી અને બંને સંસ્કૃત ગ્રંથોનું વિવેચન સાદી ભાષામાં પોતાની આગવી શૈલીમાં કર્યું. જેથી સામાન્ય માણસ પણ યોગસાધના કરી આત્મકલ્યાણ સાધી શકે. જૈન ચોગનો વર્તમાન યુગ વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આચાર્ય તુલસીએ ‘મનોનુશાસનમ' ગ્રંથ લખીને વિલુપ્ત થતી યોગ પરંપરાને પુનર્જિવિત કરવાનો પ્રયાસ કર્યો. એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજીએ જેન શાસ્ત્રોનો અભ્યાસ કરી સિદ્ધાંતોને સમજી વૈજ્ઞાનિક તત્ત્વો સાથે તુલના કરી પ્રયોગ અને અનુભવના આધારે ‘પ્રેક્ષાધ્યાન’ પદ્ધતિનો વિકાસ કર્યો. પ્રેક્ષાધ્યાન પદ્ધતિ જેન સાધના પદ્ધતિના મૌલિક સ્વરૂપનો પુનરૂદ્વાર છે. જેમાં મૂળ સ્ત્રોત શ્રી આચારાંગસૂત્ર છે. જેમાં પ્રેક્ષા નામનો પ્રયોગ કરેલો છે. પ્રેક્ષાધ્યાનની પૂરી પ્રક્રિયા જ જેન યોગ છે. આ બધા આચાર્યોએ પોતાના સાહિત્યમાં અલગ અલગ રીતે યોગની વ્યાખ્યા કરી છે પણ તેનું તાત્પર્ય તો એક જ છે કે જે માર્ગથી આત્મા પરમાત્મા બની શકે અર્થાત્ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે તે માર્ગ જ ‘યોગ છે. જૈન દર્શનનિર્દિષ્ટ સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્ર આ રત્નત્રયી એ મહાયોગ છે જેના દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી પરમાત્મદશા પ્રાપ્ત કરી શકે છે. ‘યોગબિંદુમાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ “યોગ’ વિશે કહે છે - “યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે, કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ ઈચ્છેલું. ચિંતવેલું આ ભવ પૂરતું જ આપે છે, જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઈચ્છેલું અને નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો વિનાશી વસ્તુ આપે છે, જ્યારે યોગ અવિનાશી વસ્તુ આપે છે. માટે યોગ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે, યોગ મુક્તિનો સ્વયં ગ્રહ છે.” છે FINAL | 8 | | યોગમાર્ગની અંતર્દષ્ટિ યોગમાર્ગની અંતર્દષ્ટિ | 9 |