________________ જ્ઞાનયોગ અને કર્મયોગ જૈન દર્શનમાં મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેનું મહત્ત્વ છે. જ્ઞાનકથળ્યાં મોક્ષ: જ્ઞાન - ક્રિયાથી મોક્ષ છે. જેનું વિવેચન ઉપાધ્યાય યશોવિજયજીએ *અધ્યાત્મસાર’માં યોગ અધિકારમાં કર્યું છે. જ્ઞાન અને મુખ્યપણે શુદ્ધ આત્માજ્ઞાન અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવક્રિયા. આ બંનેનો સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. જ્ઞાન અને ક્રિયા આ બેઉ એક રથના બે ચક્રની જેમ છે. એમાં એક ચક્ર ન હોય તો રથ ચાલે નહિ એમ મોક્ષપ્રાપ્તિ માટે આ બેઉ જરૂરી છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ એમના ‘યોગદીપક' ગ્રંથમાં સિદ્ધાંતોમાં પણ જ્ઞાન ક્રિયાથી મુક્તિ છે એમ પ્રતિપાદન કર્યું છે. કર્મયોગ એટલે પોતાને ક્રિયા અથવા કર્મમાં જોડવું. મોક્ષમાર્ગની સાધના માટે જે ક્રિયાઓ રોજરોજ કરાય છે જેને આવશ્યક ક્રિયાઓ કહેવામાં આવે છે. આવશ્યક ક્રિયાઓમાં સામાયિક, સ્તવના, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. યોગમાર્ગમાં દ્રવ્યક્રિયાને પણ યથાયોગ્ય સ્થાન આપેલું છે. દ્રવ્યક્રિયા વિશિષ્ટ ભાવની ઉત્પત્તિનું કારણ થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિએ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં મિત્રાદષ્ટિ આદિ પહેલી ચાર દ્રષ્ટિમાં દ્રવ્ય વંદનાદિ હોવા છતાં એને યોગદષ્ટિ કહી એને યોગમાર્ગમાં સ્થાન આપ્યું છે. કારણ કે દ્રવ્યનું લક્ષ્ય તો ભાવ જ છે. દ્રવ્યના આલંબને ભાવ પર પહોંચી શકાય છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મપરિણતિ.. જ્ઞાનયોગમાં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. દ્રવ્યક્રિયાની જેમ દ્રવ્યશ્રુતજ્ઞાન પણ આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે નિમિત્ત સાધન બને છે અને આત્મામાં આત્મજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનયોગ કર્મયોગ કરતા ચડિયાતો છે કારણ તે જ મોક્ષપદ અપાવી શકે છે. પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા ન આવી શકે. જ્ઞાનયોગમાં ચિત્તની શુદ્ધિ મહત્ત્વની છે જે કર્મયોગથી પ્રાપ્ત કરી શકાય છે. યોગમાર્ગના શરૂઆતના કાળમાં સાધક યોગીનું ચિત્ત ભિન્ન ભિન્ન વિષયમાં ન ભટકતા આત્મામાં સ્થિર થાય માટે જ્ઞાનની પરિપક્વ દશા થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયાઓ કરવાની જરૂર છે. કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાનના પાત્ર બનાવે છે. કર્મયોગના અભ્યાસથી જ્ઞાનયોગમાં આગળ વધાય છે. અને ધ્યાનયોગ સધાય છે. આવી રીતે જ્ઞાન અને ક્રિયાશુદ્ધ આત્મજ્ઞાન રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતીરૂપ ક્રિયા આ બેઉના , છે સમન્વયથી જ યોગી ધ્યાનયોગ પર ચઢી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભક્તિયોગ: યોગમાર્ગમાં જ્ઞાનયોગ અને કર્મયોગની જેમ ભક્તિયોગ પણ મહત્ત્વનો છે. ભગવદ્ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ મુખ્ય ત્રણ યોગનું વિવેચન -કરેલું છે. જેન દૃર્શનમાં પણ કર્મયોગ અને જ્ઞાનયોગ સાથે ભક્તિયોગ સમજાવ્યો છે. યોગ એ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે જે અલગ અલગ પ્રકારે બતાવેલો છે. જેના દર્શન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ અર્થાત પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ જ પરમતત્ત્વની પ્રાપ્તિ છે. આ પરમાત્માની અર્થાત જીનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી, સ્તવના કરવાથી પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ ભક્તિયોગ છે. વીતરાગ પરમાત્માના ભક્તિથી સાધક સાધના શરૂ કરી અંતે નિરાલંબન ધ્યાનની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે છે. વીતરાગ પરમાત્મા જેમણે રાગ, દ્વેષ, કપાય આદિ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે એમનું આલંબન લઈને ધ્યાનની શરૂઆત કરાય છે. ભક્તિયોગથી જ્ઞાનયોગમાં પ્રવેશ થાય છે. પરમાત્માની આવી અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ઉપાસના ગણી છે. જેન સાહિત્યમાં આચાર્યોએ એમના ગદ્ય અને પદ્ય સાહિત્યમાં ઘણાં ઠેકાણે આ ભક્તિયોગ વર્ણવ્યો છે. યોગદષ્ટિસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્રસૂરિએ મન - વચન - કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસનાને, ભક્તિને મોક્ષપ્રાપ્તિ માટે ઉત્તમ યોગીબીજ કહ્યું છે. અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજી એ કર્મયોગ અને જ્ઞાનયોગની મીમાંસા સાથે ભક્તિયોગ પણ સમજાવ્યો છે. જ્ઞાનયોગીને શ્રેષ્ઠ કહેતા એનું કારણ સમજાવે છે કે જ્ઞાનયોગમાં આત્મા અને પરમાત્માનું એકત્વ સધાય છે. જ્ઞાનયોગમાં પણ અંતર્ગત પરમાત્માની ભક્તિ રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવું થવાનું છે. શ્રીમદ્ રાજચંદ્ર જેઓ આ કાળના અભુત જ્ઞાનાવતાર વિદેહી દશાયુક્ત, તત્વજ્ઞશીરોમણી હતા, તેમણે પણ તેમના આધ્યાત્મિક સાહિત્યમાં પ્રભુભક્તિને સ્થાન આપ્યું છે અને મોક્ષમાર્ગ માટે જ્ઞાનયોગ અને કર્મયોગ સાથે ભક્તિયોગને પણ મહત્ત્વનો અને સરળ કહ્યો છે. - જિનેશ્વર ભગવંત એટલે નિશ્ચય નયની અપેક્ષાએ નિરંજન, અવિનાશી પરમ તત્વ એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. જિનેશ્વર પરમાત્માની ભક્તિથી, એમના ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે. મોક્ષમાર્ગમાં આગળ વધાય છે. આમ ભક્તિયોગ અને ધ્યાનયોગની મહત્તા બતાવી છે. કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ = યોગમાર્ગની અંતર્દષ્ટિ | 11 | FINAL 10) યોગમાર્ગની અંતર્દષ્ટિ 5